Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'અમે ઈચ્છીએ છીએ કે ખેલાડીઓ હાથ મિલાવે':IND-PAKના ખેલાડીઓએ હાથ ન મિલાવ્યા તે મામલે MCCનું નિવેદન, કહ્યું- ઉપરથી સૂચના હોય તો કંઈ કરી શકતા નથી

    15 hours ago

    દોહામાં રવિવારે એશિયા રાઇઝિંગ કપની મેચમાં ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓએ હાથ મિલાવ્યા નહોતા. ટોસ દરમિયાન બંને કેપ્ટનોએ પણ એકબીજા સાથે હાથ મિલાવ્યા નહોતા. મેચ બાદ બંને ટીમોના ખેલાડીઓ હાથ મિલાવ્યા વિના પોતાના-પોતાના ડ્રેસિંગ રૂમમાં પરત ફર્યા. આ મામલે ક્રિકેટના નિયમોની રક્ષક સંસ્થા મેરીલેબોન ક્રિકેટ ક્લબ (MCC)એ કહ્યું કે તે ખેલાડીઓને હાથ મિલાવતા જોવા માગે છે, પરંતુ ઉપરથી સૂચના મળ્યા બાદ તે કંઈ કરી શકે નહીં. MCC બોલ્યું- અમારા નિયંત્રણની બહાર ILT20ની પાંચમી સીઝન માટે UAEમાં હાજર MCCના લોજ મેનેજર અને હેડ ઑફ ક્રિકેટ ફ્રેઝર સ્ટીવર્ટે આ મામલે કહ્યું કે સંસ્થા ખેલાડીઓના હાથ મિલાવવાનું સમર્થન કરે છે, પરંતુ આ અંગે આવતા નિર્દેશો તેના નિયંત્રણમાં નથી. સ્ટીવર્ટે કહ્યું, "જો હાથ મિલાવવા અંગે ઉપરથી નિર્દેશો આવી રહ્યા હોય, તો આ એવી બાબત નથી જેને MCC નિયંત્રિત કરી શકે. અમે ખેલાડીઓને હાથ મિલાવતા જોવા ઇચ્છીએ છીએ, પરંતુ સમજીએ છીએ કે તેમાં મોટા મુદ્દાઓ સામેલ છે. આ અમારા નિયંત્રણની બહાર છે." છેલ્લા એશિયા કપથી હાથ નહીં મિલાવવાનો સિલસિલો ચાલુ છે ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ વચ્ચે હાથ નહીં મિલાવવાનો આ પહેલો કિસ્સો નથી. ગયા વર્ષે દુબઈમાં રમાયેલા એશિયા કપ બાદથી ભારતીય ક્રિકેટ ટીમો પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવાનું ટાળતી રહી છે. જોકે, અન્ય રમતોમાં ભારતીય ટીમોનું વલણ અલગ રહ્યું છે. પહેલગામ હુમલા બાદ ક્રિકેટમાં નો-હેન્ડશેકની શરૂઆત 22 એપ્રિલ 2025ના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોનાં મોત થયાં હતાં. ત્યારબાદ ભારત-પાકિસ્તાન વચ્ચે સૈન્ય તણાવ વધ્યો અને મે મહિનામાં ઑપરેશન સિંદૂર હાથ ધરાયું. સપ્ટેમ્બર 2025માં એશિયા કપમાં બંને ટીમો પ્રથમ વખત સામસામે આવી ત્યારે ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યો ન હતો. કેપ્ટન સૂર્યકુમાર યાદવે કહ્યું હતું કે ટીમ પહેલગામ હુમલાના પીડિતો અને તેમના પરિવારો સાથે છે. _______________________ સ્પોર્ટ્સના આ સમાચાર પણ વાંચો… ભારત-A સામે જીતીને પાકિસ્તાન-A સેમિફાઈનલમાં પહોંચ્યું:તિલક વર્મા-અભિષેક શર્માની મહેનત એળે ગઈ; મેચ બાદ પણ બંને ટીમોએ હાથ ન મિલાવ્યા પાકિસ્તાન-A એ રાઈઝિંગ એશિયા કપમાં ભારત-A ને 48 રનથી હરાવીને સેમિફાઈનલમાં સ્થાન મેળવી લીધું છે. દોહામાં પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 49.2 ઓવરમાં 313 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. સંપૂર્ણ સમાચાર વાંચો
    Click here to Read More
    Previous Article
    ભાજપનો નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહ યોજાયો:જામજોધપુર-લાલપુરમાં આયોજિત કાર્યક્રમમાં કાર્યકર્તાઓને નવા વર્ષની શુભકામનાઓ પાઠવવામાં આવી
    Next Article
    ચીનથી બાંગ્લાદેશ જઈ રહેલી મિસાઇલ બનાવવાની સામગ્રી ઝડપાઈ:આમાંથી 100 મિસાઇલો બનાવી શકાતી હતી; ઇન્ડોનેશિયાની નૌસેનાને લાખો સિમ પણ મળ્યાં

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment