Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાંગ્લાદેશના મુસ્તફિઝુરે IPL ઓક્શનમાં રજિસ્ટ્રેશન કરાવ્યું:KKR ટીમે ગયા વર્ષે બહાર કર્યો હતો; ઢાકામાં હિંદુઓ પર થયેલા હુમલા બાદ વિરોધ થયો હતો

    6 hours ago

    બાંગ્લાદેશના ઝડપી બોલર મુસ્તફિઝુર રહમાને IPL-2027ના મિની ઓક્શન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના અધિકારી શહરયાર નફીસે તેની પુષ્ટિ કરી છે. મુસ્તફિઝુરને ગયા સીઝનમાં શાહરુખ ખાનની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ 9.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તે IPLનો સૌથી મોંઘો બાંગ્લાદેશી ખેલાડી બન્યો હતો. જોકે, બાંગ્લાદેશમાં હિંદુઓ પરના હુમલાઓ વચ્ચે તેના IPLમાં રમવા અંગે વિરોધ શરૂ થઈ ગયો હતો. ત્યારબાદ BCCIના નિર્દેશ પર KKRએ તેને ટીમમાંથી રિલીઝ કરી દીધો હતો. વિવાદ ત્યારે વધુ વધ્યો જ્યારે બાંગ્લાદેશે સુરક્ષાનાં કારણો દર્શાવીને ભારતમાં T20 વર્લ્ડ કપ 2026 રમવાનો ઇનકાર કર્યો. ટીમે તેના તમામ મેચ શ્રીલંકામાં યોજવાની માગ કરી હતી, પરંતુ ICCએ આ અપીલ ફગાવી દીધી. તેની જગ્યાએ સ્કોટલેન્ડે ટુર્નામેન્ટ રમી હતી. બાંગ્લાદેશના વધુ 6 ખેલાડીઓ ઓક્શનમાં ઉતરશે શહરયાર નફીસે જણાવ્યું કે મુસ્તફિઝુર ઉપરાંત નાહિદ રાણા, રિશાદ હુસૈન, હસન મહમૂદ, તૌહીદ હૃદોય, તસ્કીન અહમદ અને શોરિફુલ ઇસ્લામે પણ ઓક્શન માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. નફીસે કહ્યું કે આ મિની ઓક્શનની સામાન્ય પ્રક્રિયા છે. BCCIએ તમામ ક્રિકેટ બોર્ડ પાસેથી એવા ખેલાડીઓનાં નામ માગ્યાં છે, જેઓ ઓક્શનમાં ભાગ લેવા માગે છે. જાન્યુઆરી 2027માં ભારતના બાંગ્લાદેશ પ્રવાસની અપેક્ષા ------------------ આ સમાચાર પણ વાંચો… IPLમાં ચોંકાવનારી મેગા ટ્રેડ ડીલ પરથી અંતે પડદો હટ્યો: મુંબઈએ હાર્દિકનો સાથ છોડ્યો, પંડ્યા અને અર્શદીપ વચ્ચે 18 કરોડમાં અદલાબદલી થઈ હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહના ટ્રેડને BCCIની મંજૂરી મળી ગઈ છે. હવે હાર્દિક પંજાબ કિંગ્સ અને અર્શદીપ મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમશે. બંને ખેલાડીઓની IPL ફી 18-18 કરોડની રહેશે. IPLએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને ઑફિશિયલ જાહેરાત કરી છે. સંપૂર્ણ સમાચાર વાંચો…
    Click here to Read More
    Previous Article
    10 વર્ષની ઈરાએ 6 વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા:દુનિયાની સૌથી નાની ઉંમરની ક્વોલિફાઇડ સ્કૂબા ડાઇવર બની; માતા-પિતા નેવીમાં કમાન્ડર
    Next Article
    બિરસા મુંડાની 151મી જન્મજયંતિએ આદિવાસીઓ માટે સરકારની જાહેરાતો:નર્મદાના 13 ગામમાં 100% વન અધિકારપત્રનું લક્ષ્ય, 440 આદિવાસીને મળશે હક; 14 જિલ્લામાં જોહાર કેફે-શહેરી હાટ અને સહાય

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment