Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IITE ગાંધીનગરનો ઐતિહાસિક નિર્ણય:હવે વિદ્યાર્થીઓ વિજ્ઞાનની સાથે AI અને ફિલોસોફી પણ ભણી શકશે, નવી 7 યુનિવર્સિટી સ્કૂલ્સની સ્થાપના કરી

    4 दिन पहले

    ગાંધીનગર સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન (IITE) દ્વારા શિક્ષણ જગતમાં એક મોટું અને ઐતિહાસિક પગલું ભરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સફળ અમલીકરણના ભાગરૂપે સંસ્થાએ પોતાના શૈક્ષણિક માળખાનો વ્યાપ વધારીને નવી 7 યુનિવર્સિટી સ્કૂલ્સની સ્થાપના કરી છે. આ ફેરફાર સાથે જ IITE હવે મલ્ટિડિસિપ્લિનરી મોડલ અપનાવી યુનિવર્સિટી ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ તરીકે પોતાની ઓળખ વધુ મજબૂત બનાવી રહી છે. રાજ્ય સરકારે નવા બિલ્ડિંગ અને હોસ્ટેલ માટે 127 કરોડની ગ્રાન્ટ પણ ફાળવી આ વિસ્તરણ અંગે માહિતી આપતા IITEના ડિરેક્ટર ડૉ. મેહુલ દવેએ જણાવ્યું હતું કે, અમારી સંસ્થા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના એડ્યુકેટર્સ તૈયાર કરનારી ભારતની પ્રથમ યુનિવર્સિટી બનવા જઈ રહી છે. સંસ્થાના આ ધ્યેયને સાકાર કરવા માટે રાજ્ય સરકારે નવા બિલ્ડિંગ અને હોસ્ટેલ માટે રૂ. 127 કરોડની ગ્રાન્ટ પણ ફાળવી છે. હવે ટીચર એજ્યુકેશનમાં માત્ર પરંપરાગત શિક્ષકો જ નહીં પરંતુ કમ્પ્યુટર, થિયેટર, પ્રોફેસર, કોચ અને સાયન્સ-સોશિયલ સાયન્સના નિષ્ણાતોનો પણ સમાવેશ કરવામાં આવશે. નવી શિક્ષણ નીતિ અનુસાર હવે વિદ્યાર્થીઓ તેમના રસના વિષયો પસંદ કરી શકશે. દાખલા તરીકે વિજ્ઞાન પ્રવાહનો વિદ્યાર્થી હવે પોતાની રુચિ મુજબ AI અથવા ફિલોસોફી જેવા વિષયો વૈકલ્પિક તરીકે ભણી શકશે. આંતરવિષયક સંશોધનને વેગ આપવા માટે નીચે મુજબની 7 નવી સ્કૂલ્સ કાર્યરત કરવામાં આવી છે: 1. સ્કૂલ ઓફ એજ્યુકેશન ઇન સાયન્સીસ એન્ડ મેથેમેટિક્સ 2. સ્કૂલ ઓફ એજ્યુકેશન ઇન હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સીસ 3. સ્કૂલ ઓફ ફિઝિકલ એજ્યુકેશન, સ્પોર્ટ્સ એન્ડ યોગા 4. સ્કૂલ ઓફ એજ્યુકેશન ઇન પર્ફોર્મિંગ આર્ટ્સ એન્ડ ફાઇન આર્ટ્સ 5. સ્કૂલ ઓફ એજ્યુકેશન ઇન કોમર્સ, મેનેજમેન્ટ એન્ડ એજ્યુકેશનલ લીડરશિપ 6. સ્કૂલ ઓફ એજ્યુકેશન ઇન ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ઇમર્જિંગ એરિયાઝ 7. સ્કૂલ ઓફ સ્પેશિયલ એજ્યુકેશન આ શૈક્ષણિક ફેરફારથી Ph.D. અને ઉચ્ચ સ્તરીય સંશોધન માટે નવી દિશાઓ ખુલશે. ટેક્નોલોજી, માનવવિજ્ઞાન અને રમતગમત જેવા બહુવિધ ક્ષેત્રોમાં થનાર સંશોધનથી દેશને કુશળ શૈક્ષણિક નેતૃત્વ અને સર્વાંગી જ્ઞાન ધરાવતા શિક્ષકો મળી રહેશે. IITE હવે એક એવી સંસ્થા તરીકે ઉભરી રહી છે, જે ભાવિ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને શિક્ષણને સર્વાંગી બનાવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગર PGVCL કચેરીએ સ્થાનિકોનું વિરોધ-પ્રદર્શન:કૃષ્ણનગરના રહીશોને 4 મહિનાથી વીજબિલ ન આવ્યાનો લગાવ્યો આરોપ
    Next Article
    ‘મારી પર મેલીવિદ્યા કે તંત્ર-મંત્ર અજમાવી જુએ’:રાજકોટના પુરષોત્તમ પીપળીયાએ બાગેશ્વર ધામના કાર્યક્રમને અંધશ્રદ્ધાનો મહાકુંભ ગણાવ્યો; વિજ્ઞાન જાથા ફરિયાદ કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment