Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લક્ઝરીયસ ફ્લેટમાં ચાલતું IPL સટ્ટા રેકેટ ઝડપાયું:પાટણનો મુખ્ય બુકી ગટી વોન્ટેડ, થરાદનો નીરજ પકડાયો, રૂપિયાની હેરાફેરી આંગડિયા પેઢીથી કરતા; સુરત પોલીસ ઊંઘતી રહી અને SMC ત્રાટકી

    7 hours ago

    સુરતમાં ચોક બજાર પોલીસની નાક નીચે ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર વધુ એક વખત ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે લાલ આંખ કરી છે. સુરત પોલીસ ઊંઘતી ઝડપાઈ છે અને SMCની ટીમે સિંગણપોર, કોઝવે રોડ પર આવેલા લક્ઝરીયસ ફ્લેટમાં દરોડો પાડીને હાઈપ્રોફાઈલ IPL ક્રિકેટ સટ્ટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ દરોડા દરમિયાન ઓનલાઈન સટ્ટો રમાડતા થરાદના એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે પાટણના મુખ્ય સૂત્રધાર એવા બુકીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આ મામલે ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગુપ્ત બાતમીના આધારે ફ્લેટ નંબર 402માં SMCની રેઇડ મળતી વિગતો અનુસાર, સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે સિંગણપોર કોઝવે રોડ પર આવેલા 'શરણમ એલીગન્સ'ના ફ્લેટ નંબર 402માં બેસીને એક શખ્સ લેપટોપ અને મોબાઈલ ફોન દ્વારા લાઈવ ક્રિકેટ મેચ પર હાર-જીતનો જુગાર રમી અને રમાડી રહ્યો છે. બાતમીના આધારે SMCની ટીમે ઓચિંતો દરોડો પાડ્યો હતો. રેઇડ દરમિયાન ફ્લેટમાં ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની લાઈવ આઈપીએલ મેચ પર લાખો રૂપિયાના સોદા ચાલુ હોવાનું સામે આવ્યું હતું. બે મોટી વેબસાઈટની ઓનલાઈન આઈડી એક્ટિવ મળી પોલીસે ફ્લેટમાંથી નીરજ ગણપતભાઈ ચૌહાણ (ઉં.વ. 33, મૂળ રહે. સણવાલગા, ધણીઘર, વાવ-થરાદ) નામના આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે જ્યારે તેના લેપટોપ અને મોબાઈલની ઊંડાણપૂર્વક તપાસ કરી ત્યારે સટ્ટાબાજી માટે વપરાતી બે મોટી વેબસાઈટ્સ સક્રિય મળી આવી હતી. જેમ khali-fa395.com આ વેબસાઈટના 'AKL101' આઈડી પર લાઈવ સોદા ચાલુ હતા, જેમાં ₹8,410નું બેલેન્સ હતું. જ્યારે www.betflash.com આ લિંક પર '3371KS' નામનું આઈડી એક્ટિવ હતું, જેમાં ₹7,000નું બેલેન્સ બોલતું હતું. આર્થિક ભીંસના કારણે ઓનલાઈન સેલર સટ્ટોડીયો બન્યો પકડાયેલા આરોપી નીરજ ચૌહાણે પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું કે, તે મૂળ ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ Meesho અને Flipkart પર સેલિંગ તરીકેનું કામકાજ કરતો હતો. જો કે, છેલ્લા કેટલાક સમયથી ઘરમાં આર્થિક સંકળામણ વધી ગઈ હતી. આ દરમિયાન તેના મિત્ર તેજસે તેની મુલાકાત પાટણના મુખ્ય બુકી ગૌરવ ઉર્ફે ગટી ઠક્કર સાથે કરાવી હતી. ગૌરવે તેને ₹10-10 હજારની ક્રેડિટ પર સટ્ટાના આઈડી-પાસવર્ડ આપ્યા હતા. ચાલુ વર્ષે IPL-2026ની મેચો શરૂ થઈ ત્યારથી જ તેણે આ સટ્ટાબાજી શરૂ કરી દીધી હતી. આંગડિયા મારફતે નાણાંની હેરાફેરી થતી હતી આ નેટવર્કની તપાસમાં બહાર આવ્યું છે કે, ક્રિકેટ સટ્ટામાં હાર-જીતના તમામ નાણાકીય વ્યવહારો બેંકિંગ ચેનલના બદલે હવાલા નેટવર્કથી થતા હતા. સુરતના મહિધરપુરા ખાતે આવેલી 'પી. એમ. આંગડિયા' પેઢી મારફતે લાખો રૂપિયાની હેરાફેરી કરવામાં આવતી હતી. ₹52 હજારનો મુદ્દામાલ જપ્ત, પાટણનો ગૌરવ ઠક્કર વોન્ટેડ SMCની ટીમે રેઇડ દરમિયાન લેપટોપ, મોબાઈલ ફોન અને સટ્ટાના સાધનો સહિત કુલ ₹52,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આરોપી નીરજ ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ઓનલાઈન સટ્ટાના માસ્ટર આઈડી અને કસ્ટમર લાઈન પૂરી પાડનાર પાટણના મુખ્ય બુકી ગૌરવ ઉર્ફે ગટી ઠક્કરને વોન્ટેડ જાહેર કરી, તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    કુંભારવાડામાં પીવાના પાણી માટે સ્થાનિકોના વલખા:ભર ઉનાળે છેલ્લા 25 દિવસથી પાણી ન મળતા ટેન્કરો મંગાવવા મજબૂર, કોંગ્રેસના કોર્પોરેટરની આંદોલનની ચીમકી
    Next Article
    Tamil Nadu private schools to display tuition fees in notice boards

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment