Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPL 2026 પહેલાં રાજસ્થાન રોયલ્સ 15,000 કરોડમાં વેચાઈ:અત્યાર સુધીની સૌથી મોટી ડીલ, ભારતીય મૂળના અમેરિકી બિઝનેસમેને ખરીદી

    3 days ago

    રાજસ્થાન રોયલ્સ 1.63 બિલિયન ડોલર એટલે કે લગભગ 15,289 કરોડ રૂપિયાની રેકોર્ડ બોલી સાથે વેચાઈ ગઈ છે. આ સાથે રાજસ્થાન IPLની સૌથી મોંઘી ટીમ બની ગઈ છે. ભારતીય મૂળના અમેરિકી બિઝનેસમેન કાલ સોમાણી અને તેમના કન્સોર્ટિયમે ફ્રેન્ચાઇઝી માટે આ સૌથી મોટી બોલી લગાવી છે, જેને મંજૂર કરી લેવામાં આવી છે. રાજસ્થાને લખનઉ સુપર જાયન્ટ્સનો રેકોર્ડ તોડ્યો. લખનઉને સંજીવ ગોયનકાના RPSG ગ્રુપે 2021માં 7,090 કરોડની મોટી બોલી લગાવીને ખરીદી હતી. 24 ગણા વધુ ભાવે વેચાઈ RR 2008માં જ્યારે રાજસ્થાન રોયલ્સને ખરીદવામાં આવી હતી, ત્યારે તેની કિંમત માત્ર 67 મિલિયન ડોલર હતી, જે તે સમયે લગભગ ₹260-270 કરોડની આસપાસ થતી હતી. જો તે જ 67 મિલિયન ડોલરને આજની કિંમતમાં જોવામાં આવે, તો તે લગભગ ₹628 કરોડ થાય છે. હવે 2026માં આ જ ફ્રેન્ચાઇઝી લગભગ 1.63 બિલિયન ડોલર (લગભગ ₹15,289 કરોડ)માં વેચાઈ છે. એટલે કે, વર્તમાન કિંમતની સરખામણી 2008ની આજની કિંમત (₹628 કરોડ) સાથે કરીએ, તો રાજસ્થાન રોયલ્સની કિંમતમાં લગભગ 24 ગણો ઉછાળો આવ્યો છે. ચાર કંપનીઓ રેસમાં હતી રાજસ્થાન રોયલ્સની ફાઇનલ બિડિંગ રેસમાં ચાર મોટા ગ્રુપ સામેલ હતા. તેમાં આદિત્ય બિરલા ગ્રુપ, ટાઇમ્સ ઓફ ઇન્ડિયા ગ્રુપ અને કેપરી ગ્લોબલ પણ દાવેદારીમાં હતા. જોકે, આ બધાને પાછળ છોડીને કાલ સોમાણીના નેતૃત્વવાળા કન્સોર્ટિયમે આખરે આ બોલી જીતી લીધી. કાલ સોમાણી કોણ છે? કાલ સોમાણી ટેકનોલોજી અને રોકાણ જગતનું મોટું નામ છે. તેમણે એડ-ટેક, ડેટા પ્રાઇવસી, AI ગવર્નન્સ અને સ્પોર્ટ્સ ટેક જેવા ક્ષેત્રોમાં ઘણી વૈશ્વિક કંપનીઓ ઊભી કરી છે. આ ડીલ સાથે તેમનું રમતગમત જગતમાં રોકાણ વધુ મજબૂત બન્યું છે. સોમાણી 2021 થી ફ્રેન્ચાઇઝીમાં ઇન્વેસ્ટર છે કાલ સોમાણી પહેલાથી જ રાજસ્થાન રોયલ્સમાં ઇન્વેસ્ટર હતા. 2021માં તેમણે ફ્રેન્ચાઇઝીમાં એન્ટ્રી લીધી હતી. સોમાણીએ ત્યારે કહ્યું હતું- અમને આ રોકાણમાં ખૂબ મોટી સંભાવના દેખાઈ રહી છે અને અમે IPLના ભવિષ્યને લઈને ઉત્સાહિત છીએ. 2008માં ચેમ્પિયન બની હતી રાજસ્થાન શેન વોર્નની કેપ્ટનશીપમાં રાજસ્થાન રોયલ્સે IPLની પ્રથમ સીઝન 2008માં જીતી હતી. પરંતુ ત્યારબાદ ટીમનું પ્રદર્શન નીચે જવા લાગ્યું. ત્યારથી ટીમ માત્ર એકવાર 2022માં ફાઇનલમાં પહોંચી છે. ત્યારે ગુજરાત ટાઇટન્સ સામેની ફાઇનલ મેચમાં તેને હાર મળી. બે વર્ષ માટે બેન થઈ હતી RR રાજસ્થાન રોયલ્સને 2015માં સામે આવેલા સ્પોટ-ફિક્સિંગ કેસને કારણે 2 વર્ષ માટે પ્રતિબંધિત કરવામાં આવી હતી. તપાસ બાદ લોઢા સમિતિએ ટીમના સહ-માલિક રાજ કુંદ્રાને સટ્ટાબાજીનો દોષી ઠેરવ્યા હતા. તેને કારણે રાજસ્થાન રોયલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ બંનેને 2016 અને 2017ના IPL સીઝનમાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા. બાદમાં 2018માં રાજસ્થાન રોયલ્સે ફરીથી IPLમાં વાપસી કરી. ----------------------- સ્પોર્ટ્સના આ સમાચાર પણ વાંચો… ચિન્નાસ્વામી સ્ટેડિયમની 11 બેઠકો હંમેશા ખાલી રાખવામાં આવશે:સ્મારક પટ્ટિકા પણ લાગશે; RCB-કર્ણાટક ક્રિકેટ બોર્ડે ભાગદોડના મૃતકોને આપી અનોખી શ્રદ્ધાંજલિ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન (KSCA) એ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડમાં જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે ખાસ પહેલ કરી છે. વાસ્તવમાં, 4 જૂન 2025ના રોજ RCBની પ્રથમ IPL ટ્રોફી જીતના જશ્ન દરમિયાન સ્ટેડિયમની બહાર ભાગદોડ મચી ગઈ હતી, જેમાં 11 લોકોના મોત થયા હતા અને અન્ય ઘણા ઘાયલ થયા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર…
    Click here to Read More
    Previous Article
    2 India-bound LPG carriers cross Strait of Hormuz amid West Asia conflict, to hit shores soon
    Next Article
    'કાંતારા' વિવાદમાં રણવીર સિંહ બિનશરતી માફી માંગશે:મૈસુરના ચામુંડી મંદિરે જઈને માફી માંગવા તૈયાર; 10 એપ્રિલે કર્ણાટક હાઈકોર્ટમાં સોગંદનામું આપશે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment