Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPLમાં RCB vs KKR:અંગક્રિશ રઘુવંશીએ સીઝનની ચોથી ફિફ્ટી ફટકારી; કોલકાતાની ત્રીજી વિકેટ પડી, કેમરૂન ગ્રીન પણ આઉટ

    1 day ago

    IPL 2026માં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે મેચ રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં બેંગલુરુના કેપ્ટન રજત પાટીદારે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. બન્ને ટીમે પોતાની પ્લેઇંગ-11માં એક ફેરફાર કર્યો છે. RCBમાં રોમારિયો શેફર્ડની જગ્યાએ વેંકટેશ અય્યરને સ્થાન મળ્યું છે. જ્યારે KKRમાં વરુણ ચક્રવર્તીના સ્થાને સૌરભ દુબેને તક આપી છે. ઈજાના કારણે વરુણ ચક્રવર્તી આજની મેચ રમી રહ્યો નથી. આ મેચ બંને ટીમ માટે ખૂબ જ મહત્ત્વની છે. RCB જીત મેળવીને પ્લેઑફમાં પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરવા ઇચ્છશે, જ્યારે કોલકાતા માટે ટુર્નામેન્ટમાં ટકી રહેવા માટે આ જીત અનિવાર્ય છે. બેંગલુરુ 14 પોઇન્ટ્સ સાથે ટેબલમાં ટૉપ પર છે, પરંતુ નેટ રન-રેટને કારણે તેની સ્થિતિમાં ફેરફાર થઈ શકે છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB): જેકબ બેથેલ, વિરાટ કોહલી, રજત પાટીદાર (કેપ્ટન), જિતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, વેંકટેશ અય્યર, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, રાસિખ સલામ ડાર, જેકબ ડફી અને જોશ હેઝલવુડ. ઇમ્પેક્ટ ઓપ્શન્સ: દેવદત્ત પડિકલ, જોર્ડન કોક્સ, મંગેશ યાદવ, રોમારિયો શેફર્ડ, સ્વપ્નિલ સિંહ. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR): અજિંક્ય રહાણે (કેપ્ટન), ફિન એલન, કેમરૂન ગ્રીન, અંગક્રિશ રઘુવંશી (વિકેટકીપર), રોવમેન પોવેલ, મનીષ પાંડે, રિંકુ સિંહ, સુનીલ નારાયણ, અનુકુલ રોય, વૈભવ અરોરા અને કાર્તિક ત્યાગી. ઇમ્પેક્ટ ઓપ્શન્સ: સૌરભ દુબે, રમણદીપ સિંહ, તેજસ્વી દહિયા, નવદીપ સૈની, ટિમ સીફર્ટ.
    Click here to Read More
    Previous Article
    CBI Director Praveen Sood gets another one-year extension
    Next Article
    14 મેનું ટેરો રાશિફળ:કુંભ જાતકોની તરફેણમાં ભાગ્યનું પૈડું ફરશે, કર્ક જાતકોના મનમાં વિચારોનું દ્વંદ્વ રહેશે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment