Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPO ના પબ્લિક શેરહોલ્ડિંગ નિયમોમાં ફેરફાર:મિનિમમ લિમિટ 5% થી ઘટાડીને 2.5% કરી, જિયો અને NSE નું લિસ્ટિંગ સરળ બનશે

    11 hours ago

    નાણા મંત્રાલય હેઠળ આવતા ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સ (DEA) એ દેશમાં ઇનિશિયલ પબ્લિક ઑફરિંગ એટલે કે IPO સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યા છે. સરકારે સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) નિયમ-1957 માં ફેરફાર કરીને મોટી કંપનીઓ માટે મિનિમમ પબ્લિક શેરહોલ્ડિંગની મર્યાદાને 5% થી ઘટાડીને 2.5% કરી દીધી છે. 13 માર્ચે જાહેર કરાયેલા આ નોટિફિકેશન પછી હવે રિલાયન્સની જિયો પ્લેટફોર્મ્સ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) જેવી મોટી કંપનીઓ માટે પોતાનો IPO લાવવો સરળ બનશે. સેબીએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં આ ફેરફારોને મંજૂરી આપી હતી, જેને હવે સરકારે અંતિમ મંજૂરી આપી છે. કંપનીની વેલ્યુના આધારે નક્કી થશે કેટલો હિસ્સો વેચવો જરૂરી નવા નિયમો અનુસાર, કંપનીઓને તેમની લિસ્ટિંગ પછીની વેલ્યુના આધારે અલગ-અલગ કેટેગરીમાં વહેંચવામાં આવી છે. આ માટે એક ટિયર સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે… ₹1,600 કરોડ સુધીની કંપનીઓ: આવી કંપનીઓએ ઓછામાં ઓછા 25% શેર પબ્લિક માટે જાહેર કરવા પડશે. ₹1,600 કરોડથી ₹4,000 કરોડ સુધી: આવી કંપનીઓએ ઓછામાં ઓછા ₹400 કરોડની કિંમતના શેર ઓફર કરવા પડશે. ₹4,000 કરોડથી ₹50,000 કરોડ સુધી: આવી કંપનીઓએ ઓછામાં ઓછા 10% શેર જાહેર કરવા પડશે. જોકે, લિસ્ટિંગના 3 વર્ષની અંદર તેમને પોતાની પબ્લિક શેરહોલ્ડિંગ વધારીને 25% કરવી પડશે. ₹50,000 કરોડથી ₹1 લાખ કરોડ સુધી: આટલા વેલ્યુએશનવાળી કંપનીઓએ ઓછામાં ઓછા ₹1,000 કરોડ અથવા 8% શેર ઓફર કરવા પડશે. તેમને પણ 3 વર્ષમાં પબ્લિક શેરહોલ્ડિંગ 25% સુધી લઈ જવી પડશે. ₹5 લાખ કરોડથી મોટી કંપનીઓને મળી રાહત નોટિફિકેશન મુજબ, ખૂબ મોટી કંપનીઓ માટે નિયમોને ઘણા સરળ બનાવવામાં આવ્યા છે… ₹1 લાખ કરોડથી ₹5 લાખ કરોડ સુધી: આ કંપનીઓએ લિસ્ટિંગ સમયે ઓછામાં ઓછા 2.75% શેર પબ્લિક કરવા પડશે. ₹5 લાખ કરોડથી વધુની કિંમત: જો કોઈ કંપનીની કિંમત ₹5 લાખ કરોડથી વધુ હોય, તો તે માત્ર 1% હિસ્સો વેચીને પણ લિસ્ટ થઈ શકે છે. આવી કંપનીઓને 5 વર્ષની અંદર તેમની પબ્લિક શેરહોલ્ડિંગ 15% અને 10 વર્ષની અંદર 25% સુધી લઈ જવાની છૂટ આપવામાં આવી છે. ભારતનો સૌથી મોટો IPO લાવશે જિયો પ્લેટફોર્મ્સ મીડિયા રિપોર્ટ્સ અને બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, નિયમોમાં આ ફેરફારનો સૌથી મોટો ફાયદો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને થશે. મુકેશ અંબાણીના નેતૃત્વ હેઠળનો ગ્રુપ તેની કંપની જિયો પ્લેટફોર્મ્સને શેરબજારમાં લિસ્ટ કરવાની તૈયારી કરી રહ્યું છે. રિલાયન્સના કોઈ યુનિટનું આ લગભગ 20 વર્ષ પછીનું પહેલું લિસ્ટિંગ હશે. એવું માનવામાં આવે છે કે જિયોનો IPO ભારતના ઇતિહાસનો સૌથી મોટો IPO સાબિત થઈ શકે છે. સૂત્રો જણાવે છે કે કંપની એપ્રિલ સુધીમાં ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કરી શકે છે. સરકારના આ પગલાથી મોટી કંપનીઓના લિસ્ટિંગનો માર્ગ ખુલશે વર્ષ 2025માં IPO માર્કેટમાં આવેલી તેજી પછી હાલ બજાર થોડું સુસ્ત જોવા મળી રહ્યું હતું. જાણકારોનું કહેવું છે કે સરકારના આ પગલાથી મોટી કંપનીઓની લિસ્ટિંગનો માર્ગ ખુલશે, જેનાથી બજારમાં લિક્વિડિટી વધશે અને રોકાણકારોને નવી રોકાણની તકો મળશે. NSE જે લાંબા સમયથી પોતાની લિસ્ટિંગની રાહ જોઈ રહ્યું છે, તેને પણ આ નવા નિયમોથી રાહત મળશે.
    Click here to Read More
    Previous Article
    Ex-Uber CEO launches robotics startup ‘Atoms’ for mining, transport, and food automation
    Next Article
    નેપાળમાં ભારતીય યાત્રાળુઓની બસ ખીણમાં ખાબકી:7 લોકોના મોત, 7 ઘાયલ; મનાકામના મંદિરના દર્શન કરીને પરત ફરતી વખતે અકસ્માત

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment