Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેરળ નેવી એકેડેમીમાંથી બાંગ્લાદેશી ઝડપાયો:લગભગ એક વર્ષથી લોન્ડ્રી વિભાગમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતો હતો, નકલી ID મળી આવી

    6 hours ago

    કેરળની એઝિમાલા નેવી એકેડેમીમાં નકલી દસ્તાવેજોના આધારે ભારતીય નાગરિક બનીને કામ કરી રહેલા બાંગ્લાદેશી નાગરિકની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ 32 વર્ષીય બિપ્લબ સોરેન તરીકે થઈ છે. તે એકેડેમીના લોન્ડ્રી વિભાગમાં કોન્ટ્રાક્ટ વર્કર હતો. નેવીના અધિકારીઓએ શુક્રવારે રાત્રે લગભગ 8:15 વાગ્યે તેની પૂછપરછ કરી હતી. તેના દસ્તાવેજોની તપાસ કર્યા બાદ તેને પોલીસને સોંપી દીધો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, તે માન્ય દસ્તાવેજો વિના ભારતમાં રહેતો હતો. વર્તન પર શંકા થતાં પૂછપરછ ખરેખર, નેવીના અધિકારીઓને બિપ્લબના વર્તન પર શંકા થઈ હતી. ત્યારબાદ તેના પર નજર રાખવામાં આવી અને અધિકારીઓએ તેને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી હતી. તપાસ દરમિયાન તેના મોબાઇલ ફોનમાંથી એવા દસ્તાવેજો અને માહિતી મળી આવી, જેનાથી તેના બાંગ્લાદેશી નાગરિક હોવાનો સંકેત મળ્યો. ત્યારબાદ નેવીના અધિકારીઓએ તેની પૂછપરછ કરી અને દસ્તાવેજોની ચકાસણી કરી. લગભગ એક વર્ષથી એકેડમીમાં હતો બિપ્લબ સોરેન લગભગ એક વર્ષથી સંવેદનશીલ સંરક્ષણ સંસ્થામાં કોન્ટ્રાક્ટ કર્મચારી તરીકે કામ કરી રહ્યો હતો. તેની રાષ્ટ્રીયતા વિશે જાણકારી ન મળતાં સુરક્ષા વ્યવસ્થાને લઈને સવાલો ઊભા થયા છે. તપાસ એજન્સીઓ હવે એ જાણી રહી છે કે બિપ્લબે નકલી દસ્તાવેજો કેવી રીતે મેળવ્યા અને સંવેદનશીલ સંરક્ષણ સંસ્થામાં પ્રવેશ કેવી રીતે મેળવ્યો. રોજગાર અપાવનારની પણ તપાસ અધિકારીઓ એ પણ તપાસ કરી રહ્યા છે કે તે એકેડમીમાં ક્યારથી કામ કરી રહ્યો હતો. તેની રોજગારીની વ્યવસ્થા કોણે કરી અને આ મામલાને કારણે સુરક્ષા પર કોઈ વ્યાપક અસર તો થઈ નથી ને, તેની પણ તપાસ થઈ રહી છે. આ ધરપકડ ગુપ્તચર એજન્સીઓ પાસેથી મળેલી માહિતીના આધારે કરવામાં આવી હતી. આ કાર્યવાહી કન્નૂર જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં દસ્તાવેજો વિના રહેતા બાંગ્લાદેશી નાગરિકો વિરુદ્ધ ચાલી રહેલી પોલીસ કાર્યવાહીની વચ્ચે થઈ છે. આ કાર્યવાહીમાં મહિલાઓ પણ સામેલ છે. ----------------------------- આ સમાચાર પણ વાંચો: અમદાવાદમાં 166 બાંગ્લાદેશીઓ ઝડપાયા: 300થી વધુ શંકાસ્પદોને કસ્ટડીમાં લેવામાં આવ્યા, શહેરના ત્રણ વિસ્તારોમાં પોલીસની કાર્યવાહી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગેરકાયદેસર ઘૂસણખોરી વિરુદ્ધ કાર્યવાહી કરતાં શહેરના ત્રણ વિસ્તારોમાંથી 300થી વધુ શંકાસ્પદ લોકોને કસ્ટડીમાં લીધા છે. તપાસમાં 166 બાંગ્લાદેશી નાગરિકો મળી આવ્યા છે, જ્યારે અન્ય શંકાસ્પદોના દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    DU ચૂંટણી- પ્રેસિડેન્ટ-સેક્રેટરી સહિત ત્રણ પદો પર ABVPની જીત:એકમાં અપક્ષ ઉમેદવાર જીત્યો, કોંગ્રેસની સ્ટુડન્ટ વિંગ NSUIને એક પણ પદ મળ્યું નહીં
    Next Article
    ગરબા સ્પર્ધાનું કામ નામંજૂર કરાયું:મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં 7 પૈકી 1 કામ મુલતવી, 1 નામંજૂર

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment