Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPL 2026માં પંજાબને પહેલી હાર મળી:રાજસ્થાને 6 વિકેટથી હરાવ્યું, જયસ્વાલ-ફરેરાની ફિફ્ટી, વૈભવ સૂર્યવંશીએ 16 બોલમાં 43 રન બનાવ્યા

    22 hours ago

    પંજાબ કિંગ્સને મંગળવારે IPL સીઝનની પહેલી હારનો સામનો કરવો પડ્યો હતો. રાજસ્થાન રોયલ્સે તેમને 6 વિકેટથી હરાવ્યા હતા. ન્યૂ ચંદીગઢના મહારાજા યાદવેન્દ્ર સિંહ સ્ટેડિયમમાં રાજસ્થાને 19.2 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. ટૉસ હારતા પહેલી બેટિંગ કરતા પંજાબની ટીમે 20 ઓવરમાં 4 વિકેટના નુકસાને 222 રન બનાવ્યા હતા. જયસ્વાલ-ફરેરાની ફિફ્ટી, વૈભવે 43 રન બનાવ્યા 223 રનના ટાર્ગેટને ચેઝ કરતા રાજસ્થાને પાવરપ્લેમાં જ 84 રન બનાવી લીધા હતા. વૈભવ સૂર્યવંશી અને યશસ્વી જયસ્વાલની ઓપનિંગ જોડીએ ફિફ્ટી પાર્ટનરશિપ કરી હતી. વૈભવે 16 બોલમાં 3 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 43 રન બનાવ્યા હતા, જ્યારે જયસ્વાલ 27 બોલમાં 51 રન બનાવીને આઉટ થયો હતો. ડોનેવાન ફરેરાએ 52 અને શુભમ દુબેએ 31 રનની અણનમ ઇનિંગ્સ રમી હતી. આ બંને વચ્ચે પણ 50+ રનની પાર્ટનરશિપ નોંધાઈ હતી. બન્ને ટીમની પ્લેઇંગ-11 પંજાબ કિંગ્સ (PBKS): પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), પ્રિયાંશ આર્ય, શ્રેયસ અય્યર (કેપ્ટન), કૂપર કોનોલી, સૂર્યાંશ શેડગે, નેહલ વાઢેરા, માર્કસ સ્ટોઇનિસ, માર્કો યાન્સેન, લોકી ફર્ગ્યુસન, અર્શદીપ સિંહ અને યુઝવેન્દ્ર ચહલ. ઇમ્પેક્ટ પ્લેયર: હરપ્રીત બરાર. રાજસ્થાન રોયલ્સ (RR): વૈભવ સૂર્યવંશી, યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિયાન પરાગ (કેપ્ટન), ડોનોવન ફરેરા, રવીન્દ્ર જાડેજા, દાસુન શનાકા, જોફ્રા આર્ચર, નાન્દ્રે બર્ગર, બ્રિજેશ શર્મા અને યશ રાજ પુંજા. ઇમ્પેક્ટ પ્લેયર: શુભમ દુબે.
    Click here to Read More
    Previous Article
    Noida court denies anticipatory bail to former GBU registrar in Rs 5 crore fraud case
    Next Article
    કડોદરા નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ:ભાજપે 25 બેઠકો પર જીત મેળવી, અન્યને 3 બેઠકો મળી, જુઓ વિજેતાના ફોટો સાથેનું લિસ્ટ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment