Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPLની બીજી મેચમાં આજે MI vs KKR:કેપ્ટન હાર્દિકે ટૉસ જીતીને બોલિંગ લીધી, મુંબઈ ઇન્ડિયન્સ 300 IPL મેચ રમનારી પ્રથમ ટીમ બની

    12 hours ago

    IPLની આ સીઝનની બીજી મેચ આજે મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મેચ મુંબઈના ઘરઆંગણે વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં મુંબઈના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. મુંબઈ ઈન્ડિયન્સ 300 IPL મેચ રમનારી પહેલી ફ્રેન્ચાઇઝી બનશે. જોકે, ટીમ છેલ્લા 13 વર્ષથી IPLમાં પોતાની ઓપનિંગ મેચ હારી રહી છે. બીજી તરફ, કોલકાતા વાનખેડે સ્ટેડિયમમાં ફક્ત બે મેચ જીતી શક્યું છે. MI પાંચ વખત (2013, 2015, 2017, 2019, 2020) ચેમ્પિયન રહી છે. ગયા સીઝનમાં ટીમ ત્રીજા સ્થાને રહી હતી. જ્યારે, KKRએ 2012, 2014 અને 2024 માં ટાઇટલ જીત્યા છે, પરંતુ ગયા સીઝન તેમના માટે ખાસ નહોતી રહી અને ટીમ આઠમા સ્થાને રહી હતી. બન્ને ટીમની પ્લેઇંગ-11 મુંબઈ ઈન્ડિયન્સ (MI): હાર્દિક પંડ્યા (કેપ્ટન), રોહિત શર્મા, રાયન રિકેલ્ટન (વિકેટકીપર), તિલક વર્મા, શેરફન રધરફોર્ડ, નમન ધીર, શાર્દૂલ ઠાકુર, મયંક માર્કંડે, અલ્લાહ ગઝનફર, ટ્રેન્ટ બોલ્ટ અને જસપ્રીત બુમરાહ. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR): અજિંક્ય રહાણે (કેપ્ટન), ફિન એલન, કેમરૂન ગ્રીન, અંગક્રિષ રઘુવંશી (વિકેટકીપર), રિંકુ સિંહ, રમણદીપ સિંહ, અનુકૂલ રોય, સુનીલ નારાયણ, વરુણ ચક્રવર્તી, વૈભવ અરોરા અને બ્લેસિંગ મુઝરબાની.
    Click here to Read More
    Previous Article
    Expert Explains | What US-Iran war could mean for Iraq’s internal political landscape
    Next Article
    ભર ઉનાળે બીજુ માવઠુ, અમરેલીમાં રોડ પલળી ગયાં:આજે 11 જિલ્લામાં વરસાદની આગાહીથી ખેડૂતોની ચિંતા વધી, 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment