Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPL PRIZE MONEY: ચેમ્પિયન્સ પર કરોડોનો વરસાદ:રનર્સ-અપ ટીમને પણ બખ્ખા; 15 વર્ષના વૈભવે 5 એવોર્ડ્સમાં 40 લાખ સહિત કાર પણ જીતી

    8 hours ago

    રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ સતત બીજી સીઝનમાં IPLનું ટાઇટલ પોતાના નામે કર્યું. અમદાવાદમાં રમાયેલી ફાઈનલમાં RCBએ ગુજરાત ટાઇટન્સ (GT)ને 5 વિકેટે હરાવીને ટ્રોફી જીતી. ચેમ્પિયન બનવા પર RCBને ટ્રોફી સાથે 20 કરોડ રૂપિયાની પ્રાઇઝ મની મળી, જ્યારે રનર-અપ ગુજરાત ટાઇટન્સને 12.5 કરોડ રૂપિયાથી સંતોષ માનવો પડ્યો. વ્યક્તિગત પુરસ્કારોમાં રાજસ્થાનના 15 વર્ષીય બેટર વૈભવ સૂર્યવંશીનું પ્રભુત્વ રહ્યું. તેણે સીઝનમાં સૌથી વધુ 776 રન બનાવીને ઓરેન્જ કેપનો ખિતાબ પોતાના નામે કર્યો. સાથે જ તેને મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર, ઇમર્જિંગ પ્લેયર અને સુપર સ્ટ્રાઇકર ઓફ ધ સીઝન સહિત કુલ 5 એવોર્ડ મળ્યા. આનાથી તેને 40 લાખ રૂપિયા અને એક કાર મળી. જ્યારે, ગુજરાતના કગિસો રબાડાએ 29 વિકેટ લઈને પર્પલ કેપ પોતાના નામે કરી. --------------------------- IPL સંબંધિત આ સમાચાર પણ વાંચો… 1. બેંગલુરુ સતત બીજી વખત IPL ચેમ્પિયન; ગુજરાતને 5 વિકેટે હરાવ્યું રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ સતત બીજી વખત IPL જીતી લીધું છે. તેણે રવિવારે ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સને 5 વિકેટે હરાવ્યું. વિરાટ કોહલીએ 18મી ઓવરના છેલ્લા બોલ પર છગ્ગો ફટકારી ટીમને જીત અપાવી. કોહલી 75 રન બનાવી અણનમ રહ્યો. સંપૂર્ણ સમાચાર વાંચો… 2. જય શાહે વૈભવ સૂર્યવંશીનો નંબર લીધો!: કોહલીના વિનિંગ શોટ પર અનુષ્કાએ ફલાઇંગ કિસ આપી, રિયાન પરાગ ઈ-સિગારેટ પીતા પકડાયો; IPL 2026ની ટૉપ મોમેન્ટ્સ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ સતત બીજી વખત IPLનું ટાઇટલ જીત્યું છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલમાં ટીમે ગુજરાત ટાઇટન્સને 5 વિકેટે હરાવ્યું. જીતની સાથે જ મેદાન પર ઉજવણીનો એવો સિલસિલો શરૂ થયો, જેણે કરોડો ક્રિકેટ ચાહકોને ભાવુક કરી દીધા. સંપૂર્ણ સમાચાર વાંચો… 3. ગુજરાતના આ ધૂરંધરોએ આ વર્ષે ધૂમ મચાવી: જાડેજા-પંડ્યાએ દમદાર પરફોર્મન્સ આપ્યું, ઉર્વિલે ફેન્સના દિલ જીત્યા; બુમરાહ-હાર્દિક માટે આંચકારૂપ સીઝન રહી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026)ની રોમાંચક સીઝન પૂરી થઈ છે, જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ઇતિહાસ રચીને સતત બીજીવાર ટ્રોફી પોતાના નામે કરી છે. ક્રિકેટના આ સૌથી મોટા મહાકુંભમાં દર વખતની જેમ આ વર્ષે પણ ગુજરાતના ખેલાડીઓ પર ફેન્સની ખાસ નજર હતી. ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાની નવી પિંક જર્સીના લુકથી લઈને RCBને ચેમ્પિયન બનાવવામાં સિંહફાળો આપનારા કૃણાલ પંડ્યા સુધી, મેદાન પર આપણા પ્લેયર્સની કરિયરમાં ઘણા મોટા ઉતાર-ચઢાવ જોવા મળ્યા. જોકે, આ સીઝન જેટલી રોમાંચક રહી, તેટલી જ કેટલાક સ્ટાર ખેલાડીઓ માટે ચોંકાવનારી પણ સાબિત થઈ છે. સંપૂર્ણ સમાચાર વાંચો…
    Click here to Read More
    Previous Article
    Amar Ujala Bulletin 1 June 2026: IPL Final के बाद GT Team Bus में उठा धुआं, UP Weather Alert
    Next Article
    શું IPLનો ડાઉનફોલ શરૂ?:ટીવી દર્શકોમાં 26%નો ઘટાડો, વિદેશી ખેલાડીઓ પણ રમવાના મૂડમાં નથી; ટોપ એક્સપર્ટે જણાવ્યા સાચા કારણ અને સોલ્યુશન્સ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment