Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IDFC બેંકનું કામ પતાવી બારડોલી પરત ફરતી વખતે દુર્ઘટના બની:ટિચકપુરા બાયપાસ નજીક ટ્રક બાઈક પર ફરી વળતા બેંક સેલ્સ મેનેજરનું મોત

    8 hours ago

    નેશનલ હાઈવે-53 પર ટિચકપુરા બાયપાસ બસ સ્ટેશન નજીક ટ્રકે બાઈકને અડફેટે લેતાં ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બાઈક પાછળ સવાર IDFC બેંકના સેલ્સ મેનેજરનું ટ્રકના પાછળના પૈડાં નીચે કચડાઈ જવાથી ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે બાઈકચાલક સેલ્સમેનને શરીરે તેમજ પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં તાત્કાલિક સારવાર અર્થે વ્યારા જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. વિગતો મુજબ, બારડોલી ખાતે રહેતા કેતનભાઈ શશીકાંતભાઈ ભંડારી વ્યારા સ્થિત IDFC ફર્સ્ટ બેંકની શાખામાં સેલ્સમેન તરીકે ફરજ બજાવે છે. ગત 29 સપ્ટેમ્બરના રોજ તેઓ બેંકના સેલ્સ મેનેજર ભાવિકભાઈ ભરતભાઈ ભગત સાથે પોતાની પલ્સર બાઈક (GJ-19-SC-6586) પર ઓફિશિયલ કામકાજ અર્થે વ્યારા આવ્યા હતા. સાંજનું કામ આટોપી આશરે 7:15 વાગ્યાના સુમારે બંને કર્મચારીઓ બાઈક પર સવાર થઈ નેશનલ હાઈવે-53 પરથી બારડોલી પરત ફરી રહ્યા હતા. દરમિયાન ટિચકપુરા બસ સ્ટેન્ડ નજીક આગળ દોડી રહેલી ટ્રકના ચાલકે અચાનક વાહન બાઈકની સાઈડમાં દબાવતાં જોરદાર ટક્કર લાગી હતી. ટક્કર વાગતાં જ બંને સવારો હાઈવે પર ફંગોળાયા હતા, જેમાં પાછળ બેઠેલા ભાવિકભાઈ ભગત ટ્રકના પાછળના વ્હીલ નીચે આવી જતાં સ્થળ પર જ દમ તોડી દીધો હતો. બાઈકચાલક કેતનભાઈને જમણા પગના પંજા સહિત શરીરે ગંભીર ઈજાઓ થતાં 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ પહોંચાડાયા હતા. અકસ્માત સર્જી કર્ણાટક પાસિંગની ટ્રક (KA-56-6436)નો ચાલક વાહન હાઈવે પર રેઢું મૂકી અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો હતો. બનાવ સંદર્ભે ઈજાગ્રસ્ત કેતનભાઈએ ટ્રકચાલક વિરુદ્ધ બેદરકારીપૂર્વક વાહન હંકારી સાથી કર્મચારીનું મોત નીપજાવવા અંગે વ્યારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી ફરાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    અમેરિકાના સિનિયર કેર સેન્ટર:વૃદ્ધાવસ્થાને 'જીવનનો નવો અધ્યાય' બનાવતી વ્યવસ્થા, 'મુજ વીતી એ તુજ વીતશે, ધીરી બાપુડિયા'
    Next Article
    અમલ નહિ થાય તો સ્થળ ઉપર જ દંડની વસૂલાત કરાશે‎:બોટાદ પાલિકાના બે કર્મીઓ રાત્રે વોચમાં નીકળ્યા જાહેરમાં કચરો ફેંકતા 11 વ્યક્તિને રૂ. 9,600નો દંડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment