Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IND vs AFG પહેલી વન-ડે: વરસાદના કારણે ટૉસમાં વિલંબ:રોહિત ODI રમનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી બનશે, પ્રિન્સ-બરારમાંથી કોઈ એકને ડેબ્યૂ કેપ મળી શકે

    2 days ago

    વરસાદના કારણે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની પહેલી વન-ડે મેચના ટૉસમાં વિલંબ થયો છે. હવામાન વિભાગે શનિવારે ધર્મશાલામાં 55% વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. બંને ટીમ વન-ડેની બાઇલેટરલ સિરીઝમાં પહેલીવાર સામસામે આવી છે. આ પહેલા બંને ટીમે વર્લ્ડ કપ અને એશિયા કપમાં મેચ રમી છે. વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા ઈજાના કારણે સિરીઝનો ભાગ નથી. જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજને આરામ આપ્યો છે. આવી સ્થિતિમાં પ્રિન્સ યાદવ અને ગુરનૂર બ્રારમાંથી કોઈ એકને ડેબ્યૂ કેપ મળી શકે છે. ભારત-અફઘાનિસ્તાન વચ્ચે 4 વન-ડે રમાઈ, ઇન્ડિયા 3 જીત્યું ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 4 વન-ડે મેચ રમાઈ છે. ભારતે ત્રણ મેચ જીતી છે, જ્યારે એક મેચ ટાઈ રહી છે. અફઘાનિસ્તાન હજુ સુધી ભારત સામે વન-ડેમાં જીત મેળવી શક્યું નથી. બંને ટીમની છેલ્લી ટક્કર 2023 વન-ડે વર્લ્ડ કપમાં દિલ્હીમાં થઈ હતી, જ્યાં ભારતે 8 વિકેટે એકતરફી જીત નોંધાવી હતી. ભારતની નજર શુભમન-રોહિત પર અફઘાનિસ્તાનની તાકાત ઝદરાન-રાશિદ HPCAમાં બેટર્સ અને ફાસ્ટ બોલરો બંનેને મદદ ધર્મશાલાનું HPCA સ્ટેડિયમ સમુદ્ર સપાટીથી ઘણી ઊંચાઈ પર આવેલું છે. અહીં બોલ ઝડપથી બેટ પર આવે છે અને આઉટફિલ્ડ પણ ફાસ્ટ રહે છે. શરૂઆતની ઓવરોમાં ફાસ્ટ બોલરોને સ્વિંગ અને એક્સ્ટ્રા બાઉન્સ મળે છે, જ્યારે બાદમાં બેટર્સ મુક્તપણે રન બનાવી શકે છે. આ મેદાન પર અત્યાર સુધી 9 વન-ડે રમાઈ છે, જેમાંથી 5 વખત ટાર્ગેટને ચેઝ કરનારી ટીમ જીતી છે. અહીં પહેલી ઇનિંગ્સનો એવરેજ સ્કોર આશરે 253 રન છે. 2023 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડ સામે 388 રન બનાવીને અહીંનો સૌથી મોટો સ્કોર બનાવ્યો હતો. શ્રેયસ 3 હજાર વન-ડે રનથી 23 રન દૂર ભારતે પોતાની છેલ્લી પાંચ વન-ડે મેચમાં બે જીત અને ત્રણ હારનો સામનો કર્યો છે. આમાં તાજેતરમાં જ ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણે મળેલી સિરીઝની હાર પણ સામેલ છે. જ્યારે અફઘાનિસ્તાન સતત ચાર વન-ડે જીતીને આ સિરીઝમાં ઉતરશે. શ્રેયસ અય્યર 3000 વન-ડે રન પૂરા કરવાથી 23 રન દૂર છે. જ્યારે કેપ્ટન શુભમન ગિલને આ આંકડા સુધી પહોંચવા માટે 47 રનની જરૂર છે. બન્ને ટીમની પોસિબલ પ્લેઇંગ-11 ભારત (IND): શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, ઈશાન કિશન, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ ક્રિષ્ના, પ્રિન્સ યાદવ/ગુરનૂર બ્રાર. અફઘાનિસ્તાન (AFG): ઇબ્રાહિમ જાદરાન, રહમાનુલ્લાહ ગુરબાઝ, સેદિકુલ્લાહ અટલ, રહમત શાહ, હશ્મતુલ્લાહ શાહિદી (કેપ્ટન), અઝમતુલ્લાહ ઓમરઝઈ, મોહમ્મદ નબી/ઇકરામ અલીખિલ, રાશિદ ખાન, મોહમ્મદ સલીમ, અલ્લાહ ગઝનફર, ઝિયા-ઉર-રહમાન.
    Click here to Read More
    Previous Article
    These forests in India come alive with fireflies every monsoon
    Next Article
    મમતાના ભત્રીજા અભિષેકનાં ઘરે રાતે 3 વાગ્યે પોલીસ ત્રાટકી:ચાર કલાક સુધી તપાસ કરી, બહાર સેન્ટ્રલ ફોર્સના જવાનો ઊભા રહ્યા; તાળું તોડીને ઘૂસ્યા હોવાનો આરોપ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment