Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં IPL ફાઇનલ ફિવર, હોટલ-ફ્લાઇટના ભાડાંએ ભૂક્કા બોલાવ્યા:નાઇટ સ્ટે માટે 36000 ચૂકવવા તૈયાર, ફ્લાઇટના ભાડાં 35000 સુધી વધ્યા, હોટલ ઉદ્યોગને 200 કરોડનો નફો થશે

    12 hours ago

    અમદાવાદ ફરી એક વખત ક્રિકેટ કાર્નિવલ માટે તૈયાર થઈ ગયું છે. IPL 2026ની ફાઈનલ મેચ હવે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાવાની છે. BCCI દ્વારા ફાઈનલ અમદાવાદ ખસેડવાનો નિર્ણય થતા શહેરના હોટલ, ટ્રાવેલ, રેસ્ટોરન્ટ અને ટુરિઝમ ઇન્ડસ્ટ્રીમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે મે મહિનાના અંતમાં હોટલ ઇન્ડસ્ટ્રી માટે ઓફ સિઝન માનવામાં આવે છે. શહેરની ઘણી મોટી મોટી હોટલોમાં અત્યારથી જ બુકિંગ થઈ રહ્યા છે. 30 અને 31 મે દરમિયાન અમદાવાદની મોટાભાગની પ્રીમિયમ હોટલો હાઉસફુલ છે. માત્ર બે દિવસમાં જ અંદાજે 200 કરોડથી વધુનો સીધો નફો હોટલ ઇન્ડસ્ટ્રીને થવાનો અંદાજ છે. તો બીજી તરફ અમદાવાદ આવતી તમામ ફ્લાઇટના ભાડા પણ 35000 સુધી વધીને આસમાને આંબી ગયા છે. જ્યારે હોટલમાં 1 રૂમમાં નાઇટ સ્ટેનો ચાર્જ પણ 36000 સુધી પહોંચ્યો છે. IPL ફાઇનલનો શહેરની આખી બિઝનેસ સર્કિટને ફાયદો IPL ફાઈનલનો સૌથી મોટો ફાયદો માત્ર હોટલ ઇન્ડસ્ટ્રીને જ નહીં, પરંતુ શહેરની આખી બિઝનેસ સર્કિટને થવાનો છે. મેચ જોવા માટે દેશભરમાંથી હજારો ક્રિકેટપ્રેમીઓ અમદાવાદ આવવાના છે. જેના કારણે ફ્લાઈટની ટિકિટમાં પણ ભારે વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે ટ્રેન અને બસ ટિકિટોમાં પણ ડિમાન્ડ વધી ગઈ છે. અગાઉ પણ મોટી ક્રિકેટ ઇવેન્ટ્સ દરમિયાન અમદાવાદમાં ફ્લાઈટ ભાડામાં મોટો ઉછાળો નોંધાયો હતો. તેમજ IPLની ફાઈનલ મેચના કારણે એસજી હાઈવે, મોટેરા, ચાંદખેડા અને ગાંધીનગર વિસ્તારની હોટલોની સૌથી વધારે ડિમાન્ડ જોવા મળી રહી છે. તમામ 20000 રૂમ બુક થઈ જાય તેવો અંદાજ અત્યારે અમદાવાદની હોટલમાં કુલ 20 હજાર જેટલા રૂમ ઉપલબ્ધ છે. જો કે IPLની ફાઈનલ મેચના કારણે તમામ રૂમ બુક થઈ જાય તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. અત્યારે 200 જેટલી 3 સ્ટાર અને 5 સ્ટાર હોટલ છે. પરંતુ આગામી સમયમાં ઓલિમ્પિક ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવાની તૈયારીઓ ચાલી રહી છે. જેના કારણે આગામી સમયમાં હોટલોની સંખ્યા ડબલ થઈ જાય તો નવાઈ નહીં. અત્યારથી જ મોટાભાગની હોટલના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. જે હોટલના ભાવ 8થી 10 હજાર સુધી રહેતા હતા તે હોટલના ભાવ અત્યારે 25થી 30 હજારને પર પહોંચી ગયા છે. ‘હોટલ ઉદ્યોગને ઘણો મોટો ફાયદો થવાનો’ હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ જણાવ્યું હતું કે,છેલ્લા ઘણા સમયથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઘણી મોટી મોટી મેચ રમાઈ રહી છે. તેમજ હવે આગામી દિવસમાં IPLની ફાઈનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. પહેલા બેંગાલુરુમાં IPLની ફાઈનલ મેચ રમવાની હતી. જો કે હવે તેને શિફ્ટ કરીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ખસેડી છે. જેના કારણે અમદાવાદના હોટેલ ઉદ્યોગને ઘણો મોટો ફાયદો થવાનો છે. ટુરિઝમ ઇન્ડસ્ટ્રીને પણ ઘણો મોટો ફાયદો ફાઇનલ મેચના કારણે થવાનો છે. અત્યારે વેકેશનના કારણે યંગસ્ટરને મેચ જોવાનો ક્રેઝ વધારે હોય છે. ‘હોટેલના રૂમના ભાવમાં અંદાજે 20 ટકા જેટલો વધારો થઈ શકે’ હોટેલ ઇન્ડસ્ટ્રીને કેટલો ફાયદો થશે તેને લઈને નરેન્દ્ર સોમાણીએ જણાવ્યું હતું કે, જેથી આ વખતે વેકેશનમાં કારણે મોટી સંખ્યામાં લોકો મેચ જોવા માટે આવશે. જેથી 150થી 200 કરોડનો વધારાનો નફો હોટલ ઇન્ડસ્ટ્રીને થઈ શકે છે. અત્યારે અમદાવાદના હોસ્ટેલ ઇન્ડસ્ટ્રી માટે ઓફ સિઝન ચાલે છે. કઈ ટીમ ફાઈનલમાં આવે છે તેના આધારે હોટલના રૂમના ભાડામાં વધારો થઈ શકે છે. રૂટિન ભાવ કરતા હોટેલના રૂમના ભાવમાં અંદાજે 20 ટકા જેટલો વધારો થઈ શકે છે. કારણ કે જે પણ લોકો મેચ જોવા આવશે તે લોકો એક દિવસ હોટલમાં રોકવાના છે. જેથી તેનો ફાયદો હોટલ ઇન્ડસ્ટ્રીને થતો હોય છે. 'આગામી સમયમાં અત્યારે જેટલી હોટલ છે તેનાથી ડબલ થઈ જશે' વધુમાં નરેન્દ્ર સોમાણીએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક ગેમ્સ અમદાવાદમાં યોજાવાની તૈયારીઓ ચાલી રહી છે. જેના કારણે અમદાવાદમાં અનેક નવી હોટલો ખુલી શકે છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મોટી મોટી મેચ રમાતી હોવાથી નવી નવી બ્રાન્ડ પણ હોટલ શરૂ કરવા માટેની તૈયારીઓ કરી રહી છે. અત્યારે જેટલી હોટલ છે તેના કરતા ડબલ હોટલ અને રૂમની કેપિસિટી થઈ જવાની છે. હોટેલ ઇન્ડસ્ટ્રીને ફાયદો થતો હોવાથી બીજી મોટી મોટી કંપનીઓ પણ હોટલ શરૂ કરી શકે છે. શહેરમાં સ્પોર્ટ્સ અને કોન્સર્ટ ઇકોનોમીથી જબરો ફાયદો IPL ફાઈનલ “વીકએન્ડ ફેસ્ટિવલ” બની જવાનું છે. અમદાવાદ માટે IPL ફાઈનલ હવે માત્ર રમતગમતની ઇવેન્ટ નથી રહી, પરંતુ “ઈકોનોમિક એન્જિન” બની ગઈ છે. કોલ્ડ પ્લે કોન્સર્ટથી લઈને વર્લ્ડ કપ ફાઈનલ સુધીની ઇવેન્ટ્સે સાબિત કર્યું છે કે મોટી ઇવેન્ટ્સ શહેરની અર્થવ્યવસ્થાને સીધો ફાયદો પહોંચાડે છે. IPL ફાઈનલના કારણે હજારો લોકોને ટેમ્પરરી રોજગારી મળશે. જ્યારે હોટલ ઇન્ડસ્ટ્રી માટે કમાણીની મોટી તક ઉભી થશે. જેના કારણે હોટલના ભાવમાં પણ 15થી 20 ટકા સુધીનો વધારો થઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    નેતાજીએ સંતાઈને હાર પહેરી લીધો:કોંગ્રેસના યુવા નેતાઓની ટિંગાટોળીમાં પોલીસની બરાબર કસરત થઈ; પહેલા જ દિવસે મહાનગરોના મેયર એક્શનમાં
    Next Article
    ભાસ્કર એક્સક્લુઝિવ:જૂનાગઢ જિલ્લામાં 155 એચટાટ આચાર્યોને 720 શાળાની જવાબદારી સોંપાઇ, એક વચ્ચે 4 શાળા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment