Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડૉ.કલ્પના સવાણીએ ટ્રેડિશનલ ડ્રેસમાં ICUમાં દર્દીની સારવાર કરતા વિવાદ:IMAના પ્રમુખે કહ્યું- BHMS ડોક્ટરને આ પ્રોસિજર કરવાની છૂટ નથી, પ્રોફેશનલ મિસકન્ડક્ટ છે

    15 hours ago

    સુરતમાં નવરાત્રિ દરમિયાન ગરબા ગ્રાઉન્ડ છોડી રેપિડો પર હોસ્પિટલ પહોંચી ટ્રેડિશનલ ડ્રેસમાં ડૉ. કલ્પના સવાણી દ્વારા ICUમાં દર્દીની સારવાર કર્યાની ઘટના તબીબી જગતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. એક તરફ દર્દીનો જીવ બચાવવાના મુદ્દાને મહત્તવ આપવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ ઓપરેશન કરનાર ડોક્ટરની લાયકાત, હોમિયોપેથીક ડૉક્ટર દ્વારા એલોપેથિક સારવાર આપવાની કાયદાકીય મર્યાદા અને તબીબી પ્રોટોકોલના પાલ અંગે સવાલો ઊભા થયા છે. આ સમગ્ર મામલે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)ના પૂર્વ પ્રમુખ નવીન પટેલ, IMA પ્રમુખ ડૉ. દેવેન્દ્ર ગોસ્વામી અને ગુજરાત મેડિકલ કાઉન્સિલના ડૉ. નીતિન વોરા સાથે દિવ્ય ભાસ્કરે વાતચીત કરી હતી. ડૉક્ટરને સારવાર કરવાની સત્તા હતી કે નહીં તેની ચકાસણી જરૂરી IMAના પૂર્વ પ્રમુખ નવીન પટેલે આ ઘટનાના સંદર્ભમાં ડૉક્ટરની લાયકાત, સારવારની પદ્ધતિ અને તબીબી નિયમોના પાલન અંગેના મુદ્દાઓ પર ધ્યાન દોર્યું હોવાનું જણાવાયું છે. આ ઘટનામાં દર્દીનો જીવ બચ્યો હોય તે રાહતની બાબત છે, પરંતુ ઓપરેશન કરનાર ડૉક્ટરને તે પ્રકારની સારવાર કરવાની કાયદેસર સત્તા હતી કે નહીં અને જરૂરી તબીબી પ્રક્રિયાનું પાલન થયું હતું કે નહીં તેની ચકાસણી પણ એટલી જ જરૂરી છે. 'હોમિયોપેથીક ડૉક્ટર નિયમોની મર્યાદામાં જ સારવાર કરી શકે છે' ગાંધીનગર IMAના પ્રમુખ ડૉ. દેવેન્દ્ર ગોસ્વામીએ જણાવ્યું હતું કે, હોમિયોપેથીક (BHMS) અથવા આયુર્વેદિક ડિગ્રી ધરાવતા ડૉક્ટરો પોતાની માન્ય લાયકાત અને લાગુ પડતા નિયમોની મર્યાદામાં જ સારવાર કરી શકે છે. જોકે, કોઈ વ્યક્તિની જિંદગી જોખમમાં હોય ત્યારે CPR જેવી પ્રાથમિક જીવનરક્ષક મદદ આપવી એ અલગ બાબત છે. વધારાનો કોર્સથી એલોપેથિક સારવારની સત્તા મળી હોવાનું માની ન શકાય ગુજરાત મેડિકલ કાઉન્સિલના ડૉ. નીતિન વોરાએ આ મામલે જણાવ્યું કે, BHMS, CGO અને FCCS-USA જેવી લાયકાતો કઈ સંસ્થા દ્વારા આપવામાં આવી છે, તેમની માન્યતા શું છે અને તેના આધારે ભારતમાં કઈ પ્રકારની સારવાર કરવાની કાયદેસર સત્તા મળે છે તેની ખરાઈ કરવી જરૂરી છે. કોઈ વધારાનો કોર્સ કે પ્રમાણપત્ર હોવાના આધારે જ તબીબને દરેક પ્રકારની એલોપેથિક સારવાર અથવા સર્જરી કરવાની સત્તા મળી જાય એવું માની શકાય નહીં. સારવાર પછી ઊભી થઈ શકે તેવી જટિલતાઓને અવગણી શકાય નહીં વધુમાં ડૉ વોરાએ જણાવ્યું કે, આ ઘટનામાં દર્દીનો જીવ બચ્યો હોવાની વાત સકારાત્મક છે, પરંતુ સારવાર પછી ઊભી થઈ શકે તેવી જટિલતાઓને પણ અવગણી શકાય નહીં. ઓપરેશન બાદ ચેપ, રક્તસ્રાવ અથવા અન્ય તબીબી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. તેથી દર્દીને તાત્કાલિક રાહત મળી હોય એટલા માત્રથી ઓપરેશનની સમગ્ર પ્રક્રિયા યોગ્ય હતી એવું માની શકાય નહીં. આ ઉપરાંત, ગરબાનાં કપડાં પહેરીને ઓપરેશન કરાયાના આક્ષેપને પગલે સર્જરી દરમિયાન યોગ્ય સર્જિકલ વસ્ત્રો, સ્વચ્છતા અને ચેપ નિયંત્રણના નિયમોનું પાલન થયું હતું કે નહીં તેની તપાસ પણ મહત્ત્વપૂર્ણ બને છે. માત્ર કપડાંના દેખાવ પરથી જ પ્રોટોકોલનો ભંગ થયો હોવાનું નિશ્ચિત કહી શકાય નહીં. તેના માટે હોસ્પિટલની પ્રક્રિયા અને ઉપલબ્ધ તથ્યોની ચકાસણી જરૂરી છે. તબીબી લાયકાત અને દર્દીની સુરક્ષા સૌથી મહત્ત્વપૂર્ણ વોરાએ જણાવ્યું કે, સુરતની આ ઘટના તબીબી વ્યવસાયમાં લાયકાત, કાયદાકીય જવાબદારી અને દર્દીની સુરક્ષા અંગે મહત્ત્વપૂર્ણ સવાલો ઊભા કરે છે. ઇમરજન્સીમાં જીવ બચાવવાની માનવતાપૂર્ણ મદદ અને નિયમિત એલોપેથિક સારવાર આપવાની કાયદેસર સત્તા વચ્ચેનો તફાવત સમજવો જરૂરી છે. સંબંધિત તબીબની માન્ય લાયકાત, રજિસ્ટ્રેશન, ઓપરેશન કરવાની સત્તા, હોસ્પિટલના પ્રોટોકોલ અને ઘટનાના સંજોગોની સત્તાવાર તપાસ બાદ જ અંતિમ નિષ્કર્ષ પર આવી શકાય. સંબંધિત તબીબનો પક્ષ અને સત્તાવાર તપાસના તારણો પણ આ મામલે મહત્ત્વપૂર્ણ રહેશે.
    Click here to Read More
    Previous Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ગલવાન જેવી ઘટના ટાળવા ડ્રોન ફોર્સની જરૂર, ITBP DGનો ખુલાસો; થરૂરે કહ્યું- ભાજપ રાહુલને ગંભીરતાથી લે; DGVCLએ 8 કલાકનો વીજકાપ રદ કર્યો
    Next Article
    રાજકોટમાં સ્ટેમિના વધારવાની દવાના નામે ગંદી ક્લિપ્સનું કૌભાંડ:2,000 લોકોને સેક્સ પાવર વધારવાના નામે નકલી ડોક્ટર્સે ઠગ્યા, PM-JAYનો લોગો-અંગ્રેજી ન્યૂઝપેપરનો યૂઝ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment