Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં નકલી પોલીસ ID સાથે વોન્ટેડ આરોપી પકડાયો:કારમાંથી દારૂ અને બનાવટી ID મળ્યા, 4 દિવસના રિમાન્ડ મંજૂર

    14 hours ago

    અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પેટ્રોલિંગ દરમિયાન ખાંભા પોલીસે એક વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે. ડેડાણ વિસ્તારમાં એક કારની તપાસ કરતા તેમાંથી દારૂની 6 બોટલો અને ગુજરાત પોલીસનું બનાવટી ઓળખપત્ર (આઈકાર્ડ) મળી આવ્યું હતું. પકડાયેલ આરોપી 32 વર્ષીય ચિરાગ ગોબરભાઈ જાદવ અમદાવાદના હનીટ્રેપ કેસમાં મુખ્ય આરોપી હતો અને લાંબા સમયથી ફરાર હતો. પોલીસને કારમાંથી દારૂ મળતા શંકા ગઈ હતી, જેથી વધુ તપાસ હાથ ધરવામાં આવી. કારના સ્ટીયરિંગ પાસે બનાવેલા ગુપ્ત ખાનામાંથી ગુજરાત પોલીસનું બનાવટી આઈકાર્ડ મળી આવ્યું હતું. આ આઈકાર્ડમાં આરોપી ખાખી વર્દીમાં દેખાતો હતો, જેનો ઉપયોગ તે લોકોમાં ભય પેદા કરીને પૈસા પડાવવા માટે કરતો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ચિરાગ જાદવ અમદાવાદના નરોડા વિસ્તારમાં થયેલા હનીટ્રેપ કેસમાં મુખ્ય આરોપી હતો. તેણે પોતાના સાગરીતો સાથે મળીને નકલી પોલીસ બનીને એક વ્યક્તિ પાસેથી આશરે 3 લાખ રૂપિયા પડાવ્યા હતા. આ ઉપરાંત, સુરત અને અમદાવાદમાં મારામારી અને લૂંટ સહિતના 6થી વધુ ગુનાઓમાં તેની સંડોવણી હોવાનું પણ જાણવા મળ્યું છે. ખાંભા પોલીસે આરોપી ચિરાગ જાદવની ધરપકડ કરીને અંદાજે 2 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કોર્ટે આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, જેના આધારે પોલીસ હવે આ સમગ્ર રેકેટના અન્ય સાગરીતો અને તેની સાથે સંકળાયેલી કડીઓ શોધવા માટે વધુ તપાસ કરી રહી છે. ધારીના એએસપી જયવીર ગઢવીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ખાંભા પોલીસ ચૂંટણી પેટ્રોલિંગ દરમિયાન ડેડાણ નજીકથી એક શંકાસ્પદ કાર મળી આવી હતી. જેમાંથી 6 ઇંગ્લિશ દારૂની બોટલ અને ગુજરાત પોલીસનું બનાવટી આઈકાર્ડ મળી આવ્યું હતું. આરોપી ચિરાગ હનીટ્રેપ અને અમદાવાદના અન્ય ગુનાઓમાં પણ સંડોવાયેલો હતો અને ફરાર હતો.
    Click here to Read More
    Previous Article
    20 એપ્રિલ સુધી અમદાવાદીઓએ સાવધ રહેજો!:આજથી કાળઝાળ ગરમી, કોર્પોરેશનનો 'હીટ એક્શન પ્લાન' તૈયાર; વાંચો કયા વિસ્તારમાં સૌથી વધુ ગરમી પડશે
    Next Article
    Jammu Kashmir Farmers | વરસાદના ડરથી સાંબાના ખેડૂતોએ પાક બચાવવા વહેલી લણણી શરૂ કરી | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment