Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ નગરપાલિકામાં જન્મ-મરણ ID બંધ:ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રીને મલ્ટી આઈડી ફરી શરૂ કરવા પત્ર લખ્યો

    12 hours ago

    પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી પાટણ નગરપાલિકા ખાતે જન્મ અને મરણના દાખલા માટેની સી.આર.એસ. (Civil Registration System) પોર્ટલની મલ્ટી આઈ.ડી. તાત્કાલિક શરૂ કરવા રજૂઆત કરી છે. આ આઈ.ડી. બંધ હોવાને કારણે નાગરિકોને દાખલા મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. નગરપાલિકામાં જન્મ-મરણ નોંધણી માટે ઉપયોગમાં લેવાતી મલ્ટી આઈ.ડી. (GJ90157001SR) વર્ષ 2025 થી બંધ પડી છે. આ ટેકનિકલ સમસ્યાને કારણે વહીવટી કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે અને નાગરિકોને જરૂરી પ્રમાણપત્રો સમયસર મેળવવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ધારાસભ્યએ પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે, જાહેર હિત અને વહીવટી સરળતા માટે અગાઉ કાર્યરત રહેલી આ મલ્ટી આઈ.ડી. ફરીથી સક્રિય કરવી અત્યંત જરૂરી છે. લાંબા સમયથી આ આઈ.ડી. બંધ હોવાને કારણે નગરપાલિકાની કામગીરી પર સીધી અસર પડી રહી છે. તેમણે મુખ્યમંત્રીને આ બાબતે નિયમાનુસાર કાર્યવાહી કરી આઈ.ડી. ફરીથી ચાલુ કરવા વિનંતી કરી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં IPL ફાઈનલ પર વરસાદનું સંકટ:4 જૂન સુધી રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી,50થી 60 કિમી પ્રતિકલાકની ઝડપે ફૂંકાઈ શકે પવન;માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના
    Next Article
    સુરતના નાસિર નગરમાં મેગા ડિમોલિશન, વગર નોટિસે બુલડોઝરની એન્ટ્રી:100થી વધુ પરિવારો ઘરવિહોણા, રોષે ભરાયેલા સ્થાનિકોએ કહ્યું- રોડ અને નળ આપ્યા ત્યારે ગેરકાયદે નહોતું?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment