Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    I.N.D.I.Aની બેઠક પહેલાં કોંગ્રેસ વિરુદ્ધ પોસ્ટરો લાગ્યા:સરકારને ઘેરવાની રણનીતિ પર મંથન, મમતા, અખિલેશ, તેજસ્વી સહિત 23 વિપક્ષી દળોના નેતાઓ સામેલ થશે

    4 days ago

    ઇન્ડિયા બ્લોકની બેઠક પહેલાં દિલ્હીના અકબર રોડ પર કોંગ્રેસ વિરુદ્ધ પોસ્ટર લગાવવામાં આવ્યા છે. તેમાં રાહુલ ગાંધીની તસવીર અને કોંગ્રેસ વિરુદ્ધ નિવેદનો છે. NCP-SCP ચીફ શરદ પવારની તસવીરવાળા પોસ્ટર પર લખ્યું છે - રાહુલ ગાંધીમાં સુસંગતતાનો અભાવ છે. શરદ ઉપરાંત AAP સંયોજક અરવિંદ કેજરીવાલ, પંજાબના CM ભગવંત માન, TMC ચીફ મમતા બેનર્જી, આંધ્રના પૂર્વ ડેપ્યુટી CM ઉદયનિધિ સ્ટાલિનની તસવીરવાળા પોસ્ટર લાગ્યા છે અને કોંગ્રેસ વિરુદ્ધ આપેલા નિવેદનો લખેલા છે. પોસ્ટર કોણે લગાવ્યા, તેની માહિતી સામે આવી નથી. NDA સરકારને ઘેરવા માટે 2 વર્ષ પછી I.N.D.I.A બ્લોકની આજે બપોરે 12 વાગ્યે દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબમાં બેઠક છે. કોંગ્રેસનો દાવો છે કે તેમાં 23 વિપક્ષી દળો સામેલ થશે. જોકે, પાર્ટીએ આ દળોના નામ જણાવ્યા નથી. કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે જણાવ્યું કે 23 દળો ભાજપ સરકારની નીતિઓ વિરુદ્ધ એકજૂટ થઈ રહ્યા છે. તેમણે X પોસ્ટમાં 'ઈન્ડિયા'ને 'ઈન્ડિયા જનબંધન' લખ્યું. TMC ચીફ મમતા બેનર્જી અને તેમના ભત્રીજા અભિષેક દિલ્હી પહોંચી ગયા છે. રવિવારે તેમણે AAP સંયોજક અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી. આ બેઠકની વિગતો સામે આવી નથી. I.N.D.I.A ની અત્યાર સુધીમાં 6 બેઠકો થઈ ચૂકી છે. તેમાં એક વર્ચ્યુઅલ બેઠક સામેલ છે. સત્તાવાર રીતે I.N.D.I.A નો એજન્ડા નક્કી નથી. બધા પક્ષો પોતપોતાના મુદ્દા ઉઠાવી શકે છે. દિલ્હીમાં કોંગ્રેસ વિરોધી પોસ્ટરો લાગ્યા 3 વર્ષમાં I.N.D.I.A માંથી 3 મોટી પાર્ટીઓ અલગ થઈ ગઈ બેઠકમાં રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, તૃણમૂલ કોંગ્રેસના મમતા બેનર્જી અને અભિષેક બેનર્જી, સમાજવાદી પાર્ટી પ્રમુખ અખિલેશ યાદવ, RJDના તેજસ્વી યાદવ, શિવસેના (UBT)ના ઉદ્ધવ ઠાકરે સહિત વામપંથી દળો અને અન્ય નાના દળોના નેતાઓ સામેલ થઈ રહ્યા છે. AAP અને DMK બેઠકમાં સામેલ નહીં થાય. CPI (M) એ પોતાનો વિરોધ નોંધાવ્યો છે, પરંતુ બેઠકમાં સામેલ થશે. JMM પર સસ્પેન્સ છે. I.N.D.I.A બ્લોકની મીટિંગ સંબંધિત એપડેટ માટે નીચેના બ્લોક પર જાઓ...
    Click here to Read More
    Previous Article
    ભારતે અફઘાનિસ્તાનને ફોલોઓન આપ્યું:AFG 152 રનમાં ઓલઆઉટ; ઈન્ડિયાને 412 રનની લીડ; ડેબ્યૂ મેચમાં માનવ સુથારે 6 વિકેટ ઝડપી
    Next Article
    મંત્રી દર્શનાબેન વાઘેલાના મતવિસ્તાર અસારવામાં જનાક્રોશ:પ્રદૂષિત પાણી મુદ્દે હોબાળો, રોષે ભરાયેલા સ્થાનિકોએ AMC કર્મચારીઓને બંધક બનાવ્યા; પોલીસ તેડાવવી પડી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment