Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર મનપાની 52 સીટ માટે 54.86 ટકા મતદાન:જાણો વોર્ડ વાઇઝ વોટિંગ, પહેલીવાર વોટિંગ કરનારી ક્રિશાએ કહ્યું-હું એક્સાઇટેડ છું

    1 day ago

    ભાવનગર મહાનગરપાલિકાની 13 વોર્ડની ૫૨ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં લોકશાહીનો ઉત્સવ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો છે. સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી ચાલેલી આ પ્રક્રિયા દરમિયાન કોઈ પણ અનિચ્છનીય બનાવ બન્યા વગર સરેરાશ 54.86 ટકા મતદાન નોંધાયું છે, જે છેલ્લા 15 વર્ષમાં સૌથી વધુ હોવાનું મનાઈ રહ્યું છે. ચુસ્ત બંદોબસ્ત અને મતદાન પ્રક્રિયા શહેરના તમામ સંવેદનશીલ વિસ્તારો સહિતના તમામ મતદાન મથકો પર વહીવટી તંત્ર અને પોલીસના લોખંડી બંદોબસ્ત હેઠળ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન પૂર્ણ થયા બાદ ચૂંટણી પંચના નિયમો અનુસાર, દરેક મતદાન મથક પર પ્રિસાઇડીંગ ઓફિસર અને વિવિધ રાજકીય પક્ષોના એજન્ટોની પ્રત્યક્ષ હાજરીમાં EVM મશીનોને સીલ કરવામાં આવ્યા હતા. આ મશીનોને કડક સુરક્ષા હેઠળ નિયત સ્ટ્રોંગ રૂમ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં રાઉન્ડ ધ ક્લોક પોલીસ પહેરો તૈનાત રહેશે. મહત્વપૂર્ણ આંકડા: ચૂંટણીના જંગમાં ઝંપલાવનાર કુલ 150 જેટલા ઉમેદવારોના ભાવિનો ફેંસલો આગામી 28મી તારીખે હાથ ધરવામાં આવનાર મતગણતરી બાદ થશે. વહીવટી તંત્ર દ્વારા હવે મતગણતરીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. 28મીએ સ્પષ્ટ થશે કે, ભાવનગરની જનતાએ આગામી પાંચ વર્ષ માટે કોના શિરે વિજયનો તાજ પહેરાવ્યો છે. કેબિનેટ મંત્રી જીતુ વાઘણીએ પરિવાર તેમજ સોસાયટીના રહીશો સાથે ઢોલ નગારા સાથે વાજતે-ગાજતે મતદાન કર્યું. ‘હું બહુ એક્સાઇટેડ છું અને આમ સારું અનુભવું છું’ પહેલીવાર જ મતદાન કરનારી ક્રિશાએ દિવ્યભાસ્કર સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે,હું અહીં ઇસ્કોન મેગા સિટીમાં રહું છું. આ વખતે પહેલી વાર હું મત દેવા માટે આવી છું. તો અહીંયા ઘણો સારો વિકાસ થયો છે અને હું એનાથી પ્રભાવિત થઈ છું. અને આ વખતે હું એ લોકોને જ સપોર્ટ કરીશ જે આ વિકાસ યાત્રાને આગળ વધારે છે. હું બહુ એક્સાઇટેડ છું અને આમ સારું અનુભવું છું. લોકો ને પણ અપીલ કરું છુ કે મત દેવો તમારો અધિકાર છે, તમારે એનો યુઝ કરવો જોઈએ, હંમેશા પોતે મતદાન કરવું જ જોઈએ એવું હું કહેવા માંગીશ. સાસુ પથારીવશ હોવા છતાં ડો. ટ્વિંકલ નાકરાણીએ વોટિંગ કરી જણાવ્યું હતું કે, આજના દિવસે જ્યારે મતદાન આપવાનો આપણને મોકો મળ્યો છે, ત્યારે મારા મતદાનના અધિકારનો ઉપયોગ કરીને એક યોગ્ય ઉમેદવાર ને મત આપ્યો છે અને મારી દરેક મહિલાઓને અપીલ છે. હા, આપણને ખૂબ બધા કામો હોય છે, ખૂબ બધી જવાબદારી હોય છે. મારે પણ અત્યારે એવું છે કે મારા સાસુ થોડા પથારીવશ છે, તેમ છતાં હું પાંચ મિનિટનો સમય કાઢીને અહીંયા મત આપવા માટે આવી હતી. શહેરનો વિકાસ થાય, આપણા એરિયાનો વિકાસ થાય, સોસાયટીનો વિકાસ થાય અને ભાવનગરનો વિકાસ થાય એ માટેનો આપણે ફરજ આપણી જે નિભાવવાની છે, એમાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી પેટે આપણે કરીએ. અને આજે જ્યારે હીટવેવની આગાહી છે તે છતાં અહીંયા ઈસ્કોન મેગાસિટીની કમ્યુનિટી હોલમાં સરસ મજાના એસી હોલની અંદર પ્રથમ વખત એક મથક આપવામાં આવ્યું છે. તો એનો પણ આપણે લાભ લઈએ અને ખૂબ સરળતાથી હું પાંચ જ મિનિટની અંદર વોટ આપીને અત્યારે નીકળી રહી છું. અને મારી બંને જગ્યાની ફરજ હું નિભાવી શકીશ. તો એના માટે હું દરેકની આભારી છું. 52 બેઠકો માટે 150 ઉમેદવારો ભાવનગર મહાનગરપાલિકાની 52 બેઠકો માટે 150 ઉમેદવારો, જિલ્લા પંચાયતની કુલ 40 બેઠકો માટે 136 ઉમેદવારો, તાલુકા પંચાયતની કુલ 206 બેઠકો માટે 643 ઉમેદવારો, મહુવા નગરપાલિકાની 32 બેઠકો માટે 75 ઉમેદવારો, પાલીતાણા નગરપાલિકાની 26 બેઠકો માટે 65 ઉમેદવારો, વલ્લભીપુર નગરપાલિકાની 20 બેઠકો માટે 49 ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે નગરપાલિકાની મહુવા-6, પાલીતાણા - 8, વલ્લભીપુર - 4 એમ કુલ 18 બેઠકો અને તાલુકા પંચાયતની કુલ 4 ( તલગાજરડા, શેવડીવદર, ઉંડવી, નેસડા) બિનહરીફ થઈ છે. 3800થી વધુ પોલીસ સ્ટાફ તૈનાત મતદાન મથકોની સંખ્યા 1984 છે. જેમાં સંવેદનશીલ મતદાન અને અતિસંવેદનશીલ મતદાન મથકો 552 છે, ચૂંટણી પ્રક્રિયામાં 4400 બી.યુ. અને 3735 સી.યુ.નો ઉપયોગ થશે અને આશરે 10,742 જેટલા પોલિંગ સ્ટાફ ચૂંટણી પ્રક્રિયામાં ફરજ બજાવશે. આ ઉપરાંત આશરે 3800થી વધુ પોલીસ સ્ટાફ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ફરજ બજાવશે. ત્રણ નગરપાલિકામાં 8 સીટ બિન હરીફ જ્યારે ત્રણ નગરપાલિકાઓમાં મહુવા, પાલિતાણા અને વલ્લભીપુર નગરપાલિકા અંતર્ગત કુલ 78 બેઠકો છે. જે પૈકી 6-મહુવા નગરપાલિકા, 8-પાલિતાણા અને 7-વલ્લભીપુર આમ, કુલ 18 બેઠકો બિનહરીફ થયેલી છે.
    Click here to Read More
    Previous Article
    કોલકાતાએ IPL 2026ની પહેલી સુપર ઓવર જીતી:નારાયણે લખનઉને એક રન જ બનાવવા દીધો; રિંકુએ 83 રન બનાવવાની સાથે 5 કેચ પકડ્યા
    Next Article
    Sthanik Swaraj Election 2026 | ગરમીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ દ્વારા વિશેષ વ્યવસ્થા | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment