Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPO અને શેરબજારમાં રોકાણના બહાને યુવક સાથે 26 લાખની છેતરપિંડી:નકલી વેબસાઈટ એકાઉન્ટમાં નફા સાથે 39 લાખ બતાવીને લલચાવ્યો, માત્ર 16 હજાર જ પરત કર્યા

    11 hours ago

    વડોદરા શહેરના યુવકને IPO અને શેર બજારમાં નફો કમાવવાની લાલચ આપી સાયબર ઠગોએ 26.05 લાખની છઠગાઈ કરી છે. નકલી વેબસાઈટમાં રોકાણ કરેલા નાણાં નફા સાથે 39 લાખ રૂપિયા યુવકને બતાવતા હતા, પણ માત્ર 16 હજાર રૂપિયા પરત કર્યા બાકીના નાણાં પરત કર્યા નહોતાં. જેથી યુવકે આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. જેને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. શેરબજાર અને IPOમાં રોકાણ કરીને મોટો નફાની લાલચ આપી વડોદરાના બિલ વિસ્તારમાં રહેતા 40 વર્ષીય યુવકે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ જિઓમાં ડિલિવરીની નોકરી કરે છે. તા. 12 ડિસેમ્બર 2025ના રોજ સોશિયલ મીડિયા પર ‘બ્રહ્મી કપસિયા’ નામની યુવતી સાથે તેમની ઓળખાણ થઈ હતી. યુવતીએ શેરબજાર અને IPOમાં રોકાણ કરીને મોટો નફો કમાઈ શકાય તેવી લાલચ આપી હતી અને વધુ માહિતી મેળવવા માટે વોટ્સએપ નંબર આપ્યો હતો. યુવકે બેંક ખાતામાંથી 26.05 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા યુવક આ વોટ્સએપ ગ્રુપમાં જોડાયો હતો, ત્યારબાદ તેમાં અલગ-અલગ IPO વિશે માહિતી આપવામાં આવતી હતી. સાયબર ઠગોએ નકલી વેબસાઈટ પર એકાઉન્ટ બનાવ્યું હતું અને શરૂઆતમાં 16 હજાર રૂપિયા પરત આપ્યા હતાં. યુવકનો વિશ્વાસ થઈ ગયો હતો, જેથી યુવક લલચાઈ ગયો હતો અને મોટા રોકાણ માટે તૈયાર થઈ ગયો હતો. યુવકે અલગ-અલગ તારીખે પોતાના બેંક ખાતામાંથી 26.05 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. 39 લાખથી વધુ નફો દર્શાવવામાં આવ્યો હતો રોકાણ કરાવ્યા બાદ યુવકના એકાઉન્ટમાં 39 લાખથી વધુ નફો દર્શાવવામાં આવ્યો હતો, પરંતુ જ્યારે તેણે રકમ ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે માત્ર રૂ. 16 હજાર જ પરત મળ્યા હતા. ત્યારબાદ આરોપીઓનો સંપર્ક થઈ શક્યો નહોતો. જેથી યુવકે આ મામલે 26.05 લાખની છેતરપિંડીની ફરિયાદ વડોદરા સાયબર પોલીસ સ્ટેશનમાં કરી છે. જેને આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં IPL મેચ પર ઓનલાઈન સટ્ટો રમતા 7 ઝડપાયા:GT અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ જોઈ મોબાઈલ એપથી સટ્ટો રમાડતા હતા; 4.25 લાખનો મુદ્દામાલ જપ્ત, એક આરોપી વોન્ટેડ
    Next Article
    સુરેન્દ્રનગરમાં ઘરફોડ ચોરી, LCBએ બે આરોપી ઝડપ્યા:દાગીના બનાવનારના ઘરેથી ₹31 લાખનો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment