Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં સ્ટેમિના વધારવાની દવાના નામે ગંદી ક્લિપ્સનું કૌભાંડ:2,000 લોકોને સેક્સ પાવર વધારવાના નામે નકલી ડોક્ટર્સે ઠગ્યા, PM-JAYનો લોગો-અંગ્રેજી ન્યૂઝપેપરનો યૂઝ કર્યો

    15 hours ago

    રાજકોટ જિલ્લાના ભાયાવદર પંથકમાંથી સેક્સ સ્ટેમિના વધારવાની દવાઓ વેચવાના બહાને સામાન્ય નાગરિકો સાથે છેતરપિંડી આચરતાં ત્રણ ગેરકાયદેસર કોલ સેન્ટરોનો ભાયાવદર પોલીસે પર્દાફાશ કર્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર આકર્ષક જાહેરાતો મૂકીને લોકોને જાળમાં ફસાવી, ખુદ નકલી ડોક્ટર બની અલગ-અલગ આયુર્વેદિક દવાઓના નામે પૈસા પડાવતી ત્રણ અલગ ટોળકીઓને પોલીસે ઝડપી પાડી છે. પોલીસે ત્રણ સ્થળોએ દરોડા પાડીને કુલ 10 સાયબર ઠગોની ધરપકડ કરી છે અને તેમની પાસેથી ₹5.16 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં આ ટોળકીઓએ છેલ્લા પાંચ મહિના દરમિયાન અંદાજે 2000 જેટલા લોકોને શિકાર બનાવી વ્યક્તિ દીઠ ₹1100થી ₹1200 પડાવ્યા હોવાનો ઘટસ્ફોટ થતાં કોર્ટે તમામ આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ભાયાવદરના ત્રણ વિસ્તારોમાં પોલીસના દરોડા અને 10 આરોપીઓની ધરપકડ ધોરાજી ડિવિઝનના એએસપી સિમરન ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ ભાયાવદર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ ડી. એચ. રાખોલીયા અને તેમની ટીમે ચોક્કસ બાતમીના આધારે ભાયાવદરના ઉમિયાનગર, સિનેમા રોડ અને મતવા શેરી વિસ્તારમાં આવેલા મકાનો પર દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન ગેરકાયદે કોલ સેન્ટર ચલાવતા ખોડીદાસ માકડીયા, કૌશિક વાળા, મીત બેડવા, ચેતન રાઠોડ, અહેમદરજા મુલતાની, રાજેશ પરમાર, મનવીર ખાંભલા, અહેમદરજા ઉર્ફે બાપુ કાદરી, નાસીર લાખા અને જીલ દિનેશ ખાણીયાને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. આ રેકેટમાં સંડોવાયેલા અન્ય પાંચ ફરાર આરોપીઓ હાર્દિક ખાંભલા, જયદીપ ગોહિલ, ફૈઝલ રજાક, નિશાંત ઉર્ફે નીલ ભટ્ટ અને રાહુલની શોધખોળ શરૂ કરાઈ છે. સ્થળ પરથી પોલીસે 18 લેપટોપ, 33 કી-બોર્ડ અને માઉસ, 23 મોબાઈલ ફોન અને 3 બ્રોડબેન્ડ રાઉટર સહિત કુલ ₹5,16,700નો મુદ્દામાલ કબજે કર્યો છે. બીભત્સ સાહિત્ય મોકલી દવા લેવા માટે ગ્રાહકોને મજબૂર કરતા પોલીસ તપાસમાં આરોપીઓની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. મુખ્ય આરોપી ખોડીદાસ માકડીયા પોતાના ઘરમાં કમ્પ્યુટર લેબ ઊભી કરીને કોઈપણ જાતના માન્ય લાયસન્સ વગર માણસો રોકીને સેક્સ સ્ટેમિના અને બી-12ની દવાના વેચાણના નામે નકલી ડોક્ટર બનતો હતો. આરોપીઓ પોતાની વેબસાઈટ મારફતે ગ્રાહકોને અશ્લીલ અને બીભત્સ સાહિત્ય મોકલી દવા ખરીદવા ઉશ્કેરતા હતા. જો કોઈ વ્યક્તિ દવા ખરીદવાની ના પાડે તો તેના પરિવારજનોને પોતે બીભત્સ સાહિત્ય જોતો હોવાની વાત જણાવી દેવાની અથવા પોલીસ ફરિયાદ કરી આજીવન જેલભેગા કરવાની ધમકી આપતા અને દવા આપ્યા વગર જ બળજબરીથી એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવી લેતા હતા. ઓર્ડર કેન્સલ કરનારને વોટ્સએપ પર જેલની ધમકી આપતી બીજી ટોળકી બીજા કોલ સેન્ટરનો સંચાલક આરોપી અહેમદરઝા મુલતાણી પોતાના સાગરીતો સાથે મળીને નકલી ડોક્ટર બની લોકોને સેક્સ સ્ટેમિનાની આયુર્વેદિક પ્રોડક્ટ વેચવાના બહાને ફસાવતો હતો. આ ટોળકીમાં જો કોઈ ગ્રાહક ઓર્ડર કન્ફર્મ થયા બાદ તેને કેન્સલ કરાવવાનો પ્રયાસ કરે તો આરોપીઓ વોટ્સએપ મારફતે કાનૂની કાર્યવાહી અને ધાકધમકી આપીને બળજબરીપૂર્વક પૈસા કઢાવી લેતા હતા. જ્યારે ત્રીજી ટોળકીનો સંચાલક હાર્દિક ખાંભલા પોતાના સાગરીતો સાથે મળીને 'ન્યુરો શક્તિ પ્લસ' નામની બનાવટી દવા વેચવાના બહાને ખોટા નામે છેતરપિંડી આચરતો હતો, જે ટોળકીના તમામ આરોપીઓ પોલીસ દરોડા પૂર્વે ફરાર થઈ જતાં તેમને વોન્ટેડ જાહેર કરાયા છે. સરકારી મંત્રાલયોના બોગસ લોગો અને 50 ટકા ડિસ્કાઉન્ટની લાલચ ઠગબાજો લોકોને ભરમાવવા માટે પોતાની વેબસાઈટ પર ભારત સરકારના આયુષ મંત્રાલય, નેશનલ હેલ્થ ઓથોરિટી તેમજ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) ના બનાવટી લોગોનો ખુલ્લેઆમ દુરુપયોગ કરતા હતા. આ ઉપરાંત અંગ્રેજી અખબારોના બોગસ ન્યૂઝ કટિંગ્સ અને કેટલીક જાણીતી ખાનગી સંસ્થાઓના ચિહ્નો દર્શાવી લોકોને સંપૂર્ણ વિશ્વાસમાં લેતા હતા. ગ્રાહકોને ઝડપથી આકર્ષવા માટે દવાઓ પર 50 ટકા જેટલું માતબર ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવતું હતું. સાથોસાથ અમદાવાદ, મુંબઈ, દિલ્હી અને બેંગ્લોર જેવા મહાનગરોના કાલ્પનિક દર્દીઓના ફોટા મૂકીને ખોટા સંતોષકારક રિવ્યૂ દર્શાવવામાં આવતા હતા. હાલ પોલીસે આરોપીઓના બેંક ખાતાઓ અને કોલ ડિટેઈલ્સના આધારે સમગ્ર નેટવર્કની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ડૉ.કલ્પના સવાણીએ ટ્રેડિશનલ ડ્રેસમાં ICUમાં દર્દીની સારવાર કરતા વિવાદ:IMAના પ્રમુખે કહ્યું- BHMS ડોક્ટરને આ પ્રોસિજર કરવાની છૂટ નથી, પ્રોફેશનલ મિસકન્ડક્ટ છે
    Next Article
    મંત્રી મેડમનો ભાંડો ફૂટ્યો, સ્ક્રિનશોટ વાયરલ:ગેનીબેને ખેંચીને છગ્ગો માર્યો, મિનિસ્ટરને ધોઈ નાખ્યા; રૂપાલાએ એક કિસ્સો કહી મોજ કરાવી દીધી!

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment