Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:IIM-Aમાં કૃષ્ણમૂર્તિ ટંડન સ્કૂલ ઓફ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સ્થાપવા એલુમની, ગ્લોબલ લીડર ચન્દ્રિકા ટંડને 100 કરોડ દાન કર્યા

    16 hours ago

    ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મૅનેજમેન્ટ (IIM-A)માં ‘કૃષ્ણમૂર્તિ ટંડન સ્કૂલ ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ’ સેન્ટર શરૂ કરાયું છે. પૂર્વ વિદ્યાર્થિની ચંદ્રિકા કૃષ્ણમૂર્તિ ટંડન અને તેમના પતિ રંજન ટંડને આપેલા ₹100 કરોડના દાનથી આ સ્કૂલ સ્થપાઈ થઈ છે. PGP 1975 બેચના એલુમની ચંદ્રિકા કૃષ્ણમૂર્તિ ટંડન ગ્લોબલ બિઝનેસ લીડર અને ગ્રેમી એવોર્ડ વિજેતા છે. આ સ્કૂલ વૈશ્વિક સ્તરે AI લીડરશિપના લક્ષ્ય સાથે IIM વૈશ્વિક પરિપ્રેક્ષ્ય સાથે AI ક્ષેત્રે ડેવલપમેન્ટ કરશે. અહીં ટૅક્નોલોજી, મોડેલ અને એપ્લિકેશન સ્તરે AIનો ઉપયોગ રાશે. કાર્યક્રમમાં સંસ્થાના બોર્ડ ઓફ ગવર્નર્સના ચેરપર્સન પંકજ પટેલ, ડિરેક્ટર પ્રોફેસર ભરત ભાસ્કર, એન્ડોમેન્ટ ફંડના સ્થાપક સભ્ય રમેશ મંગલેશ્વરન, એન્ડોમેન્ટ ફંડ બોર્ડ ચેરપર્સન દીપ કલરા સહિત ફેકલ્ટી મેમ્બર્સે હાજરી આપી હતી. ટંડને કહ્યું કે IIM-A જે રીતે મૅનેજમેન્ટ ક્ષેત્રે વર્લ્ડ-ક્લાસ રહ્યું છે તેમ હવે AI ક્ષેત્રે પણ વિશ્વસ્તરીય રહેશે. ઇન્સ્ટિટ્યૂટ ખાતે શરૂ કરાયેલું AI સેન્ટર માત્ર બિલ્ડિંગ છે પરંતુ તેના ઉપયોગ સાથે આપણે ત્યાં શું કામગીરી કરીએ તે વધારે મહત્ત્વનું છે.’ AI-ડોમેનને જોડી લીડર્સ તૈયાર કરાશે IIM-Aનું ફોકસ મૅનેજમેન્ટ, ડોમેન જ્ઞાન સાથે AIને જોડીને ઉદ્યોગ માટે વાસ્તવિક ઉકેલો તૈયાર કરવા પર છે. માત્ર ટૅક્નોલોજીને સમજે જ નહીં પણ માનવ અને મશીન સાથે કામ કરતી હાઈબ્રિડ વર્કફોર્સને પણ અસરકારક રીતે સંચાલિત કરી શકે, તેવા લીડર્સ તૈયાર કરવાના છે.’ - પ્રોફેસર ભરત ભાસ્કર, ડિરેક્ટર, IIM-A હવે અમે AI યુગ માટે લીડર્સ તૈયાર કરીશું IIM-A 6 દાયકાથી શ્રેષ્ઠતા માટે ઓળખાય છે, પરંતુ હવે અમારી જવાબદારી છે કે અમે AI યુગ માટે યોગ્ય લીડર્સ તૈયાર કરીએ. ભારત માટે AI એક વિશાળ તક છે, પરંતુ તે માટે યોગ્ય તાલીમ, સંશોધન અને દિશા જરૂરી છે. આ નવી સ્કૂલ એ જ દિશામાં એક મહત્ત્વનું પગલું છે. - પંકજ પટેલ, ચેરમેન, બોર્ડ ઓફ ગવર્નર્સ, IIMA
    Click here to Read More
    Previous Article
    ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ:સોલા સિવિલ મહિલાના વીડિયો કેસમાં 9 દિવસે પણ પોલીસ ફરિયાદ થઈ નથી
    Next Article
    Trump's Signature To Appear Paper Currency In 1st For Sitting President

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment