Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વૈભવ સૂર્યવંશીના IPLમાં સૌથી ઝડપી 500 રન:આન્દ્રે રસેલનો રેકોર્ડ તોડ્યો; પ્રિન્સ યાદવની ઓવરમાં સતત બે ચોગ્ગા ફટકાર્યા

    22 hours ago

    IPL 2026ની 32મી મેચ લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે મેચ લખનઉના એકાના સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં લખનઉના કેપ્ટન રિષભ પંતે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. રાજસ્થાનનો સ્કોર 3 ઓવરમાં 32/1 છે. ટીમ તરફથી વૈભવ સૂર્યવંશી અને ધ્રુવ જુરેલ ક્રિઝ પર છે. વૈભવ સૂર્યવંશીએ તેની IPL કરિયરમાં 500 રન પૂરા કર્યા છે. વૈભવે લખનઉ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં પોતાના પહેલા જ બોલ પર ચોગ્ગો ફટકારીને આ સિદ્ધિ હાંસલ કરી હતી. વૈભવે IPLમાં માત્ર 227 બોલમાં જ 500 રન બનાવી લીધા. તે લીગમાં સૌથી ઓછા બોલમાં આ પરાક્રમ કરનાર બેટર બન્યો છે. તેણે આન્દ્રે રસેલનો રેકોર્ડ તોડ્યો છે. રસેલે તેના પહેલા 500 રન 244 બોલમાં બનાવ્યા હતા. બન્ને ટીમની પ્લેઇંગ-11 લખનઉ સુપર જાયન્ટ્સ (LSG): મિચેલ માર્શ, આયુષ બદોની, રિષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), નિકોલસ પૂરન, એડન માર્કરમ, મુકુલ ચૌધરી, મોહમ્મદ શમી, મોહસિન ખાન, પ્રિન્સ યાદવ, દિગ્વેશ રાઠી અને મયંક યાદવ. રાજસ્થાન રોયલ્સ (RR): યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ (કેપ્ટન), રિયાન પરાગ (કેપ્ટન), શિમરોન હેટમાયર, ડોનોવન ફરેરા, રવીન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચર, રવિ બિશ્નોઈ, બ્રિજેશ શર્મા અને નાન્દ્રે બર્ગર.
    Click here to Read More
    Previous Article
    Today News Headlines for School Assembly, April 23, 2026: Freebies worth 1000cr seized in Bengal, TN ahead of polls; Nepal Home Minister quits citing ‘distrust of people’
    Next Article
    વડોદરાથી કેદારનાથ દર્શને ગયેલા શ્રદ્ધાળુનું હાર્ટએટેકથી મોત, પુત્રનો આક્રોશ:ઉત્તરાખંડના મુખ્યમંત્રીને કહ્યું-CMને હેલિકોપ્ટર મળે તો ડેડબોડીને કેમ નહીં?, 2 કલાક મૃતદેહ તડકામાં પડી રહ્યો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment