Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુંબઈમાં આજે ધરખમ ફેરફાર, બુમરાહ કેપ્ટન બન્યો:ટૉસ જીતીને બોલિંગ લીધી; IPLમાં પહેલીવાર કેપ્ટનશીપ કરશે; હાર્દિક-સૂર્યા ટીમમાંથી બહાર

    21 hours ago

    IPLમાં ગુરુવારે પંજાબ કિંગ્સ (PBKS) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે મેચ ધર્મશાલાના HPCA સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં મુંબઈએ ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. મુંબઈના નિયમિત કેપ્ટન હાર્દિક પંડ્યા અને સ્ટેન્ડ-ઈન કેપ્ટન સૂર્યકુમાર યાદવ આ મેચમાં નહીં રમે. તેની ગેરહાજરીમાં જસપ્રીત બુમરાહ ટીમની કમાન સંભાળી રહ્યો છે. ટીમે બે ફેરફાર કર્યા છે. સૂર્યાની સાથે અલ્લાહ ગઝનફર પણ ટીમમાંથી બહાર છે. જ્યારે પંજાબે પણ ત્રણ બદલાવ કર્યા છે. સતત 4 મેચ હાર્યા બાદ પંજાબ કિંગ્સ મુશ્કેલીમાં છે. ટીમ 13 પોઇન્ટ્સ સાથે ચોથા સ્થાને છે. પ્લેઑફમાં પહોંચવા માટે તેણે હજુ 2 મેચ વધુ જીતવી પડશે. ગુરુવારે ધર્મશાળામાં મુંબઈ ઈન્ડિયન્સ તેના માટે પડકાર બની શકે છે. મુંબઈએ છેલ્લી મેચમાં રાયપુરમાં બેંગલુરુને જોરદાર ટક્કર આપી હતી. જોકે, ભુવનેશ્વરના છગ્ગાથી બેંગલુરુને જીત મળી હતી. બન્ને ટીમની પ્લેઇંગ-11 પંજાબ કિંગ્સ (PBKS): પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), કૂપર કોનોલી, શ્રેયસ અય્યર (કેપ્ટન), સૂર્યાંશ શેડગે, શશાંક સિંહ, અઝમતુલ્લાહ ઓમરઝાઈ, માર્કો યાન્સેન, ઝેવિયર બાર્ટલેટ, અર્શદીપ સિંહ અને યુઝવેન્દ્ર ચહલ. ઇમ્પેક્ટ ઓપ્શન્સ: વિજયકુમાર વૈશાક, હરપ્રીત બ્રાર, મિચેલ ઓવેન, વિષ્ણુ વિનોદ, પ્રવીણ દુબે. મુંબઈ ઈન્ડિયન્સ (MI): રેયાન રિકલ્ટન (વિકેટકીપર), નમન ધીર, તિલક વર્મા, શેરફેન રધરફોર્ડ, વિલ જેક્સ, રાજ બાવા, કોર્બીન બૉશ, દીપક ચહર, શાર્દૂલ ઠાકુર, જસપ્રીત બુમરાહ (કેપ્ટન) અને રઘુ શર્મા. ઇમ્પેક્ટ ઓપ્શન્સ: રોહિત શર્મા, મયંક રાવત, રોબિન મિન્ઝ, ક્રિશ ભગત, ટ્રેન્ટ બોલ્ટ.
    Click here to Read More
    Previous Article
    Punjab Kings vs Mumbai Indians IPL 2026: Shreyas का खेल बिगाड़ेगी Suryakumar की टीम? Rohit Sharma
    Next Article
    સગર્ભાઓ પર આતંકી હુમલાથી 'ગોપી વહુ' ભડકી:દેવોલીના ભટ્ટાચાર્જીએ કહ્યું, 'રાક્ષસોને નરકમાં જગ્યા મળશે'; નાઇજીરીયામાં 11 લોકોની હત્યાથી એક્ટ્રેસ દુઃખી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment