Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPLમાં આજે પહેલી મેચ SRH vs LSG:લખનઉમાંથી રિષભ પંત ફરી નજર રહેશે; ગત સીઝનમાં હૈદરાબાદમાં LSG જીત્યું હતું

    1 week ago

    IPL 2026માં રવિવારે સીઝનનો બીજો 'ડબલ હેડર' રમાશે. દિવસનો પહેલો મુકાબલો સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) અને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં બપોરે 3:30 વાગ્યે શરૂ થશે. હૈદરાબાદે પોતાની છેલ્લી મેચમાં કોલકાતાને તેના જ ઘર આંગણે (ઈડન ગાર્ડન્સ) 65 રનથી હરાવ્યું હતું. બીજી તરફ, જસ્ટિન લેંગરના કોચિંગ હેઠળની લખનઉની ટીમની શરૂઆત આ સીઝનમાં નબળી રહી છે. દિલ્હી કેપિટલ્સ સામેની પ્રથમ મેચમાં ટીમ માત્ર 141 રનમાં સમેટાઈ ગઈ હતી અને 6 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. હેડ-ટુ-હેડ રેકોર્ડ બંને ટીમ વચ્ચે અત્યાર સુધી કુલ 6 મેચ રમાઈ છે, જેમાં લખનઉએ 4 અને હૈદરાબાદે 2 મેચ જીતી છે. ગયા વર્ષે બંને ટીમે એક-એક મેચ પોતાના નામે કરી હતી. લખનઉ: પંતનો ઓપનિંગ પ્રયોગ નિષ્ફળ લખનઉ પાસે મિચેલ માર્શ, એડન માર્કરમ અને નિકોલસ પૂરન જેવા દિગ્ગજ ખેલાડીઓ છે, પરંતુ ટીમમાં તાલેમેલનો અભાવ દેખાઈ રહ્યો છે. છેલ્લી મેચમાં કેપ્ટન રિષભ પંતને ઓપનિંગમાં મોકલવાનો પ્રયોગ નિષ્ફળ રહ્યો હતો. હવે આશા છે કે પંત ફરી નંબર-3 પર બેટિંગ કરશે, જ્યાં તેણે ગત સીઝનમાં સદી ફટકારી હતી. બોલિંગમાં મોહમ્મદ શમી અને પ્રિન્સ યાદવની જોડીએ સારી શરૂઆત અપાવી હતી, પરંતુ મિડલ ઓવર્સમાં ટીમ દબાણ બનાવી શકી નહોતી. મિસ્ટ્રી લેગ સ્પિનર દિગ્વેશ રાઠીને આગામી મેચમાં તક મળી શકે છે. હૈદરાબાદ: સંતુલિત અને મજબૂત યુનિટ સનરાઈઝર્સ હૈદરાબાદની આગેવાની હાલ ઈશાન કિશન સંભાળી રહ્યો છે. તેણે બેટિંગ અને કેપ્ટનશીપ બંનેમાં પ્રભાવિત કર્યા છે. ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માની ઓપનિંગ જોડી શાનદાર ફોર્મમાં છે, જ્યારે હેનરિક ક્લાસેન મિડલ ઓર્ડરને મજબૂતી આપી રહ્યો છે. બોલિંગમાં જયદેવ ઉનડકટ અને ઈશાન મલિંગા ડેથ ઓવર્સમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. છેલ્લી મેચમાં ટીમે કોલકાતાને માત્ર 161 રન પર રોકી દીધું હતું. પીચ અને હવામાન રિપોર્ટ હૈદરાબાદની પીચ બેટર્સ માટે સ્વર્ગ સમાન માનવામાં આવે છે. સપાટ સપાટી હોવાને કારણે અહીં મોટા સ્કોર બને છે. જોકે, મેચ જેમ આગળ વધે તેમ પીચ ધીમી પડતી જાય છે, જે સ્પિનરોને મદદરૂપ થઈ શકે છે. મેચ દરમિયાન તાપમાન 34-36 ડિગ્રીની આસપાસ રહેશે. બપોરે ગરમી રહેશે પણ વરસાદની શક્યતા ઘણી ઓછી છે, એટલે ફેન્સને આખી 40 ઓવરની રમત જોવા મળી શકે. બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-12 સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH): અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઈશાન કિશન (વિકેટકીપર અને કેપ્ટન), હેનરિક ક્લાસેન, અનિકેટ વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, સલિલ અરોરા, હર્ષ દુબે, હર્ષલ પટેલ, જયદેવ ઉનડકટ, એહસાન મલિંગા, લિયામ લિવિંગસ્ટન. લખનઉ સુપર જાયન્ટ્સ (LSG): એડન માર્કરમ, મિચેલ માર્શ, નિકોલસ પૂરન, રિષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), આયુષ બદોની, અબ્દુલ સમદ, મુકુલ ચૌધરી, મોહસિન ખાન, મોહમ્મદ શમી, એનરિક નોર્કિયા, પ્રિન્સ યાદવ, આવેશ ખાન
    Click here to Read More
    Previous Article
    IPLમાં આજે બીજી મેચ RCB vs CSK:ચેન્નઈ સીઝનની પોતાની બંને મેચ હારી, જોકે હેડ ટુ હેડમાં બેંગલુરુ સામે રેકોર્ડ જોરદાર
    Next Article
    સન્ડે બિગ સ્ટોરી:કોલસાની માંગે વધાર્યો ભાવનગર પોર્ટનો દબદબો, 26 લાખ મેટ્રિક ટન કાર્ગો ઉતર્યો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment