Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગૌરવ:બરોડા મેડિકલ કૉલેજ IIRFના રેન્કિંગમાં દેશમાં 17મા સ્થાને,1 હજારમાંથી 931.27 પોઇન્ટ મળ્યા

    1 day ago

    ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમવર્કે સમગ્ર દેશની મેડિકલ કૉલેજને રેન્કિંગ આપતી યાદી બહાર પાડી છે. જેમાં બરોડા મેડિકલ કૉલેજને 17મું સ્થાન મળ્યું છે. ફ્રેમવર્કની સંસ્થા શૈક્ષણિક સંસ્થા, યુનિવર્સિટી-કૉલેજોનું મૂલ્યાંકન કરી યાદી બહાર પાડે છે. નોંધનીય છે કે, અત્યાર સુધી મ.સ.યુનિ. દ્વારા રેન્કિંગ માટે પ્રક્રિયા કરાતી હતી. આ વર્ષે બરોડા મેડિકલ કૉલેજે સ્વતંત્ર રીતે અરજી કરી હતી. હાલમાં બરોડા મેડિકલ કૉલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી ડો.સંદીપ શર્માને પદ્મશ્રી પુરસ્કાર મળ્યો હતો. હવે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમવર્ક દ્વારા 144 મેડિકલ કૉલેજ-ઇન્સ્ટિટ્યૂટની ફેકલ્ટીની ગુણવત્તા, પ્રશિક્ષણ પદ્ધતિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શોધન પત્રો, રિસર્ચ પેપર્સ અને પેટન્ટ જેવા પાસાનું મૂલ્યાંકન કરી રેન્કિંગ આપવામાં આવ્યું હતું. જેમાં બરોડા મેડિકલ કૉલેજને 17મું સ્થાન પ્રાપ્ત થયું છે. આ અંગે સયાજી હૉસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ અને ભૂતપૂર્વ ડીન ડૉ.રંજન ઐયરે જણાવ્યું હતું કે, આ માટે અલાયદી કમિટીનું ગઠન કરવામાં આવ્યું હતું અને કૉલેજના તમામ ડેટા ભેગા કરીને અરજી કરવામાં આવી હતી. અગાઉ મ.સ.યુનિ.ની મેડિસીન ફેકલ્ટી તરીકે અરજી કરવામાં આવતી હતી, જેથી એક ફેકલ્ટીને રેન્કિંગ મળી શકતું ન હતું. આ વર્ષે બરોડા મેડિકલ કૉલેજ તરીકે અલાયદી અરજી કરવામાં આવતાં ટોપ 20માં સ્થાન મળ્યું છે. જે કૉલેજ અને હૉસ્પિટલ બંને માટે ગૌરવની વાત છે. આ ફ્રેમવર્ક પ્લેસમેન્ટ પર વધુ ધ્યાન આપે છે ભારત સરકારનું નેશનલ ઇન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમવર્ક (NIRF) મુખ્યત્વે સરકારી ધોરણો અને એકેડેમિક્સ પર વધુ ધ્યાન આપે છે, જ્યારે આઈઆઈઆરએફ સ્વતંત્ર સંસ્થા છે, જે 1 હજાર પોઈન્ટ્સ આધારિત 7 મુખ્ય માપદંડોને આધારે રેન્કિંગ આપે છે. જેમાં પ્લેસમેન્ટ, ટીચિંગ-લર્નિંગ પેડાગોજી, રિસર્ચ, ઈન્ડસ્ટ્રી કનેક્ટ, ફ્યૂચર ઓરિએન્ટેશન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્લોબલ આઉટલુક પર વિશેષ ભાર મૂકે છે. જેના આધારે વિદ્યાર્થીઓ રાજ્ય, ઝોન અને ચોક્કસ શહેરના આધારે પણ બેસ્ટ કોલેજો શોધી શકે છે. પૂર્વ વિદ્યાર્થીઓનો પ્રતિસાદ પણ લેવાયો હતો આ રેન્કિંગ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને તેમના પ્રતિસાદને લીધે મળ્યું છે. આઈઆઈઆરએફ આપણે જે કહીએ તે પ્રમાણે નહીં પણ વિદ્યાર્થીઓના પણ પ્રતિસાદ લે છે. બરોડા મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ આખી દુનિયામાં છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમવર્ક માટે પણ એપ્લાય કર્યું છે, જેનું પરિણામ હજુ નથી આવ્યું. - ડો.ચિરાગ મિસ્ત્રી, કમિટીના સભ્ય
    Click here to Read More
    Previous Article
    સચિવાલયના બ્લોક નં-9ના બેઝમેન્ટમાં શોર્ટ સર્કિટથી આગ:ધુમાડાના ગોટેગોટાથી અફરાતફરી, ફાયર બ્રિગેડની સમયસૂચકતાથી મોટી હોનારત ટળી
    Next Article
    Bharat Forge Q1 Results Today: Time, Earnings Call, What To Watch, Dividend & Fundraising

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment