Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રેન્જ IG બન્યા બાદ પ્રથમવાર નિર્લિપ્ત રાય મોરબી પહોંચ્યા:અધિકારીઓ સાથે મેરેથોન બેઠક યોજી અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીની સૂચના, SPએ ASIને સસ્પેન્ડ કર્યા

    1 day ago

    રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયે મોરબી જિલ્લા પોલીસ વડાની કચેરીની મુલાકાત લઈ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી હતી. જિલ્લામાં સતત વધી રહેલી અસામાજિક પ્રવૃત્તિઓ અને ગંભીર ગુનાઓને ડામવા માટે તેમણે પોલીસ અધિકારીઓને કડક સૂચનાઓ આપી છે. દરમિયાન બે દિવસ પહેલા થયેલી મારામારીના બનાવમાં ફરિયાદ લેવામાં વિલંબ મુદ્દે SP મુકેશકુમાર પટેલે ASI સબળસિંહ સોલંકીને સસ્પેન્ડ કરતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે. ઉચ્ચ અધિકારીઓ સાથે મેરેથોન બેઠક રાજકોટ રેન્જ IG તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ નિર્લિપ્ત રાયે મોરબી જિલ્લા એસપી કચેરીના સભાખંડમાં મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા (SP) મુકેશકુમાર પટેલ, DySP જે.એમ. આલ, સમીર સારડા, વિરલ દલવાડી અને કે.પી. પરમાર ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત LCB PI, SOG PI સહિત જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનના PI પણ હાજર રહ્યા હતા. ગુનાખોરી પર લગામ લગાવવા આદેશ છેલ્લા કેટલાક સમયથી મોરબી જિલ્લામાં હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ, મારામારી અને ચોરી જેવી ગંભીર ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિને ગંભીરતાથી લેતા રેન્જ IGએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, જિલ્લામાં કાયદાનું ચુસ્તપણે પાલન થવું જોઈએ. તેમણે અસામાજિક તત્વો સામે 'ઝીરો ટોલરન્સ'ની નીતિ અપનાવી તેમની પર તૂટી પડવા પોલીસને આદેશ આપ્યા છે. આગામી સમયમાં આકરા પગલાંના સંકેત સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠક બાદ મોરબી પોલીસ દ્વારા અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વો અને લુખ્ખાઓ સામે મોટા પાયે ડ્રાઈવ શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે. રેન્જ IGની આ સીધી સૂચના બાદ હવે મોરબી પોલીસ ગુનેગારો સામે કેવા અને કેટલા આકરા પગલાં ભરે છે, તેના પર સૌની નજર રહેશે. બેદરકારી બદલ ASI સસ્પેન્ડ મોરબી તાલુકાના પીપળી રોડ ઉપર બે દિવસ પહેલા થયેલ મારામારીના બનાવમાં ભોગ બનેલ વ્યક્તિની ફરિયાદ લેવામાં વિલંબ થયો હોય આ ગંભીર બેદરકારીને ધ્યાને રાખીને મોરબી જિલ્લાના પોલીસ વડા મુકેશકુમાર પટેલ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા એ.એસ.આઇ. સબળસિંહ સોલંકીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    એલનના ભૂતપૂર્વ વિજ્ઞાન શિક્ષકને 3 વર્ષની કેદ:સગીરા પાસેથી તેના અશ્લીલ ફોટા મંગાવ્યા, નપાસ કરવાની ધમકી આપી
    Next Article
    General board meeting in Rajkot | રાજકોટ મનપાનું અંતિમ જનરલ બોર્ડ તોફાની બન્યું | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment