Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોલકાતાએ IPL 2026ની પહેલી સુપર ઓવર જીતી:નારાયણે લખનઉને એક રન જ બનાવવા દીધો; રિંકુએ 83 રન બનાવવાની સાથે 5 કેચ પકડ્યા

    1 day ago

    કોલકાતા નાઈટ રાઈડર્સે IPL 2026ની પહેલા સુપર ઓવર મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સને હરાવીને રોમાંચક જીત નોંધાવી. એકાના સ્ટેડિયમમાં પહેલા બેટિંગ કરતા કોલકાતાએ 20 ઓવરમાં 7 વિકેટે 155 રન બનાવ્યા. જવાબમાં લખનઉએ પણ 20 ઓવરમાં 8 વિકેટે 155 રન બનાવીને મેચ ટાઈ કરી દીધી. છેલ્લા બોલ પર મોહમ્મદ શમીએ છગ્ગો ફટકારીને મેચને બરાબરી પર લાવી દીધી. સુપર ઓવરમાં કોલકાતા તરફથી સુનીલ નારાયણે શાનદાર બોલિંગ કરતા લખનઉને માત્ર 1 રન પર રોકી દીધું અને બે વિકેટ પણ ઝડપી. આના જવાબમાં કોલકાતા તરફથી રિંકુ સિંહે પહેલા જ બોલે ચોગ્ગો ફટકારીને જીત અપાવી દીધી. આ મેચમાં રિંકુ સિંહે 51 બોલ પર 83 રનની ઇનિંગ રમી. તેણે ફિલ્ડિંગમાં પણ કમાલ કરી અને 5 કેચ પકડ્યા. બન્ને ટીમની પ્લેઇંગ-11 લખનઉ સુપર જાયન્ટ્સ (LSG): એડન માર્કરમ, મિચેલ માર્શ, રિષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), નિકોલસ પૂરન, આયુષ બદોની, મુકુલ ચૌધરી, જ્યોર્જ લિન્ડે, મોહમ્મદ શમી, પ્રિન્સ યાદવ, દિગ્વેશ સિંહ રાઠી અને મોહસીન ખાન. ઇમ્પેક્ટ પ્લેયર્સ: હિંમત સિંહ. કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR): અજિંક્ય રહાણે (કેપ્ટન), ટિમ સેફર્ટ (વિકેટકીપર), કેમરૂન ગ્રીન, અંગક્રિશ રઘુવંશી, રોવમેન પોવેલ, રિંકુ સિંહ, સુનીલ નારાયણ, રમણદીપ સિંહ, અનુકુલ રોય, વૈભવ અરોરા અને કાર્તિક ત્યાગી. ઇમ્પેક્ટ પ્લેયર: વરુણ ચક્રવર્તી.
    Click here to Read More
    Previous Article
    LSG vs KKR IPL 2026 LIVE Score: Rinku, Narine dominate Super Over, Kolkata beat Lucknow in thriller
    Next Article
    ભાવનગર મનપાની 52 સીટ માટે 54.86 ટકા મતદાન:જાણો વોર્ડ વાઇઝ વોટિંગ, પહેલીવાર વોટિંગ કરનારી ક્રિશાએ કહ્યું-હું એક્સાઇટેડ છું

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment