Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPLમાં આજે CSK vs PBKS:ચેપોકમાં ચેન્નઈ સામે છેલ્લી ત્રણેય મેચ પંજાબે જીતી, ધોની-બ્રેવિસ આજે પણ નહીં રમી શકે

    10 hours ago

    IPLની આ સીઝનની સાતમી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે ચેન્નઈમાં રમાશે. CSKના હોમ ગ્રાઉન્ડ MA ચિદમ્બરમ સ્ટેડિયમ (ચેપોક) ખાતે આ મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે, જ્યારે ટૉસ 7:00 વાગ્યે થશે. ચેપોકમાં પંજાબનું પલડું ભારે ચેપોક સ્ટેડિયમમાં બંને ટીમ 9 વાર સામસામે આવી છે, જેમાં જીતનો રેકોર્ડ 4-4 થી બરાબર છે. એક મેચ ટાઈ રહી હતી, જે સુપર ઓવરમાં પંજાબે જીતી હતી, એટલે કે પંજાબ એક મેચથી આગળ છે. ચેન્નાઈને પંજાબ સામે અહીં છેલ્લી જીત 2019માં મળી હતી, ત્યારબાદ રમાયેલી ત્રણેય મેચ પંજાબે જીતી છે. પંજાબ કિંગ્સે ન્યૂ ચંદીગઢમાં ગુજરાત ટાઇટન્સને હરાવીને આ સીઝનની પોતાની પ્રથમ મેચ જીતી હતી. બીજી તરફ, ચેન્નઈ સુપર કિંગ્સને ગુવાહાટીમાં રાજસ્થાન રોયલ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ગત સીઝનમાં બંને મેચ પંજાબે જીતી હતી ચેન્નઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેના મુકાબલા હંમેશા રોમાંચક રહ્યા છે. IPLમાં આ બંને ટીમ 33 વખત એકબીજા સામે આવી છે, જેમાંથી CSKએ 17 અને PBKSએ 15 મેચ જીતી છે. એક મેચ ટાઈ રહી હતી જે પંજાબે સુપર ઓવરમાં જીતી હતી. ગત સીઝનની બંને મેચમાં પંજાબે ચેન્નઈને હરાવ્યું હતું. ધોની-બ્રેવિસ નહીં રમે CSKના ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોની અને ડેવાલ્ડ બ્રેવિસ IPL 2026ની શરૂઆતની 2-3 મેચમાંથી બહાર રહેશે. બ્રેવિસ સાઈડ સ્ટ્રેનથી પીડાઈ રહ્યો છે, જ્યારે ધોની સ્નાયુ ખેંચાવાને કારણે રિહેબ કરી રહ્યો છે. બંને ખેલાડીઓ પ્રથમ મેચ પણ રમી શક્યા નહોતા. કૂપર કોનેલીએ ગત મેચમાં ફિફ્ટી ફટકારી હતી પંજાબ કિંગ્સને ઓસ્ટ્રેલિયાના કૂપર કોનેલીના રૂપમાં ત્રીજા નંબરનો ભરોસાપાત્ર બેટર મળી ગયો છે. તેણે ગત મેચમાં ટીમને ખરાબ શરૂઆતમાંથી ઉગારીને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પંજાબની બોલિંગ પણ મજબૂત દેખાય છે. અનુભવી સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલે ટાઇટન્સ સામે પોતાની લાઇન અને લેન્થથી પ્રભાવિત કર્યા હતા. તેણે મિડલ ઓવર્સમાં રન રોક્યા હતા અને બે મહત્વની વિકેટ ઝડપી હતી. તેને ફાસ્ટ બોલર વિજયકુમાર વૈશાકનો સારો સાથ મળ્યો હતો. પ્રથમ મેચમાં CSKની બેટિંગ-બોલિંગ બંને નબળી રહી CSK માટે સીઝનની શરૂઆત સારી રહી નથી. ગુજરાત સામે સંજુ સેમસન CSK માટે પોતાની પ્રથમ મેચમાં ખાસ પ્રભાવ પાડી શક્યો નહોતો. ટોપ ઓર્ડર ન ચાલવાને કારણે સરફરાઝ ખાનને ઇમ્પેક્ટ પ્લેયર તરીકે મેદાનમાં ઉતારવામાં આવ્યો હતો પરંતુ તે તેનો ફાયદો ઉઠાવી શક્યો નહોતો. બોલિંગમાં રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં વૈભવ સૂર્યવંશીની આક્રમક બેટિંગ સામે મેટ હેનરી અને નૂર અહેમદ જેવા બોલરો ફિક્કા પડ્યા હતા. ચેન્નઈની પીચ સ્પિનરો માટે મદદગાર ચેન્નઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમની પીચ સ્પિનરો માટે મદદગાર સાબિત થતી આવી છે. અહીં બેટિંગ કરવી થોડી મુશ્કેલ હોય છે, પરંતુ એકવાર સેટ થયા પછી મોટી ઇનિંગ રમી શકાય છે. અહીંની પીચ સૂકી હોય છે, જે મેચ આગળ વધવાની સાથે ધીમી થતી જાય છે અને બોલ ટર્ન લેવા લાગે છે. શરૂઆતની ઓવરોમાં બેટિંગ થોડી સરળ રહે છે કારણ કે નવો બોલ બેટ પર સારો આવે છે. આ મેદાન પર અત્યાર સુધી 91 મેચ રમાઈ છે. જેમાંથી પહેલી ઇનિંગમાં બેટિંગ કરનારી ટીમે 51 મેચ જીતી છે, જ્યારે 40 મેચમાં ચેઝ કરનારી ટીમને જીત મળી છે. હવામાન રિપોર્ટ મેચના દિવસે ચેન્નઈનું હવામાન ગરમ અને ભેજવાળું રહેવાની ધારણા છે. તાપમાન 26 ડિગ્રીથી 36 ડિગ્રીની વચ્ચે રહેશે. મેચમાં વરસાદની શક્યતા નહિવત છે. બન્ને ટીમની સંભવિત સ્ટાર્ટિંગ-12 ચેન્નઈ સુપર કિંગ્સ (CSK): ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), આયુષ મ્હાત્રે, મેટ શોર્ટ, શિવમ દુબે, કાર્તિક શર્મા, જેમી ઓવરટન, નૂર અહેમદ, મેટ હેનરી, અંશુલ કંબોજ, ખલીલ અહેમદ, સરફરાઝ ખાન. પંજાબ કિંગ્સ (PBKS): શ્રેયસ અય્યર (કેપ્ટન), પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), કૂપર કોનેલી, નેહલ વાઢેરા, શશાંક સિંહ, માર્કસ સ્ટોઇનિસ, માર્કો યાન્સેન, ઝેવિયર બાર્ટલેટ, વિજયકુમાર વૈશાક, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, પ્રિયાંશ આર્યા.
    Click here to Read More
    Previous Article
    Vaazha 2 review: Hashir and gang are impressive in a sequel that far outshines its predecessor
    Next Article
    વડોદરામાં ચૂંટણીનો રણશિંગુ ફૂંકાયું:પાલિકાના ઉમેદવાર હવે 9 લાખ સુધી ખર્ચ કરી શકશે, આચારસંહિતા લાગુ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment