Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IMDની ભારે વરસાદની આગાહીને પગલે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ:કલેક્ટર અધ્યક્ષસ્થાને રિવ્યુ બેઠક, અધિકારીઓને મુખ્ય મથક ન છોડવા કડક આદેશ

    13 hours ago

    ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા ૩૧ જુલાઈએ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે. પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર ગંગાસિંઘના અધ્યક્ષસ્થાને રાજપીપળા કલેક્ટર કચેરી ખાતેથી વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. આ વીડિયો કોન્ફરન્સમાં જિલ્લા અને તાલુકા કક્ષાના તમામ ડિઝાસ્ટર લાયઝન અધિકારીઓ સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ જોડાયા હતા. કલેક્ટરે અધિકારીઓને ગામડાં સુધી સમયસર ચેતવણીના સંદેશા પહોંચાડવા, સંવેદનશીલ વિસ્તારોમાં જરૂરી બંદોબસ્ત ગોઠવવા, જરૂર જણાય ત્યાં સ્થળાંતરની વ્યવસ્થા કરવા અને આરોગ્ય સહિત તમામ વિભાગો વચ્ચે અસરકારક સંકલન જાળવવા સૂચના આપી હતી. તેમણે ગ્રામ સેવકો, તલાટી કમ મંત્રી, સરપંચ અને સ્થાનિક જનપ્રતિનિધિઓના સહયોગથી વરસાદ અંગેની માહિતી અને સાવચેતીના સંદેશાઓ ઝડપથી લોકો સુધી પહોંચાડવા પર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત, આગામી સૂચના ન મળે ત્યાં સુધી તમામ અધિકારીઓને મુખ્ય મથક ન છોડવા અને આપત્તિ વ્યવસ્થાપનની કામગીરી માટે સતત સતર્ક રહેવા પણ નિર્દેશ આપવામાં આવ્યો હતો. બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર સી.કે. ઉંધાડ, નાયબ કલેક્ટર સુશ્રી વિધુ ખૈતાન, વિવિધ મામલતદારો તેમજ જિલ્લા અને તાલુકા કક્ષાના અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ખોડલધામ રથનું લુણાવાડાના વિરાણીયા ગામે આગમન:પાટીદાર સમાજ અને દીકરીઓ દ્વારા શ્રીફળ કળશથી વધામણા કર્યા
    Next Article
    બોડેલી રેલવે ફાટકમાં ટેક્નિકલ ખામી:રેલવે કર્મચારીએ જાતે ગેટ ઊંચો કરીને વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment