Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    AMCનો માત્ર ખાડા પૂરવાનો દેખાડો!:પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ખરાબ રોડ-રસ્તાથી વાહનચાલકો હેરાન; ટ્રાફિકજામની વિકટ સ્થિતિ

    5 days ago

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વરસાદ બંધ થયા બાદ યુદ્ધના ધોરણે ખાડા પૂરવામાં આવ્યા હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ તદ્દન વિપરીત છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં હજી પણ ઠેર-ઠેર પડેલા ખાડાઓના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને ટ્રાફિકજામની ગંભીર સમસ્યા સર્જાઈ રહી છે. પશ્ચિમ અને મધ્ય ઝોનમાં ખાડાથી ટ્રાફિકની સમસ્યા વાડજ વિસ્તારમાં ગાંધી આશ્રમથી વાડજ તરફ જવાના રોડ પર બ્રિજના છેડે સાંકડા માર્ગ પર ખાડા પડેલા છે. દરિયાપુરના પ્રેમ દરવાજા પાસે, ઠક્કરબાપાનગર બ્રિજ નજીક અને કાલુપુર રેલવે સ્ટેશનના આઉટ ગેટ બહાર મુખ્ય રોડ પર મોટા ખાડા હોવાના કારણે વાહનો ધીમા પાડવા પડે છે, જેનાથી વાહનચાલકો અટવાઈ પડે છે. પૂર્વ વિસ્તારમાં અધૂરી કામગીરી અને જોખમી ખાડા ગોમતીપુર મેટ્રો સ્ટેશનથી ખોખરા બ્રિજ તરફ જતા રોડ પર તંત્ર દ્વારા દેખાડા પૂરતી અર્ધકચરી કામગીરી કરાઈ છે, જેમાં અડધી જગ્યાએ માલ નાખી ખાડા પૂરાયા છે અને અડધા બાકી છે. આ સિવાય અમરાઈવાડી મેટ્રો સ્ટેશન પાસે જોગણી માતા મંદિર ચાર રસ્તા, ઓઢવમાં તક્ષશિલા શિક્ષણ સંકુલ બહાર અને ઈન્દ્રપુરીના સુરેલિયા એસ્ટેટ પાસે એવો મોટો ખાડો પડ્યો છે જેમાં મોટું ટાયર પણ ફસાઈ જાય. તંત્ર અને સત્તાધીશોની ઉદાસીનતા સામે સવાલો AMC ના ઇજનેર વિભાગના અધિકારીઓ માત્ર ફોટોગ્રાફ્સ મૂકીને કામગીરી પૂર્ણ થયાનું બતાવી રહ્યા છે. કરોડો રૂપિયાના ખર્ચે રોડ રી-સરફેસ કરવા માટે સિંગલ અને વાર્ષિક ટેન્ડરથી કોન્ટ્રાક્ટરોને કામ સોંપાયા હોવા છતાં અધિકારીઓ કે કોન્ટ્રાક્ટરોને આ ખાડા દેખાતા નથી. ભાજપના સત્તાધીશો પણ રોડની વાસ્તવિક સ્થિતિ સુધારવાને બદલે મૌન ધારણ કરીને બેઠા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપની જીત નિશ્ચિત:14માં રાઉન્ડના અંતે 22,509 મતથી આગળ, સતિષ પટેલે કહ્યું- યોગેશ કાકાને સહકાર આપ્યો તે જ રીતે મને પણ આપ્યો
    Next Article
    કાર સામે જ મહાકાય મગર આવી ગયો, VIDEO:વડોદરામાં વરસાદી વાતાવરણ વચ્ચે રસ્તા પર મગર આવ્યાની વધુ એક ઘટના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment