Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPLમાં અમદાવાદમાં આજે GT vs KKR:કોલકાતાએ અત્યાર સુધી એક પણ મેચ જીતી નથી, ગુજરાતે દિલ્હી-લખનઉને હરાવ્યું

    1 week ago

    IPL 2026ની 25મી મેચ આજે ગુજરાત ટાઇટન્સ (GT) અને કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) વચ્ચે રમાશે. મેચ ગુજરાતના હોમ ગ્રાઉન્ડ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યાથી શરૂ થશે. મેચનો ટૉસ સાંજે 7:00 વાગ્યે થશે. KKRએ આ સીઝનમાં 5 મેચ રમ્યા છે. તેને 4 મેચમાં હાર મળી છે અને એક મુકાબલો વરસાદને કારણે રદ રહ્યો છે. GTએ 4 મેચ રમી છે અને તેને 2 મેચમાં જીત અને એટલી જ મેચમાં હાર મળી છે. ટીમે છેલ્લી બે મેચમાં દિલ્હી અને લખનઉને હરાવ્યા છે. KKR સામે GTનું પલડું ભારે IPL માં બંને ટીમ વચ્ચે 4 મેચ રમાયા છે. આ દરમિયાન GTએ 3 મેચ પોતાના નામે કરી છે. KKR માત્ર એક મેચ જીતવામાં સફળ રહી છે. IPL 2025માં બંને ટીમ વચ્ચે એક મેચ થઈ હતી, જેને GTએ 39 રનથી જીતી હતી. બટલરે 2 ફિફ્ટી ફટકારી આ સીઝનમાં ગુજરાત ટાઇટન્સ માટે જોસ બટલર શાનદાર ફોર્મમાં જોવા મળ્યો છે. તેણે 4 મેચમાં 176 રન બનાવ્યા છે, જેમાં 2 ફિફ્ટી સામેલ છે. બીજી તરફ બોલિંગમાં પ્રસિદ્ધ ક્રિષ્નાએ શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે 4 મેચમાં 10 વિકેટ ઝડપી છે. કોલકાતાના ખેલાડીઓનું ખરાબ ફોર્મ યથાવત કોલકાતા તેના સ્ટાર ખેલાડીઓના ખરાબ ફોર્મને કારણે આ સીઝનમાં અત્યાર સુધી એક પણ મેચ જીતી શકી નથી. રિંકુ સિંહ, કેમરૂન ગ્રીન અને કેપ્ટન અજિંક્ય રહાણે જેવા ખેલાડીઓ IPL 2026માં કંઈ ખાસ કમાલ કરી શક્યા નથી. અંગક્રિશ રઘુવંશી કોલકાતાનો ટૉપ સ્કોરર છે. તેણે 5 મેચમાં 182 રન બનાવ્યા છે, જેમાં 2 અડધી સદી સામેલ છે. જ્યારે બોલિંગમાં વૈભવ અરોરાએ 5 મેચમાં 6 વિકેટ લીધી છે. પહેલી મેચમાં 200+ સ્કોર બન્યો હતો નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ સામાન્ય રીતે બેટિંગ-ફ્રેન્ડલી માનવામાં આવે છે, પરંતુ અહીં દરેક મેચમાં થોડો ફેરફાર પણ જોવા મળે છે. આ મેદાનની સપાટી પર સારો બાઉન્સ અને પેસ મળે છે, જેનાથી બેટર્સને સરળતાથી શોટ રમી શકે છે. આ સીઝનમાં અહીં એક મેચ રમાઈ છે. 4 એપ્રિલે રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સે 210 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાત 20 ઓવરમાં 204 રન જ બનાવી શક્યું હતું. અમદાવાદમાં વરસાદની શક્યતા નહીં 17 એપ્રિલે અમદાવાદમાં હવામાન ઘણું ગરમ રહેવાનું છે. દિવસનું મહત્તમ તાપમાન લગભગ 42 થી 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે, જ્યારે લઘુત્તમ તાપમાન 25–26 ડિગ્રીની આસપાસ રહેશે. આખો દિવસ આકાશ ચોખ્ખું અને તડકો તેજ રહેશે, જેનાથી ગરમી વધુ અનુભવાશે. વરસાદની કોઈ ખાસ શક્યતા નથી. બન્ને ટીમની પોસિબલ પ્લેઈંગ-12 ગુજરાત ટાઇટન્સ (GT): સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, ગ્લેન ફિલિપ્સ, રાહુલ તેવતિયા, રાશિદ ખાન, કાગિસો રબાડા, અશોક શર્મા, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. ઈમ્પેક્ટ પ્લેયર: શાહરૂખ ખાન. કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR): અજિંક્ય રહાણે (કેપ્ટન), અંગક્રિશ રઘુવંશી (વિકેટકીપર), કેમરૂન ગ્રીન, રિંકુ સિંહ, રમણદીપ સિંહ, રોવમેન પોવેલ, સુનીલ નારાયણ, અનુકૂલ રોય, વરુણ ચક્રવર્તી, કાર્તિક ત્યાગી અને વૈભવ અરોરા. ઈમ્પેક્ટ પ્લેયર: ફિન એલન.
    Click here to Read More
    Previous Article
    Bhooth Bangla Movie Review and Release Live Updates: Akshay Kumar film ‘challenges your finer sensibilities to just chill’, say early reviews
    Next Article
    માલપુરમાંથી ફરાર ચાર આરોપીઓ પકડાયા:માલપુરમાંથી પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટના ગુનાના 4 આરોપી પકડાયા

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment