Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટિમ ડેવિડ IPL 2027ની પહેલી મેચમાંથી સસ્પેન્ડ થયો:ફાઈનલમાં અમ્પાયર તરફ આઇસ બેગ ફેંક્યું હતું; 50% મેચ ફી પણ કપાઈ

    1 week ago

    રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ના બેટર ટિમ ડેવિડને IPL 2027ની પ્રથમ મેચમાંથી સસ્પેન્ડ કર્યો છે. IPL 2026 ફાઈનલમાં ગુજરાત ટાઇટન્સ સામેની મેચ દરમિયાન આચારસંહિતાના ઉલ્લંઘન બદલ તેના પર 50% મેચ ફીનો દંડ પણ ફટકાર્યો છે. અમ્પાયર નિતિન પર આઇસ બેગ ફેંક્યું ડેવિડે ગુજરાતની ઇનિંગ્સની 10મી ઓવર દરમિયાન અમ્પાયર નિતિન મેનન તરફ આઇસ બેગ ફેંક્યું હતું. આ ઘટનાને IPL આચારસંહિતાના લેવલ-1 ઉલ્લંઘન હેઠળ ગણવામાં આવી હતી. 5 ડિમેરિટ પોઇન્ટ થયા ડેવિડને આ મામલે બે ડિમેરિટ પોઇન્ટ પણ આપ્યા હતા. આ સાથે IPL 2026 સીઝનમાં તેમના કુલ ડિમેરિટ પોઇન્ટ પાંચ થઈ ગયા. નિયમો અનુસાર, પાંચ ડિમેરિટ પોઇન્ટ થવા પર ખેલાડીને આગામી સીઝનની પ્રથમ મેચમાં સસ્પેન્ડ કરવામાં આવે છે. આ પહેલા પણ ડેવિડ બે વાર લેવલ-1નું ઉલ્લંઘન કરી ચૂક્યો હતો. તેમણે મેચ નંબર 20માં પહેલું ઉલ્લંઘન કર્યું હતું, જેના માટે તેને એક ડિમેરિટ પોઇન્ટ મળ્યો હતો. ત્યારબાદ મેચ નંબર 54માં બીજું ઉલ્લંઘન થયું, જેમાં તેને બે ડિમેરિટ પોઇન્ટ આપ્યા હતા. કલમ 2.9 હેઠળ સજા IPLની આચારસંહિતાની કલમ 2.9 હેઠળ આ ઉલ્લંઘન નોંધવામાં આવ્યું હતું. આ નિયમ મેચ દરમિયાન કોઈ ખેલાડી, ટીમ અધિકારી, અમ્પાયર, મેચ રેફરી અથવા અન્ય કોઈ વ્યક્તિ તરફ અયોગ્ય અથવા ખતરનાક રીતે બોલ અથવા ક્રિકેટ સાધનો જેવી કોઈ વસ્તુ ફેંકવા સાથે સંબંધિત છે. આ જ કારણોસર ડેવિડ IPL 2027માં RCBની પ્રથમ મેચમાં રમી શકશે નહીં. જો તે આગામી સીઝનમાં અન્ય કોઈ ફ્રેન્ચાઈઝીનો ભાગ બને છે, તો તે ટીમ માટે તેની પ્રથમ મેચ સસ્પેન્શન હેઠળ ચૂકી જશે. ડેવિડે સીઝનમાં 305 રન બનાવ્યા બેંગલુરુના ફિનિશર ટિમ ડેવિડે IPL 2026માં 16 મેચમાં 305 રન બનાવ્યા. તેની સરેરાશ 33.89 અને સ્ટ્રાઈક રેટ 188.27 રહ્યો. તેણે એક અડધી સદી ફટકારી, જેમાં અણનમ 70 રન તેની શ્રેષ્ઠ ઇનિંગ્સ રહી. સીઝનમાં ડેવિડે 22 ચોગ્ગા અને 23 છગ્ગા ફટકાર્યા. ડેવિડે અત્યાર સુધીમાં 66 IPL મેચમાં 1151 રન બનાવ્યા છે. તેની સરેરાશ 32.89 અને સ્ટ્રાઈક રેટ 177.08 છે. તેણે 2 અડધી સદી ફટકારી છે. બેંગલુરુએ સતત બીજી વખત ટાઇટલ જીત્યું રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) એ સતત બીજી વખત IPL જીત્યો. ટીમે રવિવારે ફાઈનલમાં ગુજરાત ટાઇટન્સને 5 વિકેટે હરાવ્યું. વિરાટ કોહલીએ 18મી ઓવરના છેલ્લા બોલ પર છગ્ગો ફટકારી ટીમને જીત અપાવી. કોહલી 75 રન બનાવી અણનમ રહ્યો. વિરાટને પ્લેયર ઑફ ધ મેચ તરીકે પસંદ કર્યો હતો. ટિમ ડેવિડે 17 બોલમાં 24 રન બનાવ્યા. તેણે 3 ચોગ્ગા અને એક છગ્ગો પણ ફટકાર્યો. ડેવિડને અરશદ ખાને જોશ હેઝલવુડના હાથે કેચ આઉટ કરાવ્યો.
    Click here to Read More
    Previous Article
    With new AI chip for computers, how Nvidia is now directly challenging Apple, Intel
    Next Article
    અમદાવાદમાં 120 કિલો ચાંદી, 700 ગ્રામ સોનુ ઝડપાયું:સ્ટેટ જીએસટીએ 3 કિલો જેટલા કિંમતી પથ્થરો સહિત 4.25 કરોડનો જથ્થો જપ્ત કર્યો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment