Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બિરસા મુંડાની 151મી જન્મજયંતિએ આદિવાસીઓ માટે સરકારની જાહેરાતો:નર્મદાના 13 ગામમાં 100% વન અધિકારપત્રનું લક્ષ્ય, 440 આદિવાસીને મળશે હક; 14 જિલ્લામાં જોહાર કેફે-શહેરી હાટ અને સહાય

    6 hours ago

    ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાતમાં 12થી 18 નવેમ્બર દરમિયાન 'જનજાતીય ગૌરવ સપ્તાહ-2026'ની ઉજવણી કરવામાં આવશે. આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આ દરમિયાન આદિવાસી સમાજના જમીન અને વન અધિકારોનો મુદ્દો પણ કેન્દ્રમાં રહેશે. આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે જણાવ્યું કે, નર્મદા જિલ્લામાં 440 આદિવાસીઓને વન અધિકારપત્ર આપવાના છે, જેમાં સાગબારાના 138 લોકોનો સમાવેશ થાય છે. નર્મદા જિલ્લાના 13 ગામોમાં 100 ટકા વન અધિકારપત્ર આપવાનું લક્ષ્ય છે. અગાઉ અધિકારપત્ર મળ્યા હોય પરંતુ જમીનની નોંધણી બાકી હોય તેવા કિસ્સાઓમાં પણ નોંધણીની કામગીરી કરવામાં આવશે. મંત્રી નરેશ પટેલે જણાવ્યું કે, અમારા સાંસદ અમારી સામે નથી, અમારી સાથે છે. બધા પોતાના હક માટે લડે છે. નર્મદા વિસ્તારની લડત નથી. ત્યાં પણ અમે અધિકારપત્ર આપીશું. સાગબારાના લોકોને પણ અધિકારપત્ર આપીશું. આ સતત ચાલતી પ્રક્રિયા છે. ફોરેસ્ટ અને મહેસૂલ વિભાગને સાથે લઈને કામગીરી કરી રહ્યા છીએ. તેમણે વધુમાં સ્પષ્ટ કર્યું કે, વન અધિકારપત્ર માત્ર યોગ્ય અને હકદાર લાભાર્થીઓને જ આપવામાં આવશે. ખોટી રીતે વન અધિકાર મેળવવાનો પ્રયાસ કરનારાઓ સામે સરકાર કડક વલણ અપનાવશે. આદિવાસી સમાજને જમીન અને વન અધિકારો અપાવવા સરકાર કટિબદ્ધ છે. 13 ગામોમાં 100 ટકા વન અધિકારપત્ર આપવાનું લક્ષ્ય નર્મદા જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં વન અધિકારપત્ર આપવાની પ્રક્રિયા સતત ચાલુ રાખવામાં આવશે. મંત્રીના જણાવ્યા અનુસાર, જિલ્લામાં 440 આદિવાસીઓને અધિકારપત્ર આપવાના છે, જેમાં સાગબારા તાલુકાના 138 લોકોનો સમાવેશ થાય છે. 13 ગામોમાં 100 ટકા વન અધિકારપત્ર આપવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. અગાઉ વન અધિકારપત્રો આપવામાં આવ્યા હોય પરંતુ જમીનની નોંધણી બાકી હોય તેવા લાભાર્થીઓની જમીનની નોંધણી પણ કરવામાં આવશે. આ કામગીરી ફોરેસ્ટ અને મહેસૂલ વિભાગના સંકલનથી હાથ ધરાશે. ‘આદિવાસી સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધી રહ્યું છે’ ગત વર્ષે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે પણ રાજ્ય સરકાર અને ભાજપ દ્વારા સંયુક્ત રીતે ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આદિવાસી સમાજના અધિકારો અને તેમની માંગણીઓને સરકાર દ્વારા પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. આદિવાસી સમાજના વિકાસ માટે સરકારની સાથે સમાજની ભાગીદારી પણ જરૂરી છે. વર્ષ 2001થી ગુજરાતમાં આદિવાસી સમાજને શિક્ષિત કરવા અને મુખ્ય પ્રવાહ સાથે જોડવાના પ્રયાસો થઈ રહ્યા છે. હવે આદિવાસી સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધી રહ્યું છે અને યુવાનો શિક્ષણ, ઉદ્યોગ તથા રોજગાર ક્ષેત્રે આગળ વધી રહ્યા છે. 15 નવેમ્બરે છોટાઉદેપુરમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં મુખ્ય ઉજવણી 15 નવેમ્બરે ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે રાજ્યકક્ષાની મુખ્ય ઉજવણી છોટાઉદેપુર ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે, જ્યારે વલસાડ ખાતે નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના 55 વિધાનસભા મતવિસ્તારો, 20 બિનઆદિજાતિ જિલ્લાઓ અને 17 મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઉજવણીના કાર્યક્રમો યોજાશે. છોટાઉદેપુર ખાતે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં અંદાજે 25 હજાર અને વલસાડ ખાતે નાયબ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં અંદાજે 15 હજાર લોકો ઉપસ્થિત રહેવાનો અંદાજ છે. કાર્યક્રમની શરૂઆત ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને કરાશે. ત્યારબાદ પરંપરાગત વાદ્યો, વસ્ત્રો અને નૃત્ય સાથે શોભાયાત્રા યોજાશે. આદિવાસી સંસ્કૃતિ, હસ્તકલા, પરંપરાગત વાનગીઓ અને લોકકલાકારોની રજૂઆતો પણ આકર્ષણનું કેન્દ્ર રહેશે. 8,639 લાભાર્થીઓને રૂ.25.45 કરોડની સહાયનું આયોજન જનજાતીય ગૌરવ સપ્તાહ દરમિયાન આદિજાતિ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ હેઠળ 8,639 લાભાર્થીઓને કુલ રૂ.25.45 કરોડના ખર્ચે લાભ આપવામાં આવશે. સાથે જ આદિજાતિ પરિવારોને આવાસ સહાય, મહિલાઓને સ્વરોજગારી માટે દૂધાળાં પશુઓ, ખેડૂતોને મંડપ યોજના, કન્યાઓને કુંવરબાઈનું મામેરું, ખેડૂતોને ફળાઉ આંબાના રોપા, ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનની યોજનાઓ અને હળપતિ આવાસ યોજના હેઠળ સહાય આપવામાં આવશે. આ ઉપરાંત રાજ્યમાં કુલ 11,421 વન અધિકારના લાભાર્થીઓને રેકોર્ડ ઓફ રાઈટ્સ સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવશે. અંદાજે 6,496 વિદ્યાર્થીઓ માટે 43 શાળાઓ અને છાત્રાલયોની સુવિધાઓનું નવીનીકરણ તથા મલ્ટીપર્પઝ સેન્ટરનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આદિવાસી વિસ્તારોમાં બે નવી પહેલ: શહેરી હાટ અને જોહાર કેફે આદિવાસી મહિલાઓ અને કારીગરોને રોજગારીની તકો પૂરી પાડવા માટે સરકાર દ્વારા બે નવી પહેલ શરૂ કરવામાં આવશે. 11થી 18 નવેમ્બર સુધી કયા કાર્યક્રમો યોજાશે? આમ, જનજાતીય ગૌરવ સપ્તાહના માધ્યમથી ભગવાન બિરસા મુંડાના યોગદાનને યાદ કરવાની સાથે આદિવાસી સમાજના જમીન અને વન અધિકારો, શિક્ષણ, રોજગારી, મહિલા સશક્તિકરણ અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવાનો સરકારનો પ્રયાસ છે.
    Click here to Read More
    Previous Article
    બાંગ્લાદેશના મુસ્તફિઝુરે IPL ઓક્શનમાં રજિસ્ટ્રેશન કરાવ્યું:KKR ટીમે ગયા વર્ષે બહાર કર્યો હતો; ઢાકામાં હિંદુઓ પર થયેલા હુમલા બાદ વિરોધ થયો હતો
    Next Article
    દિવાળીમાં એસટી બસમાં મુસાફરોનો ધસારો:રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરમાં 100 એક્સ્ટ્રા બસ સહિત 16 નવી બસ દોડી, મુસાફરોને આ સમસ્યાનો સામનો કરવો પડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment