Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત યુનિવર્સિટી બની રાજ્યની પ્રથમ ઓટોનોમસ યુનિવર્સિટી:યુજીસી કેટેગરી-IIની માન્યતા મળતા પોતાની રીતે નિર્ણય લઈ શકશે, વિદેશી અધ્યાપકોની ડાયરેક્ટ નિમણૂક કરાશે

    3 days ago

    યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને ગુજરાત યુનિવર્સિટી(GU)ને યુજીસી કેટેગરી-II ગ્રેડેડ ઓટોનોમસ યુનિવર્સિટીની માન્યતા આપી છે. આ સિદ્ધિ સાથે ગુજરાત યુનિવર્સિટી ગુજરાતની પ્રથમ સ્ટેટ યુનિવર્સિટી બની ગઈ છે. હવે યુનિવર્સિટીને નવા કોર્સ શરૂ કરવા માટે કે પછી સિલેબસ તૈયાર કરવા માટે UGCની મંજૂરી નહીં લેવી પડે. આગામી સમયમાં અભ્યાસક્રમોમાં જરૂરી ફેરફારો કરી શકશે તેમજ વિદ્યાર્થીઓ માટે રોજગારલક્ષી અને સ્કિલ આધારિત નવા કાર્યક્રમો શરૂ કરવાની તક મળશે. અત્યારે વિદ્યાર્થી સંખ્યાના 20 ટકા સુધી વિદેશી વિદ્યાર્થીઓને ગુણવત્તાના આધારે પ્રવેશ આપવાની સ્વતંત્રતા પણ યુનિવર્સિટીને મળશે. તેમજ ગુજરાત યુનિવર્સિટી વિદેશી વિદ્યાર્થીઓને સીધો જ પ્રવેશ આપી શકશે. ઓપન એન્ડ દીસ્તાન સ્કૂલ લર્નિંગ દ્વારા નવા અભ્યાસક્રમો શરૂ કરવાની અને UGCના નિષ્ણાતોની જગ્યાએ યુનિવર્સિટીના નિષ્ણાતો પાસેથી ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવાની સત્તા મળી ગઈ છે. તેમજ હવે ગુજરાત યુનિવર્સિટી વિદેશી અધ્યાપકોને પણ સીધી જ નિમણૂક આપી શકશે. નવા સર્ટિફિકેટ, ડિપ્લોમા અને ડિગ્રી કોર્સ શરૂ કરવાની છૂટ કેટેગરી-II ગ્રેડેડ ઓટોનોમસ મળવાથી ગુજરાત યુનિવર્સિટી હવે સ્કિલ આધારિત અભ્યાસક્રમો શરૂ કરી શકશે. તેમજ ઉદ્યોગોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને નવા સર્ટિફિકેટ, ડિપ્લોમા અને ડિગ્રી કોર્સ શરૂ કરવાની પણ છૂટ મળશે. યુનિવર્સિટી હવે પોતાની આવકમાંથી પ્રતિભાશાળી શિક્ષકો અને સંશોધકોની નિમણૂક કરી શકશે તેમજ જરૂરિયાત મુજબ કરાર આધારિત ફેકલ્ટી પણ રાખી શકશે. એટલું જ નહીં, વિદેશી યુનિવર્સિટીઓ સાથે શૈક્ષણિક સહયોગ વધારવા અને આંતરરાષ્ટ્રીયકરણને પ્રોત્સાહન આપવા માટે પણ આ માન્યતા મહત્વપૂર્ણ સાબિત થશે. મેડિકલ અને હોસ્પિટાલિટી મેનેજમેન્ટ કોલેજ શરૂ કરવાના દરવાજા ખુલ્યા યુનિવર્સિટીએ ગાંધીનગર અને અમદાવાદમાં ચાલતા ઉદ્યોગને સાથે રાખીને તેની જરૂરિયાત અને ઇન્ડસ્ટ્રી માર્કેટની જરૂરિયાતના આધારે નવા કોર્સ અને અભ્યાસક્રમ શરૂ કરવાની પણ તૈયારીઓ શરૂ કરી છે. તેમજ ગુજરાતી યુનિવર્સિટીને મેડિકલ કોલેજ કે પછી હોસ્પિટાલિટી મેનેજમેન્ટ કોલેજ શરૂ કરવાના પણ દરવાજા ખુલી ગયા છે. ગુજરાતના વિદ્યાર્થીઓને ઘણો ફાયદો થવાનો નિયમ પ્રમાણે અત્યાર સુધી જો કોઈ યુનિવર્સિટીને નવા કોર્સ શરૂ કરવા હોય તો તેને UGCની મંજૂરી લેવી પડતી હોય છે. જો UGC મંજૂરી આપે તો જ કોર્સ શરૂ કરી શકાય છે. પરંતુ ગુજરાત રાજ્યની પહેલી એવી યુનિવર્સિટી હશે કે જે પોતાની રીતે સત્તા મંડળ સાથે ચર્ચા કરી નવા કોર્સ UGCની મંજૂરી વગર શરૂ કરી શકશે. જેથી મોંઘી ફી ભરીને વિદેશમાં અથવા અને અન્ય રાજ્યમાં અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓને ગુજરાત યુનિવર્સિટીમાં ઓછા ખર્ચે ઇન્ડસ્ટ્રીને જરૂર હોય તેવા કોર્સમાં અભ્યાસ કરી શકશે. જેથી ગુજરાતના વિદ્યાર્થીઓને તેનો ઘણો ફાયદો થવાનો છે. સારો ગેડ ધરાવતી યુનિવર્સિટીને ઑટોનોમસ અપાય છે ગુજરાત યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ડૉ. જગદીશ જોશીએ જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટીને નેક A+ પરિણામ મળ્યું તેના કારણે તેમજ છેલ્લા કેટલાક વર્ષોથી ભારતની પ્રતિષ્ઠિત 100 સંસ્થામાં સ્થાન પામેલ છે. જેથી આ ગ્રેડના આધારે ઓટોનોમસ યુનિવર્સિટી તરીકે મંજૂરી મળે તે માટે અરજી કરી હતી. સામાન્ય રીતે UGCના નિયમ પ્રમાણે રેન્કિંગમાં યુનિવર્સિટી જ્યારે સારો ગેડ ધરાવતી હોય ત્યારે તેને ઑટોનોમીનું સ્ટેટસ મળતું હોય છે. જોકે હવે ગુજરાતની એક માત્ર એવી યુનિવર્સિટી છે જેને આ પ્રકારે ઑટોનોમિનું સ્ટેટસ મળ્યું હોય.વધુમાં જોશીએ જણાવ્યું હતું કે, આ સ્ટેટસ મળ્યા પછી ગુજરાત યુનિવર્સિટીને પોતાની રીતે જ નિર્ણય લેવાની સ્વાતંત્રતા મળશે. UGC પર આધારિત રહ્યા વગર વહીવટી નિર્ણય સત્તામંડળ સાથે ચર્ચા કરીને નિર્ણય લઈ શકશે. ગુજરાત યુનિવર્સિટી કોઈ વિભાગ કે સ્કૂલ શરૂ કરવા માગતી હશે તો તે પણ નિર્ણય પોતાની રીતે જ લઈ શકશે. વિદ્યાર્થીઓ હવે ઓછા ખર્ચે નવા કોર્સમાં અભ્યાસ કરી શકશે નવા કોર્સ શરૂ કરવાને લઇને ડૉ. જગદીશ જોશીએ જણાવ્યું કે, ગુજરાત યુનિવર્સિટીને જો મેડિકલ કોલેજ શરૂ કરવી હોય કે હોસ્પિટાલિટી મેનેજમેન્ટના કોર્સ શરૂ કરવા હોય તો તેના માટે પણ રસ્તો ખુલ્લો થઈ ગયો છે. ગુજરાતના વિદ્યાર્થીઓ કે જે મોંઘી ફી ભરીને અન્ય રાજ્ય કે વિદેશમાં જઈને આવા કોર્સ કરે છે, તે વિદ્યાર્થીઓને હવે ઓછા ખર્ચે નવા કોર્સ શરૂ કરાવીને અભ્યાસ કરાવી શકશે. 70 વિદેશી અધ્યાપકોને નિમણૂક, 20% વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ જોશીએ જણાવ્યું કે, ઇન્ડસ્ટ્રી માર્કેટની ફરિયાદ હોય છે કે વિદ્યાર્થીઓ ઇન્ડસ્ટ્રી માટે તૈયાર નથી. જેથી અમે ઉદ્યોગની સાથે રહીને તેમની જરૂરિયાત પ્રમાણે તેવા પ્રકારના અભ્યાસક્રમ શરૂ કરવામાં આવશે. IIM અમદાવાદ, IIT ગાંધીનગર આ પ્રકારની મોટી સંસ્થામાં જ વિદેશો અધ્યાપકો વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવા માટે આવતા હતા. જોકે હવે સ્ટેટની પહેલી એવી યુનિવર્સિટી હશે જે મહેકમના 20 ટકા એટલે કે 70 જેટલા વિદેશી અધ્યાપકોને નિમણૂક આપીને વિદ્યાર્થીઓના અભ્યાસ માટે બોલાવી શકીશું. અત્યારસુધી વિદેશી વિદ્યાર્થીઓને સીધો પ્રવેશ આપી શકતા નહોતા. પરંતુ હવે ઑટોનોમસ મળવાના કારણે વિદેશી વિદ્યાર્થીઓને સીધો જ પ્રવેશ આપી શકીશુ. ઇન્ટેકના 20 ટકા જેટલા વિદેશી વિદ્યાર્થીઓને આપડે સીધો જ પ્રવેશ આપી શકીશુ.
    Click here to Read More
    Previous Article
    સેન્સેક્સ 500 અંક વધીને 79,050 પર પહોંચ્યો:નિફ્ટી 20 અંક વધ્યો, 24,650 પર ટ્રેડિંગ
    Next Article
    હારીજમાં દહેજની માંગ કરી સાસરીયાઓએ પરિણીતાને ત્રાસ આપ્યો:રૂ. 2 લાખ લઈ આવ નહીં તો જાનથી મારી નાખવાની ધમકી આપી, પતિ સહિત ચાર સામે ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment