Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPLમાં આજે પંજાબ vs ગુજરાત:પંજાબે ટૉસ જીતીને બોલિંગ લીધી; GT 2022ની ચેમ્પિયન, PBKSને હજુ પણ પહેલા ટાઇટલની રાહ

    2 days ago

    IPLની આ સીઝનની ચોથી મેચ આજે પંજાબ કિંગ્સ (PBKS) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે મેચ પંજાબના હોમ ગ્રાઉન્ડ ન્યૂ ચંદીગઢના મહારાજા યાદવેન્દ્ર સિંહ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યરે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. પંજાબના ચાર વિદેશી ખેલાડીઓ કૂપર કોનોલી, માર્કસ સ્ટોઇનિસ, ઝેવિયર બાર્ટલેટ અને માર્કો યાન્સેન છે. ગુજરાતના ચાર વિદેશી ખેલાડીઓ ગ્લેન ફિલિપ્સ, જોસ બટલર, રાશિદ ખાન અને કાગીસો રબાડા છે. ગુજરાત તરફથી ગ્લેન ફિલિપ્સ અને અશોક શર્માએ ડેબ્યૂ કર્યું છે. ગુજરાત ટાઇટન્સની આ પાંચમી સીઝન હશે. ટીમે 2022માં પોતાની ડેબ્યૂ સીઝનમાં જ ટાઇટલ જીત્યો હતો, જ્યારે ગયા વર્ષે તે ચોથા સ્થાને રહી હતી. બીજી તરફ, પંજાબ કિંગ્સ હજુ પણ તેના પ્રથમ ખિતાબની રાહ જોઈ રહ્યું છે. ટીમ ગયા વર્ષે રનર-અપ રહી હતી અને ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે 6 રનથી હારી ગઈ હતી. બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-12 પંજાબ કિંગ્સ (PBKS): શ્રેયસ અય્યર (કેપ્ટન), પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), પ્રિયાંશ આર્યા, મિચેલ ઓવેન, શશાંક સિંહ, નેહલ વાઢેરા, માર્કસ સ્ટોઇનિસ, માર્કો યાન્સેન, હરપ્રીત બ્રાર, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ અને બેન ડ્વારશુઇસ. ગુજરાત ટાઇટન્સ (GT): શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, જોસ બટલર (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, ગ્લેન ફિલિપ્સ, શાહરૂખ ખાન, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, સાઈ કિશોર, કાગિસો રબાડા, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના.
    Click here to Read More
    Previous Article
    Instagram may soon offer premium tools as Meta tests subscription
    Next Article
    4 વર્ષના માસૂમ સાથે હૃદય કંપાવતી ઘટના:રીક્ષામાં માર માર્યો, હવામાં ઉછાળીને માથાભેર જમીન પર પછાડ્યો, આરોપીએ અંગત વિવાદનો આ રીતે બદલો લીધો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment