Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CJP પ્રોટેસ્ટનો વિરોધ કરનાર રણવીર શૌરીને મારી નાખવાની ધમકી:મુંબઈ પોલીસે તપાસ હાથ ધરી; એક્ટરે પ્રદર્શનને 'લોકશાહીની હત્યા' ગણાવ્યું હતું

    1 day ago

    'એક થા ટાઇગર' ફેમ એક્ટર રણવીર શૌરીએ દિલ્હીમાં ચાલી રહેલા કોકરોચ જનતા પાર્ટી (CJP)ના પ્રોટેસ્ટનો વિરોધ કર્યો હતો. તેણે પ્રદર્શનને લોકશાહીની હત્યા ગણાવી હતી અને યુવાનોને સુફીયાણી સલાહ આપી હતી. ત્યારબાદ એક્ટરને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. 12 ઑક્ટોબરની રાત્રે 9:10 વાગ્યે તેને બે અલગ-અલગ ઇમેલ આઈડી પરથી ધમકીભર્યા મેસેજ મોકલવામાં આવ્યા હતા, જેમાં જાહેર સ્થળે લોખંડની સળિયાથી માથા પર હુમલો કરવાની વાત કહેવામાં આવી છે. રણવીર શૌરીએ આ ઇમેલના સ્ક્રીનશૉટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (અગાઉ ટ્વિટર) પર શેર કરીને સાયબર પોલીસ અને મુંબઈ પોલીસને ફરિયાદ કરી છે. મુંબઈ પોલીસે મામલાની નોંધ લઈને તપાસ શરૂ કરી દીધી છે. ઇમેલમાં લોખંડની સળિયાથી હુમલાની ધમકી રણવીર શૌરીને રાજ પરિહાર નામની ઇમેલ આઈડી પરથી ઇમેલ મોકલવામાં આવ્યો હતો. ઇમેલમાં અત્યંત અભદ્ર અને હિંસક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ધમકી આપનારએ લખ્યું કે, તે રણવીરની લોકેશન અને મૂવમેન્ટ પર નજર રાખી રહ્યો છે અને યોગ્ય સમય આવતાં હુમલો કરશે. ઈમેલમાં ધમકી આપવામાં આવી કે, જાહેર સ્થળે પાછળથી લોખંડના સળિયાથી માથા પર પ્રહાર કરશે. રણવીરે મુંબઈ પોલીસમાં ફરિયાદ કરી ધમકીભર્યા ઈમેલ મળ્યા બાદ રણવીર શૌરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (અગાઉ ટ્વિટર) પર ઈમેલના સ્ક્રીનશોટ પોસ્ટ કર્યા. તેણે સાયબર દોસ્ત અને મહારાષ્ટ્ર સાયબરને ટૅગ કરીને લખ્યું કે તેને આ બે ઈમેલ અકાઉન્ટ્સ પરથી ધમકીઓ મળી છે, જેના પર ધ્યાન આપવામાં આવે. આ પછી તરત જ મુંબઈ પોલીસના સત્તાવાર હેન્ડલે તેની પોસ્ટનો જવાબ આપતાં તેનો સંપર્ક કરવા માટે કોન્ટેક્ટ ડિટેલ્સ માંગી. ત્યારબાદ રણવીરે તરત પ્રતિસાદ આપવા બદલ મુંબઈ પોલીસનો આભાર માન્યો. CJPના પ્રદર્શન પર રણવીરે પ્રશ્નો ઉઠાવ્યા હતા આ ધમકી પાછળનું મુખ્ય કારણ રણવીર શૌરી દ્વારા CJPના આંદોલન પર કરવામાં આવેલી પોસ્ટ માનવામાં આવી રહી છે. તાજેતરમાં મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) વિરુદ્ધ CJPના પ્રદર્શન પર પ્રશ્ન ઉઠાવતા રણવીરે લખ્યું હતું કે વિરોધ નોંધાવવા માટે રસ્તો જામ કરવાને બદલે કોર્ટ અને સંસદ જેવા લોકતાંત્રિક માર્ગોનો ઉપયોગ કરવો જોઈએ. તેણે રસ્તાઓ જામ કરવા અને કાયદો-વ્યવસ્થામાં અડચણ ઊભી કરવાને 'લોકશાહીની હત્યા' ગણાવી. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગને લઈને CJPના નેતાઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા બાદ આ વિવાદ સામે આવ્યો છે. 'સંસદ અને મતોથી તમારી સંખ્યા બતાવો' રણવીર શૌરીએ CJPના પ્રવક્તા સૌરવ દાસનો એક વીડિયો ફરીથી પોસ્ટ કરતાં લખ્યું કે, 'પોતાની તાકાત રસ્તાઓ પર બતાવવાને બદલે સંસદ અને ચૂંટણીમાં મતો દ્વારા બતાવો. જો આ માર્ગ યોગ્ય ન લાગે તો અદાલતોનો સંપર્ક કરો, આ જ સાચી લોકતાંત્રિક રીત છે.' તેણે કહ્યું કે, ‘જાહેર સંપત્તિઓ પર કબજો કરવો અને સામાન્ય જનતાને પરેશાન કરવી કોઈપણ રીતે યોગ્ય ઠેરવી શકાય નહીં.’ 'વિરોધ પ્રદર્શન માત્ર છેલ્લો રસ્તો હોવો જોઈએ' રણવીરે આગળ લખ્યું કે, 'કોઈપણ લોકશાહીમાં વિરોધ પ્રદર્શન સૌથી છેલ્લો રસ્તો હોવો જોઈએ, ન્યાયતંત્ર અથવા ધારાસભાને બાજુ પર રાખવાનું સાધન નહીં.' તેણે કહ્યું કે, 'અસંમતિ વ્યક્ત કરવાના અધિકારના નામે દરરોજ રસ્તાઓ પર હંગામો કરવો અને સામાન્ય લોકોનું જીવન મુશ્કેલ બનાવવું ખોટું છે.' તેના મતે, ઉપલબ્ધ કાનૂની વિકલ્પોનો ઉપયોગ કર્યા વિના સીધું પ્રદર્શન કરવું માત્ર અરાજકતા ફેલાવવાનો અથવા પ્રસિદ્ધિ મેળવવાનો રસ્તો છે. , CJP પ્રોટેસ્ટ સંબંધિત આ સમાચાર પણ વાંચો- આમિર ખાનની ભાણેજ સાથે પોલીસની બર્બરતા:વીડિયો શેર કરીને ઈજાના અનેક નિશાન બતાવ્યા, CJP પ્રોટેસ્ટમાં કઝિન ઇમરાન ખાન સાથે ડિટેન કરાઈ હતી આમિર ખાનની ભાણેજ ઝૈન મેરી 8 ઑક્ટોબરે મુંબઈમાં કૉકરોચ જનતા પાર્ટીના વિરોધ પ્રદર્શનનો ભાગ બની હતી. તેની સાથે તેનો કઝિન અને એક્ટર ઇમરાન ખાન પણ પહોંચ્યો હતો. વિરોધ પ્રદર્શનનો ભાગ બનવા બદલ તેમને અટકાયતમાં લેવામાં આવ્યા હતા. હવે જાયને એક વીડિયો જાહેર કરીને અટકાયત દરમિયાન થયેલી બર્બરતાને કારણે શરીર પર પડેલા ઈજાના નિશાન બતાવ્યા છે. સંપૂર્ણ સમાચાર વાંચો...
    Click here to Read More
    Previous Article
    IMFએ ભારતના GDP વૃદ્ધિદરનો અંદાજ વધાર્યો:2026 અને 2027 માટે 7% કરવામાં આવ્યો, સ્થાનિક માગથી અર્થવ્યવસ્થા મજબૂત
    Next Article
    મિડટર્મ ચૂંટણીમાં મસ્કની એન્ટ્રી:ટ્રમ્પને જીતાડવા રિપબ્લિકન પાર્ટી પાછળ પાણીની જેમ પૈસા વહાવ્યા, રુ. 2,600 કરોડથી વધુ ખર્ચ્યા; પ્રચારની રણનીતિ અપનાવી

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment