Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સનરાઇઝર્સ હૈદરાબાદના ઓલરાઉન્ડર જેક એડવર્ડ્સ IPL 2026માંથી બહાર:પગની ઈજાને કારણે રમી શકશે નહીં; 28 માર્ચે પ્રથમ મેચ

    6 days ago

    ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની શરૂઆત પહેલા સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ઓસ્ટ્રેલિયાના ઉભરતા સીમ-બોલિંગ ઓલરાઉન્ડર જેક એડવર્ડ્સ પગની ઈજાને કારણે આખી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. 25 વર્ષીય એડવર્ડ્સને હૈદરાબાદે ગત ઓક્શનમાં 3 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ સીઝનમાં એડવર્ડ્સ પોતાનું IPL ડેબ્યૂ કરવાનો હતો. પરંતુ હવે તેને આ માટે આવતા વર્ષ સુધી રાહ જોવી પડશે. તે 2025ના ઓક્શનમાં ખરીદાયેલો એકમાત્ર અનકેપ્ડ (જેણે આંતરરાષ્ટ્રીય મેચ ન રમી હોય) વિદેશી ખેલાડી હતો. જોકે, ઓક્શન પછી તેણે ઓસ્ટ્રેલિયા માટે પોતાનું આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કરી લીધું હતું. BBLમાં શાનદાર પ્રદર્શન બાદ મળી હતી જગ્યા જેક એડવર્ડ્સે બિગ બેશ લીગ (BBL) 2025-26ની સીઝનમાં સિડની સિક્સર્સ માટે જબરદસ્ત રમત બતાવી હતી. તેણે 13 મેચમાં 19 વિકેટ ઝડપી હતી અને 133 રન બનાવ્યા હતા. આ જ પ્રદર્શનના આધારે તેને IPL ઓક્શનમાં મોટી રકમ મળી હતી. BBL ફાઇનલના ચાર દિવસ પછી જ તેણે પર્થમાં પાકિસ્તાન સામે પોતાની T-20 ઇન્ટરનેશનલ ડેબ્યૂ કરી હતી. જોકે, તે મેચ તેના માટે ખાસ રહી ન હતી અને તેણે 2 ઓવરમાં 25 રન આપ્યા હતા અને બેટથી માત્ર 5 રન બનાવી શક્યો હતો. કમિન્સની ગેરહાજરીમાં ઈશાન કિશન સંભાળશે કમાન એડવર્ડ્સનું બહાર થવું હૈદરાબાદ માટે બેવડી મુસીબત જેવું છે. ટીમનો નિયમિત કેપ્ટન પેટ કમિન્સ પણ શરૂઆતી મેચમાં ઉપલબ્ધ રહેશે નહીં. કમિન્સ પોતાની કમરની ઈજામાંથી સાજો થઈ રહ્યા છે. તેની ગેરહાજરીમાં ટીમ મેનેજમેન્ટે ભારતીય વિકેટકીપર બેટર ઈશાન કિશનને કપ્તાની સોંપી છે. ઈશાન કિશન આ સીઝનમાં હૈદરાબાદની કમાન સંભાળતા જોવા મળશે. 28 માર્ચે RCB સામે થશે પહેલો મુકાબલો સનરાઇઝર્સ હૈદરાબાદ પોતાના અભિયાનની શરૂઆત 28 માર્ચે કરશે. સીઝનની પહેલી જ મેચમાં તેમનો સામનો ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સામે થશે. આ મેચ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. ટીમ હવે જેક એડવર્ડ્સના રિપ્લેસમેન્ટની શોધ કરી રહી છે, જેની જાહેરાત જલ્દી કરી શકાય છે. ઈજાગ્રસ્ત ઓસ્ટ્રેલિયન ઝડપી બોલરોની યાદી લાંબી થઈ જેક એડવર્ડ્સની ઈજાએ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ (CA)ની પણ ચિંતા વધારી દીધી છે. IPL 2026 પહેલાં ઓસ્ટ્રેલિયાના ઘણા મુખ્ય ઝડપી બોલરો ઈજાથી ઝઝૂમી રહ્યા છે. એડવર્ડ્સ પહેલાં પેટ કમિન્સ, જોશ હેઝલવુડ, મિચેલ સ્ટાર્ક અને નાથન એલિસ પણ ઈજાના કારણે IPLની આ સીઝનમાંથી કાં તો સંપૂર્ણપણે બહાર થઈ ગયા છે અથવા શરૂઆતની મેચ માટે ઉપલબ્ધ રહેશે નહીં. પેટ કમિન્સ પણ આ જ યાદીનો ભાગ છે.
    Click here to Read More
    Previous Article
    Assam Election 2026: BJP या Congress कौन मजबूत, Full Analysis । Himanta Biswa Sarma । Gaurav Gogoi
    Next Article
    ભારત 2028માં વર્લ્ડ ઇન્ડોર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની યજમાની કરશે:એશિયાનો ચોથો દેશ બનશે, ભુવનેશ્વરમાં આયોજન થશે; હજુ સુધી મેડલ નથી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment