Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભર ઉનાળે બીજુ માવઠુ, અમરેલીમાં રોડ પલળી ગયાં:આજે 11 જિલ્લામાં વરસાદની આગાહીથી ખેડૂતોની ચિંતા વધી, 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે

    14 hours ago

    ઉનાળામાં આકરી ગરમીની શરૂઆત થયા બાદ રાજ્યમાં ફરી એકવાર માવઠાની આગાહી કરવામાં આવી છે. આજે અને આવતીકાલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે માવઠાની સાથે 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરી છે. ભરઉનાળે વાતાવરણમાં પલટો આવતા ગરમીમાં રાહત મળી છે, પરંતુ ખેડૂતોની ચિંતા વધી છે. અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ ખાંભા ગીરના ગામડાઓમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે. ખાંભાના જીક્યાળી, ધજડી, વાંકિયા સહિત ગામડાઓમાં કમોસમી વરસાદી ઝાપટા વરસ્યા હતાં. ભર ઉનાળે કમોસમી વરસાદથી કેરી તલ, બાજરી સહિત પાકને નુકસાનની ભીતિથી ધરતી પુત્રોમાં ફરીવાર ચિંતા ફેલાય છે. માર્ચના પ્રારંભ આકરી ગરમી પડ્યા બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો માર્ચ મહિનાની શરૂઆતમાં જ અસહ્ય ગરમીની શરૂઆત થઈ ગઈ હતી. મોટા ભાગના શહેરમાં તાપમાન 41 ડીગ્રીએ પહોંચ્યું ગયું હતું. જો કે તે બાદ અચાનક જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે વાતાવરણમાં પલટો આવ્યો હતો. જે બાદ અસહ્ય ગરમીની શરૂઆત વચ્ચે રાજ્યમાં અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ત્રણ દિવસ સુધી અલગ અલગ જિલ્લામાં કમોસમી વરસાદ અને તેજ પવન ફૂંકાવાના કારણે ખેડૂતોના પાકને પણ નુકશાન ગયું હતું. જો કે તે બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી થતા ફરી ગરમીની શરૂઆત થઈ ગઈ હતી. જો કે ફરી એક વખત રાજ્યમાં ગરમીની શરૂઆત થઈ ગઈ હતી. પરંતુ હવે ફરી એક વખત ખેડૂતો પર સંકટના વાદળ ઘેરાઈ રહ્યા છે. ગુજરાતમાં ફરી એકવાર હવામાન પલટો જોવા મળી રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટર્ફના સંયુક્ત પ્રભાવને કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આજે અનેક જિલ્લાઓ માટે આગાહી જાહેર કરી છે. આજે સૌરાષ્ટ્ર અને ગુજરાતના 11 જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી આજે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 30 તારીખે રાજ્યના કેટલાક આઇસોલેટેડ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. સાથે જ 2 અને 3 તારીખે ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે. જેના કારણે વાતાવરણમાં ઠંડક અનુભવાશે. 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જેનાથી ગરમીમાં રાહત મળશે. આગામી ત્રણ ચાર દિવસ મહત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળશે તાપમાનની વાત કરીએ તો આગામી ચાર દિવસમાં રાજ્યના મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે. અમદાવાદમાં આજે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે અને તાપમાન આશરે 37 ડિગ્રી સુધી રહેશે. જ્યારે ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી રહેવાની આગાહી કરવામાં આવી છે. ગરમીથી ત્રસ્ત લોકોને આગામી દિવસોમાં રાહત મળવાની આશા છે. પરંતુ કમોસમી વરસાદના કારણે ખેડૂતો પર ફરી એક વખત સંકટના વાદળ ઘેરાઈ ગયા છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં ક્યાંય પણ વરસાદ નોંધાયો નથી. જો કે તાપમાનમાં કરી એક વખત ઘટાડો નોંધાશે. નોર્થ ઇસ્ટ રાજસ્થાનથી ચક્રવતી સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે. જેની અસરના કારણે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડશે. તેમજ 30 માર્ચના થન્ડર સ્ટ્રોમ અને વરસાદની શક્યતા જોવામાં આવી રહી છે. તે બાદ 2 અને 3 એપ્રિલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે કમોસમી વરસાદ થશે.
    Click here to Read More
    Previous Article
    IPLની બીજી મેચમાં આજે MI vs KKR:કેપ્ટન હાર્દિકે ટૉસ જીતીને બોલિંગ લીધી, મુંબઈ ઇન્ડિયન્સ 300 IPL મેચ રમનારી પ્રથમ ટીમ બની
    Next Article
    વલસાડમાં ગુજકેટ પરીક્ષા શાંતિપૂર્ણ સંપન્ન:29 કેન્દ્રો પર યોજાઈ, 258 વિદ્યાર્થીઓ ગેરહાજર, ગેરરીતિનો એક પણ કેસ નહીં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment