Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આદિવાસી વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ બનશે સુદ્રઢ:ગેટ્સ ફાઉન્ડેશન અને IIPH ના સહયોગથી કુપોષણ અને એનીમિયા નાબૂદી અભિયાન

    1 day ago

    ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં આરોગ્યના સ્તરને ઊંચું લાવવા અને છેવાડાના નાગરિકો સુધી શ્રેષ્ઠ તબીબી સેવાઓ પહોંચાડવા માટે રાજ્ય સરકાર હવે એક્શન મોડમાં આવી છે. ગાંધીનગર ખાતે આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાની અધ્યક્ષતામાં મળેલી એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં આદિવાસી જિલ્લાઓના આરોગ્યલક્ષી પડકારોના કાયમી નિવારણ માટે મહત્વનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. આ બેઠકમાં ખાસ કરીને માતા અને બાળકના સ્વાસ્થ્યને સુરક્ષિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. IMR અને MMR ઘટાડવા પર ભાર આદિવાસી પટ્ટામાં લાંબા સમયથી સતાવી રહેલા કુપોષણ, શિશુ મૃત્યુદર (IMR), માતા મૃત્યુદર (MMR) અને એનીમિયા જેવા ગંભીર જાહેર આરોગ્ય પડકારો આ બેઠકના કેન્દ્રસ્થાને રહ્યા હતા. પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દરેક નાગરિકને સર્વસમાવેશક આરોગ્ય સેવાઓ આપવા કટિબદ્ધ છે. મંત્રીએ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે આદિવાસી વિસ્તારોમાં સ્વાસ્થ્ય પરિણામો સુધારવા માટે માત્ર પરંપરાગત પદ્ધતિઓ જ નહીં, પરંતુ નવીન ટેકનોલોજી અને સમુદાય-કેન્દ્રિત વ્યૂહરચનાઓનો પણ બહોળો ઉપયોગ કરવામાં આવે. વૈશ્વિક અને સ્થાનિક સંસ્થાઓનો સહયોગ આદિવાસી વિસ્તારોમાં પરિવર્તન લાવવા માટે સરકાર હવે ખાનગી અને વૈશ્વિક સંસ્થાઓની નિષ્ણાત સેવાઓ પણ લેશે. આ બેઠકમાં SRK નોલેજ ફાઉન્ડેશન, ગેટ્સ ફાઉન્ડેશન અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ (IIPH), ગાંધીનગરના પ્રતિનિધિઓ સાથે મંત્રી દ્વારા ઊંડાણપૂર્વક પરામર્શ કરવામાં આવ્યો હતો. આ સંસ્થાઓએ આદિવાસી સમુદાયોના ઉત્થાન માટે ટેકનિકલ અને સંસાધનલક્ષી સહયોગ આપવાની ખાતરી આપી છે. આ સંયુક્ત પ્રયાસોથી આરોગ્ય માળખું વધુ વેગવંતુ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. ટેકનોલોજી અને નવી વ્યૂહરચનાથી આવશે બદલાવ આદિવાસી જિલ્લાઓના ભૌગોલિક પડકારોને ધ્યાનમાં રાખીને આરોગ્ય સેવાઓને ડિજિટલ માધ્યમો અને આધુનિક સાધનોથી સજ્જ કરવાની યોજના છે. પ્રફુલભાઈ પાનશેરીયાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, સરકાર અને વિવિધ ફાઉન્ડેશનો વચ્ચેના આ મજબૂત જોડાણને કારણે આગામી સમયમાં ગુજરાતના આદિવાસી વિસ્તારોના આરોગ્ય ક્ષેત્રે હકારાત્મક અને ક્રાંતિકારી પરિવર્તન જોવા મળશે. આરોગ્ય માળખાને મજબૂત કરી મિશન મોડમાં કામગીરી કરી છેવાડાના માનવીને તંદુરસ્ત બનાવવાનું સરકારનું લક્ષ્ય છે.
    Click here to Read More
    Previous Article
    અપહરણના ગુનામાં આરોપી ઝડપાયો:17 વર્ષની સગીરાનું સુરક્ષિત રેસ્ક્યુ કરાયું
    Next Article
    ચોરી કેસનો ફરાર આરોપી વિરાણીયાથી ઝડપાયો:લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનના ગુનામાં મહીસાગર પેરોલ ફર્લો શાખાની કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment