Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાત બાદ મોટી કાર્યવાહી:બચુનગરમાં 12,000 ચો.મી. ગેરકાયદેસર બાંધકામ તોડી 2 કરોડની જમીન ખુલ્લી કરાઈ

    12 hours ago

    જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે સવારે બચુનગર વિસ્તારમાં મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાયની જામનગર મુલાકાત બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસર દબાણ હટાવી રૂ. 2 કરોડની કિંમતની 12,000 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાઈ છે. આ મેગા ઓપરેશનમાં એક હીટાચી અને ત્રણ જેસીબી મશીનની મદદ લેવામાં આવી હતી. મહાનગરપાલિકાની જગ્યામાં ગેરકાયદેસર રીતે બનેલા એક ધાર્મિક સ્થળ (જમાતખાના)નું દબાણ દૂર કરવામાં આવ્યું છે, જેમાં બે માળ સહિતના બાંધકામને તોડી પાડવામાં આવ્યું હતું. રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાયે જામનગરની મુલાકાત લીધા બાદ શહેરમાં શાંતિ અને સલામતી જાળવવા માટે સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કર્યું હતું. તેમની મુલાકાત બાદ જામનગરમાં અનેક ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે અને પોલીસ તથા મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી શરૂ કરાઈ છે. જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદીના આદેશ બાદ આ ડિમોલેશન હાથ ધરાયું હતું. આ કાર્યવાહી માટે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા અને ફાયર બ્રિગેડની ટીમ સહિત 50 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓનો કાફલો સવારે બચુ નગર પહોંચ્યો હતો. ડિમોલેશન દરમિયાન સિટી એ. ડિવિઝનની પોલીસ ટુકડી પણ મદદમાં જોડાઈ હતી. મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાના અધિકારી અનવર ગજણની રાહબરી હેઠળ આ સમગ્ર કાર્યવાહી વહેલી સવારથી જ સ્થળ પર શરૂ કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    અમરેલીમાં કુંકાવાવ ચોકી રોડ પર રેલવે ફાટક નજીક અકસ્માત:અજાણ્યા વાહનની ટક્કરે 2 રાહદારી ઘાયલ, એકની હાલત ગંભીર
    Next Article
    Box Office: Dhurandhar 2 Refuses To Slow Down, Mints Rs 675 Crore In India

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment