Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPLમાં આજે SRH vs RR:રાજસ્થાને ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી, 2 ફેરફાર કર્યા, હેટમાયરને આરામ આપ્યો; હૈદરાબાદમાં હર્ષલ-ઉનડકટ બહાર

    21 hours ago

    ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 19મી સીઝનની 21મી મેચમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે મેચ હૈદરાબાદના હોમ ગ્રાઉન્ડ રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં રાજસ્થાનના કેપ્ટન રિયાન પરાગે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. RRએ ગત મેચની પ્લેઇંગ-11માં બે ફેરફાર કર્યા છે. શિમરોન હેટમાયરને આરામ આપ્યો છે, જ્યારે બ્રિજેશને પડતો મૂક્યો છે. હૈદરાબાદે પણ હર્ષલ પટેલ અને જયદેવ ઉનડકટને પડતા મૂક્યા છે. હૈદરાબાદ અને રાજસ્થાન વચ્ચે આ સીઝનની આ પહેલી મેચ હશે. બંને ટીમ માટે આ સીઝનની આ પાંચમી મેચ રહેશે. RR આ સીઝનમાં અત્યાર સુધી એક પણ મેચ હાર્યું નથી. ટીમ 4 મેચ જીતીને પોઇન્ટ્સ ટેબલમાં ટોચ પર છે. બીજી તરફ, SRH 4માંથી માત્ર 1 મેચ જીતી શક્યું છે અને 3 મેચ હારી ગયું છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH): ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, ઈશાન કિશન (કેપ્ટન, વિકેટકીપર), હેનરિક ક્લાસેન, સલિલ અરોરા, અનિકેત વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, હર્ષ દુબે, શિવાંગ કુમાર, ઈશાન મલિંગા અને પ્રફુલ હિંગે. ઇમ્પેક્ટ પ્લેયર ઓપ્શન: આર સ્મરણ, સાકિબ હુસૈન, લિયામ લિવિંગસ્ટન, શિવમ માવી, હર્ષલ પટેલ. રાજસ્થાન રોયલ્સ (RR): યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિયાન પરાગ (કેપ્ટન), લુઆન ડેર પ્રિટોરિયસ, ડોનોવન ફરેરા, રવીન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચર, નાન્દ્રે બર્ગર, સંદીપ શર્મા, રવિ બિશ્નોઈ અને તુષાર દેશપાંડે. ઇમ્પેક્ટ પ્લેયર ઓપ્શન: વૈભવ સૂર્યવંશી, શિમરોન હેટમાયર, રવિ સિંહ, શુભમ દુબે, બ્રિજેશ શર્મા.
    Click here to Read More
    Previous Article
    No work at noon: Maharashtra’s heat SOP forces shift changes for outdoor workers
    Next Article
    'મેં અશ્લીલ કપડાં નહોતા પહેર્યા, માત્ર સિમ્પલ સાડી પહેરી હતી':વાઇરલ વીડિયો બાદ MSU વિદ્યાર્થિનીની સો.મીડિયા પોસ્ટ, રડતા રડતા કહ્યું- 'બીજી પાર્ટીને ટાર્ગેટ કરવા છોકરીનો સહારો લીધો'

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment