Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત ત્રીજીવાર IPL ફાઈનલમાં પહોંચ્યું:RRને 7 વિકેટે હરાવ્યું, ગિલની સદી, વૈભવના 96 રન કામ ન આવ્યા; અમદાવાદમાં બેંગલુરુ સાથે ટાઇટલ માટે જંગ

    2 दिन पहले

    ગુજરાત ટાઇટન્સ IPLમાં ત્રીજી વખત ફાઈનલમાં પહોંચી ગઈ છે. ટીમે ક્વોલિફાયર-2માં રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવ્યું. ફાઈનલમાં 31 મેના રોજ અમદાવાદમાં ગુજરાતની ટક્કર રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે થશે. શુક્રવારે મુલ્લાનપુરના મહારાજા યાદવેન્દ્ર સિંહ સ્ટેડિયમમાં રાજસ્થાને ટૉસ જીતીને પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટે 214 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતે 18.4 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો. ગુજરાતનો IPLમાં આ સૌથી મોટો રન ચેઝ છે. આ પહેલાંનો સૌથી મોટો સફળ રન ચેઝ 204 રનનો હતો. કેપ્ટન ગિલ-સુદર્શન વચ્ચે મેચ વિનિંગ પાર્ટનરશીપ ગુજરાત માટે રનચેઝમાં કેપ્ટન શુભમન ગિલે 53 બોલમાં 104 રન ફટકાર્યા. જ્યારે સાઈ સુદર્શને 58 રનની ઇનિંગ રમી. બન્ને વચ્ચે 77 બોલમાં 167 રનની ઓપનિંગ પાર્ટનરશીપ થઈ હતી. રાજસ્થાન માટે નાન્દ્રે બર્ગર, જોફ્રા આર્ચર અને બ્રિજેશ શર્માને 1-1 વિકેટ મળી હતી. વૈભવ સૂર્યવંશીએ 96 રન ફટકાર્યા આ પહેલાં, રાજસ્થાન તરફથી વૈભવ સૂર્યવંશીએ 47 બોલમાં 96 રનની ઇનિંગમાં 8 ચોગ્ગા અને 7 સિક્સર પણ ફટકારી હતી. તેના સિવાય રવીન્દ્ર જાડેજાએ અણનમ 45 રનની ઇનિંગ રમી હતી. જ્યારે, ડોનોવન ફરેરાએ 11 બોલમાં અણનમ 38 રન બનાવ્યા હતા. ગુજરાત તરફથી કાગીસો રબાડા અને જેસન હોલ્ડરે 2-2 વિકેટ લીધી હતી. મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્નાને 1-1 સફળતા મળી હતી. બન્ને ટીમની પ્લેઇંગ-11 ગુજરાત ટાઇટન્સ (GT): સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, નિશાંત સિંધુ, જેસન હોલ્ડર, રાશિદ ખાન, આર.સાઈ.કિશોર, કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. ઇમ્પેક્ટ પ્લેયર: રાહુલ તેવટિયા. રાજસ્થાન રોયલ્સ (RR): યશસ્વી જયસવાલ, વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિયાન પરાગ (કેપ્ટન), ડોનોવન ફરેરા, દાસુન શનાકા, રવીન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચર, નાન્દ્રે બર્ગર, યશ રાજ પુંજા અને બ્રિજેશ શર્મા. ઇમ્પેક્ટ પ્લેયર: તુષાર દેશપાંડે.
    Click here to Read More
    Previous Article
    RR vs GT Live Match: IPL में राजस्थान-गुजरात की भिड़ंत में Gujrat ने मार ली बाजी | Top News
    Next Article
    પત્નીના ત્રાસથી કંટાળી પતિએ માંગી ઈચ્છા મૃત્યુની મંજૂરી:કહ્યું- મને જીવવાનો કોઈ હક નથી, પત્ની શંકા કરી થપ્પડ મારતી; 12 વર્ષના દીકરાનું ગળું દબાવ્યું

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment