Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPLનું ગણિત: સતત બે જીત બાદ ચેન્નઈની પ્લેઓફની આશા જીવંત:સનરાઇઝર્સ પાસે આજે નંબર-1 બનવાની તક, ઓરેન્જ કેપ મેળવા અભિષેક શર્મા મેદાનમાં ઉતરશે

    8 hours ago

    ચેન્નઈ સુપર કિંગ્સે IPLમાં મંગળવારે દિલ્હી કેપિટલ્સને 8 વિકેટે હરાવી. ટીમે સિઝનમાં સતત બીજી જીત નોંધાવી. આ જીતથી સુપર કિંગ્સે પ્લેઓફની આશાઓ જીવંત રાખી છે. દિલ્હી પાસે પણ પ્લેઓફમાં પહોંચવાની તક છે. શરત એ છે કે ટીમે બાકીની તમામ મેચ જીતવી પડશે. પોઈન્ટ્સ ટેબલની વર્તમાન સ્થિતિ પોઈન્ટ્સ ટેબલમાં કોઈ ફેરફાર નહીં મેચ પછી પોઈન્ટ્સ ટેબલમાં કોઈ ફેરફાર થયો નથી. જીત પછી ચેન્નઈની ટીમ છઠ્ઠા સ્થાને છે, જ્યારે દિલ્હી 7મા સ્થાને છે. બંને પાસે પ્લેઓફમાં સ્થાન બનાવવાની તક છે. હૈદરાબાદ પાસે ટેબલ ટોપર બનવાની તક પેટ કમિન્સની ટીમ પોઈન્ટ્સ ટેબલમાં ત્રીજા સ્થાને છે. તેની પાસે 10 મેચમાં 6 જીત સાથે 12 પોઈન્ટ્સ છે. આજે સનરાઈઝર્સ પાસે પોઈન્ટ્સ ટેબલના ટોપ પર પહોંચવાની તક છે. ટીમને છેલ્લી મેચમાં કોલકાતા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. હવે તેને 2 હોમ અને 2 અવે મેચ રમવાની છે. અહીંથી ટીમ દરેક જીત સાથે પ્લેઓફની નજીક પહોંચતી જશે. પંજાબ ટેબલના ટોપ પર, પ્લેઓફ માટે 2 જીત જરૂરી શ્રેયસ ઐયરની ટીમ પોઈન્ટ્સ ટેબલના ટોપ પર છે. ટીમ પાસે 9 મેચમાં 6 જીત પછી 13 પોઈન્ટ્સ છે. એક મેચ નો-રિઝલ્ટ રહી હતી. આવી સ્થિતિમાં, વધુ એક જીત પંજાબને પ્લેઓફની નજીક પહોંચાડી દેશે. સામાન્ય રીતે 16 પોઈન્ટ્સ પછી ટીમો ટોપ-4માં ફિનિશ કરે છે. પંજાબને પણ 3 મેચ ઘરઆંગણે રમવાની છે. ટુર્નામેન્ટના ટોપ પ્લેયર્સ રાહુલ ટોપ સ્કોરર બન્યો, ઓરેન્જ કેપ મળી મેચ પછી દિલ્હીના કેએલ રાહુલ સિઝનના ટોપ સ્કોરર બની ગયા છે. તેઓ 10 મેચમાં 445 રન બનાવી ચૂક્યા છે. તેમણે હૈદરાબાદના અભિષેક શર્મા (440 રન)ને પાછળ છોડ્યા. હૈદરાબાદના જ હેનરિક ક્લાસન 425 રન સાથે ત્રીજા સ્થાને છે. આજે અભિષેક શર્મા ટોપ પર આવી શકે છે. પર્પલ કેપ લીડરબોર્ડમાં કોઈ ફેરફાર નહીં મેચ પછી ટોપ વિકેટ ટેકર્સની યાદીમાં કોઈ ફેરફાર થયો નથી. બેંગલુરુના ભુવનેશ્વર કુમાર અને ચેન્નઈના અંશુલ કંબોજ સમાન 17-17 વિકેટ સાથે પહેલા અને બીજા સ્થાને છે. ગુજરાતના કગિસો રબાડા 16 વિકેટ લઈને નંબર-3 પર છે. --------------------------------------------- IPL થી સંબંધિત આ સમાચાર પણ વાંચો… ચેન્નઈએ દિલ્હીને 8 વિકેટે હરાવ્યું, સેમસનની ફિફ્ટી ચેન્નઈ સુપર કિંગ્સે IPLની વર્તમાન સીઝનમાં સતત બીજી જીત નોંધાવી છે. ટીમે મંગળવારે રમાયેલી મેચમાં દિલ્હી કેપિટલ્સને 8 વિકેટે હરાવ્યું. અરુણ જેટલી મેદાન પર દિલ્હીએ ટૉસ જીતીને બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 155 રન બનાવ્યા હતા. ચેન્નઈએ 156 રનનો ટાર્ગેટ 17.3 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    Pawan Khera Press Conference LIVE : चुनावी नतीजों पर भड़के पवन खेड़ा.. | Pawan Khera PC
    Next Article
    ગીર પંથકમાં મીની વાવાઝોડા સાથે વરસાદ:રાજકોટ, અમરેલી, કચ્છ સહિત 6 જિલ્લામાં ગાજવીજ સાથે માવઠાની આગાહી; તૈયાર ખેતી પાકો પર સંકટ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment