Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPL માં રાજસ્થાન રોયલ્સે મુંબઈને 151 રનનો ટાર્ગેટ આપ્યો:જયસ્વાલની જોરદાર ફિફ્ટી, સૂર્યવંશીએ 14 બોલમાં 39 રન બનાવ્યા

    2 days ago

    રાજસ્થાન રોયલ્સે (RR) IPLની 13મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને (MI) 151 રનનો ટાર્ગેટ આપ્યો છે. ગુવાહાટીમાં મુંબઈએ ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. રાજસ્થાને 11 ઓવરની ઇનિંગમાં ત્રણ વિકેટના નુકસાન પર 150 રન બનાવ્યા છે. યશસ્વી જયસ્વાલે 32 બોલ પર 77* રનની શાનદાર ઇનિંગ રમી હતી, જેમાં તેણે 10 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. બીજી તરફ, વૈભવ સૂર્યવંશીએ 14 બોલમાં 39 રન બનાવ્યા હતા. તેણે તેની આ ઇનિંગમાં એક ચોગ્ગો અને 5 છગ્ગા ફટકાર્યા હતા. બંને વચ્ચે 80 રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી. મુંબઈ તરફથી અલ્લાહ ગઝનફરે 2 અને શાર્દૂલ ઠાકુરે એક વિકેટ ઝડપી હતી. બન્ને ટીમની પ્લેઇંગ-11 રાજસ્થાન રોયલ્સ (RR): યશસ્વી જાયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિયાન પરાગ (કેપ્ટન), શિમરોન હેટમાયર, ડોનોવન ફરેરા, રવીન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચરે, નાન્દ્રે બર્ગર, તુષાર દેશપાંડે અને સંદીપ શર્મા. ઇમ્પેક્ટ પ્લેયર ઓપ્શન્સ: રવિ બિશ્નોઈ, લુઆન-ડ્રે પ્રિટોરિયસ, બ્રિજેશ શર્મા, શુભમ દુબે. મુંબઈ ઈન્ડિયન્સ (MI): રોહિત શર્મા, રાયન રિકલ્ટન (વિકેટકીપર), તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નમન ધીર, શાર્દૂલ ઠાકુર, દીપક ચહર, અલ્લાહ ગઝનફર, જસપ્રીત બુમરાહ અને ટ્રેન્ટ બોલ્ટ. ઇમ્પેક્ટ પ્લેયર ઓપ્શન્સ: અશ્વિની કુમાર, શેરફન રધરફોર્ડ, કોર્બિન બૉશ, રોબિન મિંઝ અને રાજ અંગદ બાવા.
    Click here to Read More
    Previous Article
    RR vs MI Live Score, IPL 2026 Today Match Updates: Jofra Archer picks Ryan Rickelton for Rajasthan vs Mumbai in Guwahati
    Next Article
    કોંગ્રેસે વાપીમાં 'જનતાનો મેનિફેસ્ટો' જાહેર કર્યો:લોકોના સૂચનોથી તૈયાર, પ્રશ્નોના નિકાલનું વચન; AAPના કાર્યકર કેતન પટેલ કોંગ્રેસમાં જોડાયા

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment