Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બેન ડકેટે IPLમાંથી નામ પાછું ખેંચ્યું:2 વર્ષના પ્રતિબંધનો ખતરો, CSKએ એલિસની જગ્યાએ જોન્સનને સામેલ કર્યો

    12 hours ago

    ઇંગ્લેન્ડના બેટ્સમેન બેન ડકેટે IPL 2026માંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. ખરાબ ફોર્મ વચ્ચે પોતાની ટેસ્ટ કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે તેણે આ નિર્ણય લીધો. જોકે, છેલ્લી ઘડીએ હટી જવાને કારણે તેને IPLમાંથી બે વર્ષના પ્રતિબંધનો સામનો કરવો પડી શકે છે, કારણ કે ગયા વર્ષે ફ્રેન્ચાઇઝીઓએ આવા વિદેશી ખેલાડીઓ પર કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હતો. બીજી તરફ, ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) એ ઓસ્ટ્રેલિયાના ડાબા હાથના ફાસ્ટ બોલર સ્પેન્સર જોન્સનને ટીમમાં સામેલ કર્યો છે. તેને ઈજાગ્રસ્ત નાથન એલિસના સ્થાને રિપ્લેસમેન્ટ તરીકે 1.5 કરોડ રૂપિયાની બેઝ પ્રાઈસ પર સાઈન કરવામાં આવ્યો છે. એલિસ જૂની હેમસ્ટ્રિંગ ઈજાને કારણે આખી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. DC એ 2 કરોડમાં ખરીદ્યો હતો, પથુમ નિસાંકા તરફથી પડકાર મળી રહ્યો હતો ડિસેમ્બરમાં થયેલી હરાજીમાં દિલ્હી કેપિટલ્સે બેન ડકેટને 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ડકેટ પહેલીવાર IPL રમવાનો હતો, પરંતુ ટીમમાં વિદેશી ખેલાડીના સ્લોટ માટે તેને શ્રીલંકાના પથુમ નિસાંકા તરફથી સખત સ્પર્ધા મળી રહી હતી. પ્લેઇંગ ઇલેવનમાં જગ્યા પાકી ન હોવા અને ફોર્મના સંકટને જોતા તેણે ભારત આવવાને બદલે નોટિંગહામશાયર માટે કાઉન્ટી ચેમ્પિયનશિપ રમવાનો નિર્ણય કર્યો છે. ડકેટ બોલ્યો- દિલ્હીની માફી માંગુ છું, આ કારકિર્દી માટે જરૂરી હતું 31 વર્ષીય ડકેટે 'ધ ટેલિગ્રાફ' સાથેની વાતચીતમાં કહ્યું, 'આ ખૂબ જ મુશ્કેલ નિર્ણય હતો અને હું દિલ્હી કેપિટલ્સના તમામ લોકોની માફી માંગુ છું. જ્યારે મને ઓક્શનમાં પસંદ કરવામાં આવ્યો હતો, ત્યારે હું ખૂબ જ ઉત્સાહિત હતો. IPL દુનિયાની સૌથી મોટી લીગ છે, પરંતુ મેં મારી કારકિર્દી વિશે ઘણું વિચાર્યું અને મને લાગ્યું કે અત્યારે આ જ સાચો નિર્ણય છે. કદાચ 31 વર્ષની ઉંમરે મને ફરીથી તક મળવી મુશ્કેલ હશે, પરંતુ મને આશા છે કે હું ભવિષ્યમાં દિલ્હીનું પ્રતિનિધિત્વ કરી શકીશ.' જોન્સનને PSLમાંથી નામ પાછું ખેંચ્યું, હવે CSK સાથે નવી શરૂઆત સ્પેન્સર જોન્સને પાકિસ્તાન સુપર લીગ (PSL) 2026 માટે ક્વેટા ગ્લેડીયેટર્સ સાથે કરાર કર્યો હતો, પરંતુ ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલાં જ અંગત કારણો ટાંકીને તેણે પોતાનું નામ પાછું ખેંચી લીધું. હવે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) સાથે જોડાવું તેની કારકિર્દીની નવી શરૂઆત માનવામાં આવી રહ્યું છે. જોન્સન માટે ગયું વર્ષ મુશ્કેલ રહ્યું હતું જોન્સન 1.5 કરોડ રૂપિયામાં CSK સાથે જોડાયા છે. 30 વર્ષના આ ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલરે અત્યાર સુધીમાં 5 વનડે અને 8 T20 ઇન્ટરનેશનલ મેચ રમી છે. આ ઉપરાંત, તેઓ 71 T20 મેચોનો અનુભવ પણ ધરાવે છે. જોન્સન અગાઉ પણ IPLનો ભાગ રહી ચૂક્યા છે. તેઓ 2024માં ગુજરાત ટાઇટન્સ અને 2025માં કોલકાતા નાઇટ રાઇડર્સ માટે રમ્યા હતા. 2024ની સિઝનમાં તેમણે 5 મેચમાં 4 વિકેટ લીધી હતી, જ્યારે 2025માં 4 મેચમાં માત્ર 1 વિકેટ મેળવી શક્યા હતા. જોકે, ગત IPL પછી તેમને પીઠમાં ઇજા થઈ હતી, જેના કારણે તેઓ બિગ બેશ લીગ અને 2026 T20 વર્લ્ડકપમાંથી પણ બહાર રહ્યા હતા. વળી, ગયા વર્ષે IPLના મિની ઓક્શનમાં તેમને કોઈ ખરીદનાર મળ્યો ન હતો. નાથન એલિસને ઘરેલુ મેચ દરમિયાન ઈજા થઈ હતી નાથન એલિસને 11 માર્ચે ઓસ્ટ્રેલિયાના ઘરેલુ વન-ડે કપ ફાઇનલ દરમિયાન ઈજા થઈ હતી. તેમની જૂની હેમસ્ટ્રિંગ ઈજા ફરી ગંભીર બની ગઈ, જેના પછી ડોકટરોએ તેમને આરામ કરવાની સલાહ આપી છે. એલિસને CSK એ પાછલા ઓક્શન પહેલા 2 કરોડ રૂપિયામાં રિટેન કર્યા હતા, જોકે 2025ની સીઝનમાં તેમને માત્ર એક મેચ રમવાની તક મળી હતી. -------------------------------------------- સ્પોર્ટ્સના આ સમાચાર પણ વાંચો… KKRએ રસેલની જર્સી નંબર 12 નિવૃત્ત કરી:IPLમાં 11 વર્ષ ટીમનો ભાગ રહ્યા, 2 વાર ખિતાબ જીતાડ્યો કોલકાતા નાઈટ રાઈડર્સે તેના પૂર્વ ઓલરાઉન્ડર આન્દ્રે રસેલના સન્માનમાં તેની જર્સી નંબર 12ને રિટાયર કરી દીધી છે. રસેલ 2014 થી 2025 સુધી ટીમનો ભાગ રહ્યા હતા, માત્ર 2017 સીઝનને બાદ કરતાં. ગયા વર્ષે નવેમ્બરમાં તેણે IPLમાંથી નિવૃત્તિ લીધી અને હવે ટીમમાં પાવર કોચની ભૂમિકા ભજવી રહ્યો છે. વાંચો સંપૂર્ણ સમાચાર…
    Click here to Read More
    Previous Article
    LPG refill booking rules remain unchanged, govt debunks ’45-day timeline’ claims
    Next Article
    'ધુરંધર'ના લીધે અમિતાભ બચ્ચનને નુકસાન!:રામ ગોપાલ વર્માએ 'સરકાર 4' બનાવવાનો નિર્ણય માંડી વાળ્યો; એપ્રિલથી ફિલ્મનું શૂટિંગ શરૂ થવાનું હતું

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment