Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPLની પહેલી મેચમાં હૈદરાબાદે RCBને 202 રનનો ટાર્ગેટ આપ્યો:જયદેવ ઉનડકટે પહેલા જ બોલે ફિલ સોલ્ટને આઉટ કર્યો, કોહલી-પડિકલ વચ્ચે 50+ રનની ભાગીદારી

    1 day ago

    IPLની 19મી સીઝનની ઓપનિંગ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે 201 રન બનાવી દીધા. બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં શનિવારે RCBએ બોલિંગ પસંદ કરી. SRHએ પાવરપ્લેમાં 3 વિકેટ ગુમાવ્યા બાદ પણ સ્કોર 200 રનને પાર પહોંચાડી દીધો. કેપ્ટન ઈશાન કિશને 80 અને અનિકેત વર્માએ 43 રન બનાવ્યા. બેંગલુરુ માટે રોમારિયો શેફર્ડ અને જેકબ ડફીએ 3-3 વિકેટ લીધી. ભુવનેશ્વર કુમાર, અભિનંદન સિંહ અને સુયશ શર્માને 1-1 વિકેટ મળી. હૈદરાબાદ તરફથી હેનરિક ક્લાસેન અને ઈશાન કિશને ચોથી વિકેટ માટે 97 રનની પાર્ટનરશિપ કરી. જવાબમાં RCB તરફથી વિરાટ કોહલી અને દેવદત્ત પડિકલ ક્રિઝ પર છે. જયદેવ ઉનડકટે ફિલ સોલ્ટ (9 રન)ને હેનરિક ક્લાસેનના હાથે કેચ કરાવ્યો. બન્ને ટીમની પ્લેઇંગ-11 રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB): રજત પાટીદાર (કેપ્ટન) વિરાટ કોહલી, ફિલિપ સોલ્ટ, જીતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, અભિનંદન સિંહ, જેકબ ડફી અને સુયશ શર્મા. સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH): ઈશાન કિશન (કેપ્ટન અને વિકેટકીપર), ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, હેનરિક ક્લાસેન, અનિકેત વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, સલિલ અરોરા, હર્ષ દુબે, હર્ષલ પટેલ, જયદેવ ઉનડકટ અને ઈશાન મલિંગા.
    Click here to Read More
    Previous Article
    RCB vs SRH: SRH ने बनाया रनों का पहाड़ होगी RCB की विराट जीत ? | Live Cricket Match Today |IPL Live
    Next Article
    29 માર્ચનું ટેરો રાશિફળ:વૃષભ રાશિ માટે મુસાફરીનો યોગ, મિથુન-કુંભ રાશિના જાતકોમાં સર્જનાત્મકતાનો ઉદય થશે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment