Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુઝિવ:જૂનાગઢ જિલ્લામાં 155 એચટાટ આચાર્યોને 720 શાળાની જવાબદારી સોંપાઇ, એક વચ્ચે 4 શાળા

    12 hours ago

    ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો જેમાં પ્રાથમિક શિક્ષણ ધો 1 થી 8 માં કામ કરતાં આચાર્ય કે જે એચ ટાટ તરીકે કામ કરે છે તેમણે આજુબાજુની 10 કીમી ત્રિજીયામાં આવતી શાળાઓના આચાર્ય તરીકે વધારાનો ચાર્જ આપવા આદેશ કરાયો છે. આથી ગુજરાત ભરમાં શૈક્ષિક મહાસંઘના મુખ્ય શિક્ષક મહાસંઘ દ્વારા શિક્ષણ વિભાગના વધારાનો ચાર્જ સોંપવા અંગે આ નિર્ણયનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. અને શિક્ષણમાં અને શિક્ષકને પડતી મુશ્કેલીઓ અંગે વિવિધ મુદ્દાઓનો ઉલ્લેખ કરી ચેતવણી સાથે જો આ પરિપત્ર રદ નહીં થાય તો ગુજરાત શિક્ષણની વ્યવસ્થા 10 વર્ષ પાછળ ધકેલાઇ જશે તેવી ચિંતા વ્યકત કરવામાં આવી છે. આવેદનપત્રમાં રજૂ કરાયેલાં મુખ્ય મુદ્દાઓ જોઈએ તો મુખ્ય શિક્ષકોને પોતાની શાળા ઉપરાંત આજુબાજુના 10 કીમી વધારાનો ચાર્જ સોંપવાની શિક્ષણ ઉપર શું અસર પડશે તે અંગે વહીવટી બોજમાં અસહ્ય વધારો થવો, ઓનલાઇન કામગીરીમાં મુશ્કેલી ઉભી થવી, ભૌતિક હાજરી અશક્ય અને પડકારજનક, સમય અને શક્તિનો બગાડ થયો, મહિલા આચાર્યો માટે સુરક્ષા અવરજવર કરવા અગવડતાં પડવી જેવા કારણો જણાવી શિક્ષણ વ્યવસ્થા પાછળ ધકેલાશે તેવી ભીતિ વ્યકત કરવામાં આવી છે. આમ આચાર્યોની ઘટ હોવા છતાં એક આચાર્યને સરારાશ ચાર થી પાંચ શાળાની જવાબદારી આપવામાં આવતા જેની સીધી અસર શિક્ષણ પર થઈ શકે છે. જિલ્લા શાળા, શિક્ષકોની સ્થિતિ મુખ્ય‎ શિક્ષક શૈક્ષણિક મહાસંઘના જિલ્લા અધ્યક્ષ રાજુભાઈ સુત્રેજાના જણાવ્યાં અનુસાર જુનાગઢ જીલ્લામાં 720 સરકારી પ્રાથમિક શાળા આવેલી છે. આ શાળામાં 3600 શિક્ષકો કાર્યરત છે 160 શિક્ષકોની આસપાસ ઘટ છે જેમાં 155 ની આસપાસ એચ ટાટ આચાર્યો છે જે 155 શાળાઓમાં ફરજ પર છે. પરિપત્ર કાયમી રદ કરવો જોઈએ‎ આચાર્યોને પોતાની શાળા ઉપરાંત વધારાની શાળાની જવાબદારી સોંપવાથી શિક્ષણ પર ગંભીર અસર પડશે તેવી ચિંતા વ્યક્ત કરી બિનજરૂરી પરિપત્ર રદ કરવા જુનાગઢ જીલ્લા મુ. શિ. શૈક્ષિક મહાસંઘે ક્લેક્ટરને આવેદન આપી આ રજૂઆતને ઉચ્ચકક્ષાએ પહોંચાડવા અપીલ કરી છે. શિક્ષકોની ફરજો અંગે‎ આરટીઇ એક્ટ શું કહે છે ?‎ મુખ્ય શિક્ષકે શાળાના રોજીદા કામનું સંચાલન અને શૈક્ષણિક આયોજન કરવાનું થતું હોય તેમજ શાળાની નિયમિતતા અને જાળવવાની જવાબદારી હોય છે જો એક જ આચાર્ય બે કે ત્રણ શાળાનો ચાર્જ સંભાળે તો તે કલમ 24 હેઠળ પોતાની ફરજો યોગ્ય પાલન કરી શકતા નથી જેથી શિક્ષણના સ્તર પર સીધી અસર કરે છે તેથી આરટીઇ કલમનું ઉલ્લંઘન ગણી શકાય શિક્ષકો જિલ્લા કલેકટર પાસે પહોંચ્યા, આવેદન અપાયુ. તસ્વીર. પ્રવિણ કરંગીયા
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં IPL ફાઇનલ ફિવર, હોટલ-ફ્લાઇટના ભાડાંએ ભૂક્કા બોલાવ્યા:નાઇટ સ્ટે માટે 36000 ચૂકવવા તૈયાર, ફ્લાઇટના ભાડાં 35000 સુધી વધ્યા, હોટલ ઉદ્યોગને 200 કરોડનો નફો થશે
    Next Article
    20 लीड स्टार के साथ काम कर चुके हैं धर्मेंद्र, लेकिन कपूर फैमिली के इन दो सितारों के साथ कभी नहीं किया काम

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment