Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિવિલના ICUની છત ટપકી:પહેલા વરસાદે નબળા બાંધકામની પોલ ખોલી

    14 hours ago

    ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આશરે બે વર્ષ પહેલાં જ સિવિલના તાત્કાલિક સારવાર અર્થે આવેલ ઇમરજન્સી વિભાગ ICCU માં દર્દીઓની સુવિધા માટે કરોડોના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓ તૈયાર કરવામાં આવી હતી. પરંતુ છેલ્લા 24 કલાકમાં શહેરમાં પડેલા વરસાદે જ હોસ્પિટલ તંત્રની કામગીરી અને બાંધકામની નબળી ગુણવત્તાની પોલ છતી કરી દીધી છે,ઇમરજન્સી વિભાગ ICCU જેવા અતિ સંવેદનશીલ વિભાગની છતમાંથી ધાબાનું પાણી ટપકવાનું શરૂ થઈ જતાં ત્યાં દાખલ દર્દીઓ અને તેમના સગાં-સંબંધીઓએ ભારે હાલાકીભરી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. આ ઇમરજન્સી વિભાગ ICCU એ દર્દીઓ માટે અત્યંત નાજુક અને સંવેદનશીલ જગ્યા માનવામાં આવે છે, જ્યાં દર્દીઓને બેક્ટેરિયા કે વાયરસથી બચાવવા માટે સંપૂર્ણપણે જંતુરહિત વાતાવરણ અને સ્વચ્છતા જાળવવી અનિવાર્ય હોય છે. પરંતુ છતમાંથી સતત પાણી ગળવાના કારણે આખા વોર્ડમાં ભેજ અને ગંદકીનું સામ્રાજ્ય છવાઈ ગયું હતુ, જેનાથી ગંભીર સ્થિતિમાં સારવાર લઈ રહેલા દર્દીઓમાં ઈન્ફેક્શન ફેલાવાનો ભય અનેક ગણો વધી જાય છે,સિવીલમાં જ જો દર્દીઓનો જીવ જોખમમાં મુકાય તો તંત્રની નિષ્ફળતા સામે મોટા સવાલો ઊભા થાય છે. માત્ર ઈન્ફેક્શન જ નહીં, પરંતુ પાણી ગળવાના કારણે હોસ્પિટલમાં મોટી હોનારત સર્જાવાની પૂરેપૂરી શક્યતા ઊભી થઈ છે. છત અને ફોલ્સ સીલિંગમાં રહેલા ઈલેક્ટ્રિક વાયરિંગ સુધી પાણી પહોંચી જતાં શોર્ટ સર્કિટ થવાનો મોટો ભય સેવાઈ રહ્યો છે. ઇમરજન્સી વિભાગ ICCU માં દર્દીઓ માટે ઉપયોગમાં લેવાતા વેન્ટિલેટર અને મોનિટર જેવા સાધનો વીજળી પર ચાલતા હોય છે, જેથી શોર્ટ સર્કિટ થવાની પણ સંભાવના રહે છે. સૌથી વધારે ચિંતાની વાત તો એ છે કે, જ્યારે આ ઇમરજન્સી વિભાગ ICCU તૈયાર કરાયો ત્યારે જ બધો જ નવો સામાન, અને મોંઘા મશીનો લાવવામાં આવ્યા હતા. હવે જો આટલા બધા કિંમતી મશીનો પર છતમાંથી પાણી પડે, તો તે તરત જ બગડી જાય અને હોસ્પિટલને લાખો રૂપિયાનું મોટું નુકસાન થાય તેમ છે. હજુ તો માંડ અંદાજે બે વર્ષ પહેલાં જ આટલો બધો ખર્ચો કરીને આ નવું બાંધકામ કર્યું હતું, છતાં ઇમરજન્સી વિભાગનો ICCU અંદાજે બે વર્ષ પહેલાં જ શરૂ કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં CJPના વિરોધ પ્રદર્શનને AAPનું સમર્થન:કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરાઈ
    Next Article
    Lobsters don’t chew with their mouths — know why

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment