Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IMFએ ભારતના GDP વૃદ્ધિદરનો અંદાજ વધાર્યો:2026 અને 2027 માટે 7% કરવામાં આવ્યો, સ્થાનિક માગથી અર્થવ્યવસ્થા મજબૂત

    1 day ago

    ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ એટલે કે IMF એ વર્ષ 2026 માટે ભારતના વિકાસદરના અનુમાનને 6.4%થી વધારીને 7% કરી દીધું છે. દુનિયાભરમાં તણાવ-મંદી અને ક્રૂડ ઓઈલની ઊંચી કિંમતો છતાં મજબૂત સ્થાનિક માગ અને સર્વિસિસ સેક્ટરના સારા પ્રદર્શનને કારણે ભારતની અર્થવ્યવસ્થા ઝડપથી આગળ વધી રહી છે. IMFનું આ અનુમાન ભારતને ઊર્જા-આયાત કરનારા એવા અનેક ઊભરતા દેશોથી અલગ સ્થાન આપે છે, જે મંદીનો સામનો કરી રહ્યા છે. IMFએ પોતાના ઓક્ટોબર 2026ના 'વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક' રિપોર્ટમાં જણાવ્યું છે કે ભારત સકારાત્મક ફેરફારો સાથે સૌથી અલગ દેખાઈ રહ્યું છે, જે દેશની મજબૂત વૃદ્ધિ ક્ષમતાને દર્શાવે છે. 2027 માટે પણ ભારતની વૃદ્ધિનું અનુમાન 7% IMFએ 2026 માટે ભારતની વૃદ્ધિના અનુમાનમાં જુલાઈની સરખામણીએ 0.6% અને એપ્રિલની સરખામણીએ 0.5%નો વધારો કર્યો છે. વર્ષ 2027 માટે પણ વૃદ્ધિના અનુમાનને વધારીને 7% કરી દેવામાં આવ્યું છે, જે જુલાઈ કરતાં 0.3% અને એપ્રિલ કરતાં 0.5% વધારે છે. IMF પહેલાં વર્લ્ડ બેંક અને OECD જેવી અગ્રણી વૈશ્વિક એજન્સીઓ પણ ભારતના વિકાસ દરના અનુમાનને વધારીને લગભગ 7% કરી ચૂકી છે. ચીનની મંદી વચ્ચે ભારત એશિયાનું એન્જિન બન્યું IMFનાં રિસર્ચ ડિરેક્ટર અને ઇકોનોમિક કાઉન્સેલર સિલ્વાના તેનેરોના જણાવ્યા મુજબ, નેટ એનર્જી ઇમ્પોર્ટર હોવા છતાં એશિયન ક્ષેત્રમાં જબરદસ્ત મજબૂતી જોવા મળી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉછાળાએ કોમોડિટી માર્કેટ પરનું દબાણ ઘટાડી દીધું છે અને ચીનની સાથે ભારત એશિયાની વૃદ્ધિનું મોટું એન્જિન બનીને ઊભર્યું છે. જોકે, IMFએ ચીનના વિકાસ દરનું અનુમાન ઘટાડીને 2026માં 4.5% અને 2027માં 4.0% રહેવાની વાત કરી છે. દુનિયાભરમાં તણાવ અને ક્રૂડ ઓઈલના ઊંચા ભાવ ચીનના વિકાસને અસર કરી રહ્યા છે. વિશ્વના વિકાસ દર નબળો રહેવાની આશંકા IMF મુજબ, વૈશ્વિક અર્થતંત્ર વર્ષ 2028થી 2031 દરમિયાન સરેરાશ 3.2%ના દરે જ વધશે, જે 2000-2019ના પ્રી-પેન્ડેમિક સરેરાશ 3.7% કરતા ઓછું છે. વિકાસ દરમાં ઘટાડો મધ્ય પૂર્વના તણાવથી પ્રભાવિત દેશો અને ઊર્જાની આયાત કરતા ઊભરતા દેશોમાં જોવા મળ્યો છે, જ્યારે ભારતમાં તેનો વિપરીત અસર જોવા મળી રહી છે. IMFએ ભારતની મજબૂત સ્થિતિનું કારણ મજબૂત વસ્તીવિષયક પરિબળો, વધતું સ્થાનિક બજાર અને સકારાત્મક સુધારાઓને ગણાવ્યા છે. જોકે, IMFએ ચેતવણી આપી છે કે વધુ સારા અનુમાનો છતાં કેટલાક જોખમો યથાવત્ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ઊંચા ભાવ ભારત માટે એક મોટું જોખમ છે. બીજી તરફ, વિશ્વભરમાં તણાવ દેશની માગ અને કુલ વિકાસ દરને અસર કરી શકે છે.
    Click here to Read More
    Previous Article
    Inside Madhuri Dixit And Dr Shriram Nene’s Sea-Facing Apartment That Has A Music Room, Private Theatre And Arabian Sea Views
    Next Article
    CJP પ્રોટેસ્ટનો વિરોધ કરનાર રણવીર શૌરીને મારી નાખવાની ધમકી:મુંબઈ પોલીસે તપાસ હાથ ધરી; એક્ટરે પ્રદર્શનને 'લોકશાહીની હત્યા' ગણાવ્યું હતું

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment